Get The App

VIDEO | ક્રિકેટર અર્શદીપ સિંહ એરપોર્ટ પર કથિત ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો, નવો વીડિયો થયો વાઈરલ

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
Arshdeep Singh-Samreen Kaur

Arshdeep Singh-Samreen Kaur Viral Video: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. IPL 2026ની સિઝન દરમિયાન અર્શદીપે તેના સ્નેપચેટ એકાઉન્ટ પર એક ખાસ ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે એક છોકરીનો હાથ પકડીને બેઠો હોવાનું જોવા મળે છે. ફોટામાં છોકરીનો ચહેરો ઢંકાયેલો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર ચાહકોએ તરત જ આ બાબતની તપાસ શરૂ કરી દીધી હતી. હવે, તેનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં અર્શદીપ એરપોર્ટ પર કથિત ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો છે.

અર્શદીપ સિંહે પોતાના સંબંધની પુષ્ટિ કરી!

ઈન્ટરનેટ યુઝર્સે દાવો કર્યો હતો કે, આ ફોટામાં દેખાતી છોકરી બીજું કોઈ નહીં પણ પંજાબી મોડેલ અને અભિનેત્રી સમરીન કૌર છે. ચાહકોએ તેના હાથ પર એક વિશિષ્ટ ટેટૂ અને અન્ય નાના-નાના સંકેતો સહિત વિવિધ સંકેતોના આધારે આ નિષ્કર્ષ પર પહોંચ્યા. હવે બીજો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં અર્શદીપ અને સમરીન એરપોર્ટ પર સાથે જોવા મળે છે. આ વીડિયોએ ચાહકોમાં તેમના સંબંધ અંગે અટકળોને વધુ વેગ આપ્યો છે. ઘણા લોકો હવે તેને નિશ્ચિત માને છે, જોકે બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

કોણ છે સમરીન કૌર?

નોંધનીય છે કે, સમરીન કૌર ગ્લેમર અને મનોરંજનની દુનિયામાં એક ઉભરતી વ્યક્તિ છે. પંજાબી મ્યુઝિક વીડિયોમાં તેના બોલ્ડ પરફોર્મન્સ માટે તેની ખૂબ પ્રશંસા થાય છે. બોલિવૂડમાં પણ તેણે ફિલ્મ '83' માં એક નાનો પણ યાદગાર રોલ ભજવ્યો હતો. સમરીન 'નેઇલ પોલિશ' જેવી વેબ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા હિટ પંજાબી ગીતોમાં એક્ટિંગ કરી છે. સમરીને મિસ ઇન્ડિયા જમ્મુ અને કાશ્મીરનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે અને સોશિયલ મીડિયા પર તેના સ્ટાઇલિશ ઈમેજ માટે જાણીતી છે.

આ પણ વાંચો: VIDEO: ફિફ્ટી ફટકાર્યા બાદ ગુસ્સાથી લાલચોળ થયો વિરાટ કોહલી, ફેકી દીધા ગ્લવ્સ અને હેલ્મેટ

IPL 2026ની સિઝન દરમિયાન, સમરીન પંજાબ કિંગ્સની ઘણી મેચો દરમિયાન સ્ટેન્ડમાં સપોર્ટ કરતી જોવા મળી હતી. સ્ટેડિયમમાં તેની વારંવાર હાજરીએ ચાહકોમાં તેના અને અર્શદીપ સિંહ વચ્ચેના ખાસ જોડાણ અંગે અટકળોને વેગ આપ્યો હતો. જ્યારે અર્શદીપ પંજાબ કિંગ્સ માટે રમતી વખતે તેની સ્વિંગ બોલિંગ અને ડેથ-ઓવર કૌશલ્ય માટે પહેલેથી જ ચર્ચાનો વિષય છે, ત્યારે તેનું અંગત જીવન હવે એટલું જ ધ્યાન ખેંચી રહ્યું છે. હાલમાં, આ સમગ્ર મામલો ફક્ત સોશિયલ મીડિયાની અટકળો પર આધારિત છે. સમગ્ર મામલે અર્શદીપ સિંહ કે સમરીન કૌરે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.