બંને હાથે કરે છે બોલિંગ, ડેબ્યૂ ટેસ્ટમાં જ મચાવ્યો તરખાટ, કહ્યું- 'બેટરની નબળાઈ પકડીને...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| ||||
Sri Lanka vs Bangladesh 1st Test: શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની સીરિઝની સાથે ત્રણ વનડે મેચ અને ત્રણ ટી 20 મેચની સીરિઝ રમવા બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાની ટૂર પર છે. બંને ટીમની પહેલી ટેસ્ટ સીરિઝ ગોલ મેદાનથી શરૂ થઈ છે. આ મેચ શ્રીલંકાના મહાન ક્રિકેટર એન્જેલો મેથ્યુઝ (Angelo Matthews)ની છેલ્લી મેચ છે. આ મેચમાં શ્રીલંકાની ટીમમાં 29 વર્ષીય થારિંદુ રથનાયકે ડેબ્યૂ કર્યું છે. જે અદ્ભૂત બોલર છે. તેણે તેના કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચમાં પહેલા જ દિવસે (SL vs BAN 1st Test) બાંગ્લાદેશી ક્રિકેટરોને મુશ્કેલીમાં મૂકી દીધો
શ્રીલંકાનો અનોખો બોલર
ક્રિકેટના ઇતિહાસમાં શ્રીલંકાની ટીમને અનેક અનોખા બોલર મળ્યા છે. મુથૈયા મુરલીધરન અને લસિથ મલિંગાને લઈ અજંતા મેડિસ સુધી એક લાંબી યાદી છે જે ખતમ થવાનું નામ નથી લેતી. એક જાય છે, તો બીજો આવી જાય છે. હવે ફરી એકવાર ટીમમાં એક અનોખો બોલર આવ્યો છે અને તે એક હુનર જાણે છે જેણે સીરિઝની પહેલા ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશી ટીમના ક્રિકેટરોને હંફાવી દીધા હતા.
ડેબ્યૂ મેચમાં શાનદાર શરૂઆત
29 વર્ષીય થારિંદુ રથનાયકને દેશ માટે પહેલીવાર રમવાની તક મળી છે. અને તેમની માટે આ સૌથી મોટો સમય છે. મેચના પહેલા જ દિવસે બાંગ્લાદેશની ટીમની ત્રણ વિકેટ પડી હતી, જેમાંથી 2 વિકેટ થારિંદુએ લીધી હતી. તેમણે બાંગ્લાદેશના ઓપનર શદમાન ઇસ્લામને 14 રન પર કેચ આઉટ કર્યો અને પછી તેના બીજા બોલ પર જ 29 બનાવી રમનાર અનુભવી મોમિનુલ હકને કેચ આઉટ કર્યો
આ પણ વાંચો : IPLમાં ફ્લોપ રહેલા સ્ટાર બેટરની ફરી તોફાની બેટિંગ, 13 છગ્ગા વડે 49 બોલમાં ફટકારી સદી
બંને હાથે કરે છે બોલિંગ
ક્રિકેટમાં ચૂંટાયેલા ખેલાડીઓ જ એવા રહ્યા છે જે બંને હાથોથી પૂર્ણ કુશળતા સાથે બોલિંગ કરી શક્યા છે. હવે તે યાદીમાં થારિંદુ રથનાયકેનું નવું નામ ઉમેરાઈ ગયું છે. અંગ્રેજીમાં એવા વ્યક્તિને Ambidextrous કહેવાય છે જે બંને હાથોનો ઉપયોગ ખૂબીથી કરી શકે. ક્રિકેટને થારિંદુના રૂપમાં નવો Ambidextrous બોલર મળી ગયો છે. થારિંદુ ડાબા હાથથી ઓફ સ્પિન બોલિંગ કરે છે અને જમણા હાથથી ધીમી ઓર્થોડોક્સ બોલિંગ તથા તેમની ગુગ્લીથી બેટ્સમેનોને ચમકાવવામાં માહિર છે. તેણે કહ્યું કે '' હું બેટરની નબળાઈ પકડીને હાથ બદલું છું જ્યારે મે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરી હતી ત્યારે હું વધારે ડાબા હાથથી બોલિંગ કરતો હતો, પછી મે 60 ટકા ડાબા હાથથી અને 40 ટકા જમણા હાથથી બોલિંગ કરવા લાગ્યો''
આ પણ વાંચો : બુમરાહનું વારંવાર ઈજાગ્રસ્ત થવાનું કારણ જણાવ્યું યોગરાજ સિંહે, BCCIને પણ કરી અપીલ
કોણ છે થારિંદુ રથનાયકે?
થારિંદુ રથનાયકે નો જન્મ 18 એપ્રિલ 1996માં શ્રીલંકાના મરાવિલામાં થયો હતો. તે લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે,સાથે બંને હાથે બોલિંગ કરવામાં માહિર છે. અત્યાર સુધી તેણે 73 પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચોમાં 337 વિકેટ લીધી છે, જેમાં એક ઇનિંગમાં 9 વિકેટ અને એક મેચમાં 14 વિકેટ લેવાનું કમાલ પણ કર્યું છે. જ્યારે લિસ્ટ-એ ક્રિકેટમાં તેમના નામે 122 વિકેટ અને T20 ક્રિકેટના 63 મેચોમાં 73 વિકેટ જોડાઈ ચૂકી છે.









