Sports

એશિયા કપ અગાઉ BCCIને ઝટકો, DREAM-11નો ટીમ ઇન્ડિયાને સ્પોન્સર કરવા ઇન્કાર

By GS TEAM
25 Aug 20252 mins read
TukuTouch Logo
એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને મોટો ઝટકો લાગ્યો છે. Dream11 એ BCCIને જાણ કરી છે કે, તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર નહીં કરે. હાલમાં જ સંસદમાં પ્રમોશન અને રેગ્યુલેશન ઑફ ઓનલાઇન ગેમિંગ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ, ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે Dream11ના ફૂલેલા ફાલેલા બિઝનેસ પર મોટી અસર થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એશિયા કપ અગાઉ BCCIને ઝટકો, DREAM-11નો ટીમ ઇન્ડિયાને સ્પોન્સર કરવા ઇન્કાર

Asia Cup 2025, Dream11 Sponsorship: એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને મોટો ઝટકો લાગ્યો છે. Dream11 એ BCCIને જાણ કરી છે કે, તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર નહીં કરે. હાલમાં જ સંસદમાં પ્રમોશન અને રેગ્યુલેશન ઑફ ઓનલાઇન ગેમિંગ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ, ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે Dream11ના ફૂલેલા ફાલેલા બિઝનેસ પર મોટી અસર  થઈ છે.

આ પણ વાંચો: સૌરવ ગાંગુલીને હેડ કોચ બનાવવાની જાહેરાત, દાદાને અચાનક મળી આ ટીમની જવાબદારી

BCCI એ ટૂંક સમયમાં નવો સ્પોન્સર શોધવો પડશે

મીડિયા રિપોર્ટ પ્રમાણે Dream11ના પ્રતિનિધિઓ મુંબઈમાં BCCI ઑફિસમાં આવ્યા હતા અને CEO હેમાંગ અમીનને આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. હવે BCCI ટૂંક સમયમાં એક નવું ટેન્ડર બહાર પાડશે. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત(UAE)માં શરુ થવાનું છે. હવે  Dream11 સ્પોન્સરશીપ પાછી ખેંચી લેતા BCCI એ ટૂંક સમયમાં એક નવો સ્પોન્સર શોધવો પડશે.

BCCIના એક અધિકારીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, 'Dream11ના પ્રતિનિધિઓએ BCCI ઑફિસની મુલાકાત લીધી હતી. તેઓએ CEO હેમાંગ અમીનને જાણ કરી હતી કે Dream11 હવે આ ડીલ આગળ વધારવા સક્ષમ નથી. જેના કારણે તે એશિયા કપ માટે ભારતીય ટીમનું સ્પોન્સર નહીં કરે. BCCI ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડશે.'

ડ્રીમ11 કેટલામાં થઈ હતી ડીલ

ડ્રીમ11 એ જુલાઈ 2023માં BCCI સાથે 358 કરોડ રૂપિયાની મોટી રકમથી ડીલ કરી હતી. જે હેઠળ ડ્રીમ11 એ ભારતીય મહિલા ટીમ, ભારતીય પુરુષ ટીમ, ભારત અંડર-19 ટીમ અને ભારત-A ટીમના કિટ માટે સ્પોન્સરના રાઇટ્સ મેળવ્યા હતા. ત્યારબાદ ડ્રીમ11 એ બાયુઝ( Byju’s)ને રિપ્લેસ કરી હતી.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ

કરાર પ્રમાણે ડ્રીમ11 ને કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહીં

બંને વચ્ચે થયેલા કરાર પ્રમાણે ડ્રીમ11 ને કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહીં. કારણ કે, કરારમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, જો ભારત સરકારનો નવો કાયદો કંપનીના મુખ્ય બિઝનેસને અસર કરે છે, તો કંપની બોર્ડને કોઈ દંડ ચૂકવશે નહીં. ડ્રીમ11ની શરુઆત 18 વર્ષ પહેલા થઈ હતી અને આજે તેની વેલ્યુ લગભગ $8 બિલિયન પર પહોંચી ગઈ છે.