Get The App

VIDEO: ફિફ્ટી ફટકાર્યા બાદ ગુસ્સાથી લાલચોળ થયો વિરાટ કોહલી, ફેકી દીધા ગ્લવ્સ અને હેલ્મેટ

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: ફિફ્ટી ફટકાર્યા બાદ ગુસ્સાથી લાલચોળ થયો વિરાટ કોહલી, ફેકી દીધા ગ્લવ્સ અને  હેલ્મેટ 1 - image

Virat Kohli Viral Video: IPL 2026માં રવિવારે વાનખેડેના મેદાન પર RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ ટક્કરમાં વિરાટ કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. કોહલી ગુસ્સામાં પોતાનું હેલ્મેટ અને ગ્લવ્સ ફેંકતો જોવા મળી રહ્યો છે.

38 બોલમાં ફિફ્ટી

ખરેખર, કોહલીએ આ મેચમાં 38 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તેના પછીના જ બોલે તે આઉટ થઈ ગયો હતો. હાર્દિક પંડ્યાના ફુલ ટોસ બોલ પર કોહલીએ હવામાં શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટાઈમિંગ યોગ્ય રહ્યું ન હતું. શોટ દરમિયાન બેટ તેના હાથમાં ફરી ગયું અને બોલ સીધો લોંગ-ઓન પર ઉભેલા સૂર્યકુમાર યાદવના હાથમાં ગયો.

ગુસ્સામાં દેખાયો કિંગ કોહલી

આઉટ થયા બાદ કોહલી ઘણો નિરાશ દેખાતો હતો. પેવેલિયન પરત ફરતી વખતે તેણે ગુસ્સામાં પોતાના ગ્લવ્સ ફેંકી દીધા અને પછી હેલ્મેટ પણ જમીન પર પછાડી દીધું. તેની આ પ્રતિક્રિયા સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પોતાની ઇનિંગને વધુ મોટી બનાવવા માંગતો હતો, પરંતુ જલ્દી આઉટ થવાને કારણે તે ભારે ગુસ્સામાં હતો.

રજત પાટીદારની તોફાની ઈનિંગ

આ મુકાબલામાં મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ RCBના બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો સાબિત કર્યો. કોહલી અને સોલ્ટે પહેલા જ બોલથી તોફાની શોટ ફટકાર્યા. સોલ્ટે માત્ર 36 બોલમાં 78 રન ફટકારી દીધા હતા. પરંતુ અસલી ખેલ શરૂ તેની વિકેટ પડ્યા પછી શરૂ થયો.

આ પણ વાંચો: નહીં સુધરે દિગ્વેશ રાઠી! વિકેટ લેતા ફરી કર્યું વિવાદિત ‘નોટબુક સેલિબ્રેશન’, પણ બદલ્યો અંદાજ

મુંબઈના બોલરોનો ધોલાઈ

સોલ્ટ આઉટ થયા બાદ રજત પાટીદાર બેટિંગ માટે આવ્યો અને તેણે માત્ર 20 બોલમાં 53 રન ઠોકી દીધા. જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા. ત્યારબાદ ટિમ ડેવિડે 16 બોલમાં 34 રન બનાવ્યા. જેના દમ પર આરસીબીએ 240 રન બનાવી નાખ્યા. કોહલીએ ભલે આ મેચમાં ફિફ્ટી ફટકારી હોય, પરંતુ તે મોટા શોટ રમવા માટે સંઘર્ષ કરતો દેખાયો હતો. બીજી તરફ મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટ સૌથી મોંઘો સાબિત થયો હતો, જેણે 4 ઓવરમાં 50 રન ખર્ચ્યા હતા. બુમરાહ આ મેચમાં પણ વિકેટ લઈ શક્યો ન હતો, જો કે તેણે માત્ર 35 રન જ આપ્યા હતા.