mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

Asian Games 2023 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ, ફાઇનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવ્યું

એશિયન ગેમ્સમાં આજે એર રાઈફલ ટીમ બાદ ભારતનો બીજો ગોલ્ડ

Updated: Sep 25th, 2023

Asian Games 2023 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ, ફાઇનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવ્યું 1 - image


Asian Games 2023 : આજે ભારતીયે મહિલા ક્રિકેટ ટીમની ફાઈનલમાં શ્રીલંકા સામે ટક્કર થઈ હતી જેમાં ભારતનો 19 રને વિજય થયો છે અને આ વિજય સાથે ભારતની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એશિયન ગેમ્સમાં આજે ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે આ પહેલા એર રાઈફલ ટીમે 10 મીટરની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ફાઈનલમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

આ પહેલા ભારતીય મહિલા ટીમે પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકાએ બીજી સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 116 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી હતી. આ સાથે જ ભારત આ મેચ 19 રને જીતી લીધી હતી.

મહિલા ક્રિકેટમાં કોણે ક્યારે ક્યો મેડલ જીત્યો

Asian Games 2023 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ, ફાઇનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવ્યું 2 - image

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.

Gujarat