Get The App

એશિયા કપ પહેલા આ જાણીતા ક્રિકેટર પર લાગી શકે છે 5 વર્ષનો પ્રતિબંધ, મેચ ફિક્સિંગમાં સામેલ હોવાની આશંકા

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
એશિયા કપ પહેલા આ જાણીતા ક્રિકેટર પર લાગી શકે છે 5 વર્ષનો પ્રતિબંધ, મેચ ફિક્સિંગમાં સામેલ હોવાની આશંકા 1 - image


Bangladesh Cricket Player Minhazul Abedin Sabbir May Be Banned: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન યૂનિટ (ACU) એ ઢાકા પ્રીમિયર લીગની છેલ્લી સીરિઝ દરમિયાન મેચ ફિક્સિંગમાં ભૂમિકા બદલ બેટ્સમેન મિન્હાઝુલ આબેદીન સબ્બીર પર ઓછામાં ઓછા 5 વર્ષનો પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. તમને જણાવી દઈએ કે, સ્ટમ્પિંગ કરવાની તેની રીત ખૂબ જ આશ્ચર્યજનક હતી, જે તમને પણ ચોંકાવી દેશે.  

બે વિવાદાસ્પદ આઉટ

એક અહેવાલ પ્રમાણે એન્ટી કરપ્શન યૂનિટે શાઈનપુકુર ક્રિકેટ ક્લબની ડીપીએલ મેચ દરમિયાન બે વિવાદાસ્પદ આઉટ થયા બાદ તપાસ કરી હતી, આ આઉટ થવાની રીત જોઈને તમામ લોકો હેરાન હતા. પ્રતિબંધની ભલામણ આ તપાસ બાદ જ કરવામાં આવી છે. સબ્બીર પહેલા આ મેચની 36મી ઓવરમાં સ્પિનર ​​નિહાદુઝ્ઝમાનના બોલ પર રિટર્ન કર્યા વિના જ ક્રીઝ છોડીને બહાર નીકળી ગયો હતો અને સ્ટમ્પ આઉટ થઈ ગયો હતો.

મેચ ફિક્સિંગમાં સામેલ હોવાની આશંકા 

આ મેચની 44મી ઓવરના પહેલા બોલ પર કંઈક એવું બન્યું, જે પહેલાં ક્યારેય જોવા નહોતું મળ્યું. બેટ્સમેન મિન્હાજુલ આબેદીન સબ્બીર શોટ મારવા માટે આગળ ગયો, આ સમયે શાઈનપુકુરને જીતવા માટે 7 રનની જરૂર હતી અને ટીમ પાસે માત્ર 1 વિકેટ બાકી હતી. સબ્બીર 8 રનના સ્કોર પર હતો. તે શોટ મારવા માટે આગળ ગયો પણ રોકાઈ ગયો, બોલ વિકેટ કીપરથી થોડો દૂર હતો તેથી તે ઝડપથી સ્ટમ્પ ન કરી શક્યો. સબ્બીર તરત જ તેનું બેટ ક્રીઝ પર લાવ્યો, પરંતુ પછી અટકી ગયો અને બેટને થોડી પાછળ કરી લીધી. 

આ પણ વાંચો: 'હું ઇચ્છું તો બરબાદ થઈ જશે ચીન', ટેરિફ વોર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, કેમ ખિજાયું અમેરિકા?

ACU દસ્તાવેજોનો હવાલો આપતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સબ્બીર પર શંકાસ્પદ બુકીઓ સાથે સંપર્ક કરીને અને સંપર્કોની જાણ કરવામાં નિષ્ફળ રહીને BCBના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના અનેક વિભાગોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

5 વર્ષનો પ્રતિબંધ મૂકવાની ભલામણ

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 'પુરાવાઓને ધ્યાનમાં રાખીને અમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ઓછામાં ઓછા 5 વર્ષનો પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી રહ્યા છીએ. 8થી 10 વર્ષ કે તેથી વધુનો પ્રતિબંધની સંભાવના છે.'

આ 27 વર્ષીય ખેલાડીએ 1 ફર્સ્ટ ક્લાસ અને 25 લિસ્ટ એ મેચ રમી છે, જેમાં તેના નામે અનુક્રમે 5 અને 667 રન છે. આ ઉપરાંત તેણે 2 ટી20 મેચ રમી છે, જેમાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. એક ટી20માં તે માત્ર 5 રન બનાવી શક્યો હતો અને બીજીમાં માત્ર 1 જ રન બનાવી શક્યો હતો.

Tags :