Sports

ભારતનો ઉપકાર ભૂલી ગયું બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ-ઑસ્ટ્રેલિયાના વિરોધ છતાં ICCમાં અપાવી હતી સદસ્યતા

By GS TEAM
22 Jan 20262 mins read
TukuTouch Logo
ICC T20 વર્લ્ડ કપ 2026ના આયોજનને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચે વિવાદ વકર્યો છે. બાંગ્લાદેશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમની ટીમ ભારતમાં મેચ રમવા જશે નહીં અને જો જરૂર પડશે તો વર્લ્ડ કપનો બહિષ્કાર પણ કરશે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે ખેલાડીઓ સાથેની મુલાકાત બાદ આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે આઈસીસીએ તેમની સાથે ન્યાય નથી કર્યો અને તેઓ ભારત જવાના દબાણ સામે ઝૂકશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનો ઉપકાર ભૂલી ગયું બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ-ઑસ્ટ્રેલિયાના વિરોધ છતાં ICCમાં અપાવી હતી સદસ્યતા

ICC T20 World Cup, BCCI vs BDB Controversy : ICC T20 વર્લ્ડ કપ 2026ના આયોજનને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચે વિવાદ વકર્યો છે. બાંગ્લાદેશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમની ટીમ ભારતમાં મેચ રમવા જશે નહીં અને જો જરૂર પડશે તો વર્લ્ડ કપનો બહિષ્કાર પણ કરશે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે ખેલાડીઓ સાથેની મુલાકાત બાદ આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે આઈસીસીએ તેમની સાથે ન્યાય નથી કર્યો અને તેઓ ભારત જવાના દબાણ સામે ઝૂકશે નહીં.

બાંગ્લાદેશ T20 વર્લ્ડકપમાંથી બહાર !

આસિફ નઝરુલે ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે જો બાંગ્લાદેશ વર્લ્ડ કપ નહીં રમે તો તેના ગંભીર પરિણામો દુનિયાએ સમજવા પડશે. આઈસીસીએ પહેલાથી જ અલ્ટીમેટમ આપ્યું હતું કે વર્લ્ડ કપનું વેન્યુ ભારતથી બહાર બદલવામાં આવશે નહીં પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પોતાના નિર્ણય પર અડી રહ્યું છે. આ વલણને કારણે બાંગ્લાદેશ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે પણ હવે ટકરાવની સ્થિતિ પેદા થઈ છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશે T20 વર્લ્ડકપનો બહિષ્કાર કરતાં ખળભળાટ, ICCએ ભારતમાં રમવાની શરત મૂકી હતી

બાંગ્લાદેશ ભારતનો ઉપકાર ભૂલ્યું

બાંગ્લાદેશ ક્રિકેટ આજે જે સ્થાને છે તેમાં ભારત અને બીસીસીઆઈની મોટી ભૂમિકા રહી છે છતાં બાંગ્લાદેશ જૂના ઉપકાર ભૂલી ગયું હોય તેવું વર્તન કરી રહ્યું છે. વર્ષ 1998માં બાંગ્લાદેશ પાસે આઈસીસીનું સંપૂર્ણ સભ્યપદ પણ નહોતું ત્યારે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને આઈસીસી ચીફ જગમોહન દાલમિયાએ ઢાકામાં નૉકઆઉટ ટુર્નામેન્ટ યોજીને બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી.

બે દેશોનો વિરોધ છતાં ભારતે બાંગ્લાદેશને ટેસ્ટ દરજ્જો અપાવ્યો

આ ઉપરાંત 2000માં બાંગ્લાદેશને ટેસ્ટ દરજ્જો અપાવવા માટે પણ ભારતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વિરોધ સામે બાંગ્લાદેશનું જોરદાર સમર્થન કર્યું હતું. બાંગ્લાદેશે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ પણ નવેમ્બર 2000માં ભારત સામે જ રમી હતી જે સૌરવ ગાંગુલીની કેપ્ટન તરીકેની પણ પ્રથમ મેચ હતી. આટલો લાંબો સહયોગ હોવા છતાં અત્યારે બાંગ્લાદેશ સરકાર અને ક્રિકેટ બોર્ડ જે રીતે ભારત વિરોધી વલણ અપનાવી રહ્યા છે તેનાથી વૈશ્વિક ક્રિકેટ રાજકારણ પર મોટી અસર પડવાની સંભાવના છે.

આ પણ વાંચો : ટ્રમ્પની નવી કરતૂતથી ભારત-ચીનનું વધ્યું ટેન્શન, જાણો શું કર્યું