Get The App

એશિયા કપમાં બુમરાહ પણ રમશે! વાઈસ કેપ્ટન માટે પંડ્યા નહીં આ ગુજરાતી ખેલાડીનું નામ રેસમાં

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
એશિયા કપમાં બુમરાહ પણ રમશે! વાઈસ કેપ્ટન માટે પંડ્યા નહીં આ ગુજરાતી ખેલાડીનું નામ રેસમાં 1 - image


Asia Cup 2025: એશિયા કપ 2025ની શરૂઆત આગામી મહિને 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ વખતે આ ટુર્નામેન્ટનું આયોજન UAEના બે શહેરો દુબઈ અને અબુ ધાબીમાં કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ માટે હજુ સુધી ભારતીય ટીમની જાહેરાત કરવામાં નથી આવી. ઓગસ્ટના ત્રીજા અઠવાડિયા સુધીમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે.

એશિયા કપમાં બુમરાહ પણ રમી શકે

આ પહેલા ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મોટો પડકાર ટીમ પસંદગીનો છે. હવે એક અહેવાલ પ્રમાણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ રમતા જોઈ શકાય છે, જ્યારે શુભમન ગિલ અને અક્ષર પટેલ વચ્ચે વાઈસ-કેપ્ટન બનવા માટે જંગ થશે. ચાલો એક નજર કરીએ તે ખેલાડીઓના નામ પર જેમની ટીમમાં પસંદગી થઈ શકે છે.

એશિયા કપ માટે ભારતીય ટીમનું ટૂંક સમયમાં થશે એલાન

વાસ્તવમાં શુભમન ગિલ હાલમાં ઈંગ્લેન્ડ સામેની તાજેતરની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન બાદ ચર્ચામાં છે, પરંતુ આવતા મહિને UAEમાં યોજાનાર એશિયા કપ T20 માટે ભારતીય ટીમના વાઈસ-કેપ્ટનની રેસમાં તેને અક્ષર પટેલની ટક્કર મળશે.

અહેવાલ પ્રમાણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટુર્નામેન્ટમાં રમશે અને ઓક્ટોબરની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ માટે તેને આરામ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

તમને જણાવી દઈએ કે, અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ 19 કે 20 ઓગસ્ટના રોજ ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે, જે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્પોર્ટ્સ સાયન્સ ટીમ તરફથી તમામ ખેલાડીઓના મેડિકલ રિપોર્ટ મળવા પર નિર્ભર રહેશે.

આમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવનો ફિટનેસ રિપોર્ટ પણ સામેલ હશે, જેમણે બેંગલુરુમાં નેટ્સ પર બેટિંગ શરૂ કરી ચૂક્યો છે. જોકે, સિલેક્ટર્સ માટે કેટલાક પસંદગીના નિર્ણયો મુશ્કેલ બનશે. છેલ્લી ઘરેલૂ સીરિઝમાં અક્ષર પટેલ વાઈસ-કેપ્ટન હતો, જ્યારે શ્રીલંકા પ્રવાસ પર સૂર્યકુમાર ફુલ-ટાઈમ કેપ્ટન બન્યા પછી ગિલને વાઈસ-કેપ્ટન પદ સોંપવામાં આવ્યું હતું.

બીજી તરફ BCCI સૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેન ટોપ ઓર્ડરમાં ટીમની કરોડરજ્જુ છે. ICC રેન્કિંગમાં અભિષેક શર્મા વિશ્વનો નંબર-1 T20 બેટ્સમેન છે, જ્યારે સેમસને ગત સીઝનમાં બેટિંગ અને વિકેટકીપિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: એશિયા કપ પહેલા BCCIએ વૈભવ સૂર્યવંશીને બેંગલુરુ બોલાવ્યો, ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે થશે સ્પેશિયલ ટ્રેનિંગ?

સંજુ સેમસન પ્રથમ વિકેટકીપર તરીકે લગભગ નક્કી છે. બીજા વિકેટકીપર માટે જીતેશ શર્મા અને ધ્રુવ જુરેલ વચ્ચે ટક્કર થશે. જુરેલ છેલ્લી T20 સીરીઝમાં ટીમમાં હતો, જ્યારે જીતેશે IPLમાં RCB માટે ફિનિશરની ભૂમિકામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

હાર્દિક પંડ્યા ટીમની પહેલી પસંદગી રહેશે, પરંતુ ઈંગ્લેન્ડ સીરિઝમાં ઈજાગ્રસ્ત થયેલ નીતિશ રેડ્ડી માટે સમયસર ફિટ થવું મુશ્કેલ બનશે.

બીજી તરફ ઈંગ્લેન્ડ સામે સારું પ્રદર્શન કરનાર શિવમ દુબેને પણ ટીમમાં સામેલ કરી શકાય છે. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર બે સ્પિન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામલ થઈ શકે છે.

જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ સાથે ત્રીજા ફાસ્ટ બોલરની પોઝિશન માટે પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણા વચ્ચે ટક્કર થશે. આમ ભારતીય પસંદગીકારો માટે ફાસ્ટ બોલિંગ વિભાગની પસંદગી કરવી સરળ નહીં રહેશે.

તમને જણાવી દઈએ કે, પ્રસિદ્ધે ગત IPLમાં 25 વિકેટ લીધી હતી, જ્યારે હર્ષિતમાં શાનદાર બોલિંગ કરવાની ક્ષમતા છે.

Asia Cup 2025 સંભવિત ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા/પ્રસિદ્ધ કૃષ્ણા, હાર્દિક પંડ્યા, જિતેશ શર્મા/ધ્રુવ જુરેલ.  

Tags :