Sports

'ટીમથી બહાર કરે તો...', BCCIના આદેશ બાદ KKRમાંથી હકાલપટ્ટી કરતા શું બોલ્યો બાંગ્લાદેશી ખેલાડી?

By GS TEAM
3 Jan 20262 mins read
TukuTouch Logo
IPL 2026ની સિઝન પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)ને મોટો ઝટકો લાગ્યો છે. ફ્રેન્ચાઈઝીએ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી મુક્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ટીમથી બહાર કરે તો...', BCCIના આદેશ બાદ KKRમાંથી હકાલપટ્ટી કરતા શું બોલ્યો બાંગ્લાદેશી ખેલાડી?

Mustafizur Rahman Released From KKR Team : IPL 2026ની સિઝન પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)ને મોટો ઝટકો લાગ્યો છે. ફ્રેન્ચાઈઝીએ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી મુક્ત કર્યો છે. આ નિર્ણય KKR દ્વારા લેવામાં આવ્યો ન હતો, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સ્પષ્ટ નિર્દેશોનું પાલન કરીને લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી IPLમાં મુસ્તફિઝુર રહેમાનની ભાગીદારીને લઈને વિવાદ વધી રહ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BCCIએ હસ્તક્ષેપ કર્યો અને KKRને ખેલાડીને ટીમમાંથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો. મુસ્તફિઝુર હવે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે.

મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી કર્યો રિલીઝ 

ટીમમાંથી બહાર થયા પછી, મુસ્તફિઝુર રહેમાને બાંગ્લાદેશી ક્રિકેટ વેબસાઇટ BDcrictime સાથે વાત કરતા કહ્યું કે, 'જો તમને ટીમમાંથી બહાર કરવામાં આવે, તો તમે બીજું શું કરી શકો?' તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર 2025માં યોજાયેલી IPL 2026ની મીની-ઓક્શનમાં KKR દ્વારા મુસ્તફિઝુર રહેમાનને રૂ.9.20 કરોડમાં ખરીદ્યો હતો. શરૂઆતમાં આ ડીલ તેમના ક્રિકેટ કૌશલ્ય માટે મોટો હતો, પરંતુ ટૂંક સમયમાં તે મેદાનની બહારના વિવાદોમાં ફસાઈ ગયો હતો.

રાજકીય અને સામાજિક વિરોધથી વધ્યો વિવાદ

મુસ્તફિઝુરની નિયુક્તિ પછી કેટલાક રાજકીય સંગઠનો અને ધાર્મિક જૂથો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલી હિંસક ઘટનાઓ સહિતના મુદ્દાને લઈને વિરોધ વધ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતા કૌસ્તવ બાગચીએ કોલકાતામાં IPL મેચોમાં બાંગ્લાદેશી ખેલાડીઓની હાજરી સામે જાહેરમાં વાંધો ઉઠાવતા વિવાદ વધુ વકર્યો હતો. આના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાન સામે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ટીકા પણ થઈ હતી.

મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરવા KKRને નિર્દેશ

બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા બાદ ભારતમાં વધતી નારાજગી વચ્ચે BCCIએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને તેના બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી દેવા નિર્દેશ આપ્યો હતો. મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશના શાનદાર બોલરો પૈકી એક છે અને દુનિયાભરની લીગમાં તે રમતો દેખાય છે. તે IPLમાં 2016 થી રમી રહ્યો હતો. અત્યાર સુધી બાંગ્લાદેશનો આ ખેલાડી સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને સીએસકે માટે પણ રમી ચૂક્યો હતો. તેણે IPLમાં 60 મેચમાં 65 વિકેટ ઝડપી હતી. આ વખતે IPL 2026 માટે રમાડવા માટે તેણે હરાજીમાં KKR દ્વારા 9.20 કરોડ રૂપિયા આપીને ખરીદવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વિરોધને પગલે BCCIનો મોટો નિર્ણય, બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુરને રિલીઝ કરવા KKRને નિર્દેશ

કેકેઆર દ્વારા નિવેદન જાહેર કરાયું 

BCCI દ્વારા મળેલા નિર્દેશો બાદ KKRના મેનેજમેન્ટે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, અમે BCCIના નિર્દેશો બાદ મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી રહ્યા છીએ. તે આગામી સિઝનમાં નહીં રમી શકે. BCCI અમને મુસ્તફિઝુર રહેમાનની જગ્યાએ બીજા ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવાની છૂટ આપશે.