Get The App

ભારતીય ટીમને બીજો મોટો ઝટકો, ઈંગ્લેન્ડના બેટરોનો પરસેવો છોડાવનાર ઝડપી બોલર ઈજાગ્રસ્ત

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય ટીમને બીજો મોટો ઝટકો, ઈંગ્લેન્ડના બેટરોનો પરસેવો છોડાવનાર ઝડપી બોલર ઈજાગ્રસ્ત 1 - image


Ind VS Eng 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ બુધવારે (23મી જુલાઈ) માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. આ દરમિયાન ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રિષભ પંત, અર્શદીપ અને હવે આકાશદીપ ઈજાગ્રસ્ત થયો છે. આકાશદીપ પણ માન્ચેસ્ટર ટેસ્ટમાંથી બહાર થવાની આરે છે. લોર્ડ્સ ટેસ્ટમાં 22 રનની હાર બાદ ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-2થી પાછળ છે. સીરિઝમાં બરાબરી કરવા માટે ભારત માટે ચોથી મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આ મેચ પહેલા ખેલાડીઓની ઈજાઓએ ભારતને ફેરફારો કરવાની ફરજ પાડી છે.

આકાશદીપને કમરમાં ઈજા પહોંચી

ઈંગ્લેન્ડ સામે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ રમનાર આકાશદીપને કમરની ઈજા થઈ છે. લોર્ડ્સમાં રમાયેલી મેચ દરમિયાન આકાશદીપને પણ કમરની તકલીફ હતી. ચોથા દિવસે તે દુ:ખાવામાં સપડાયેલો જોવા મળ્યો હતો. આકાશદીપ ત્રીજી ટેસ્ટમાં ફક્ત એક જ વિકેટ લઈ શક્યો હતો. જ્યારે બીજી ટેસ્ટમાં તેણે 10 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: શુભમન ગિલ નહીં પણ આ ખેલાડીથી ઈંગ્લેન્ડની ટીમ ડરે છે...દિગ્ગજ ક્રિકેટરનો દાવો

ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી!

આકાશદીપ 23મી જુલાઈ રમનારી ચોથી ટેસ્ટ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. તેમની ઈજા ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. કારણ કે નેટ સેશન દરમિયાન સાઈ સુદર્શનનો શોટ બચાવતી વખતે અર્શદીપ સિંહને ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. આકાશદીપ અને અર્શદીપ ઉપરાંત વિકેટકીપર-બેટર રિષભ પંત પણ ઈજાગ્રસ્ત છે અને વિકેટકીપર બેટર તરીકે તેના રમવા પર શંકા છે.

જસપ્રીત બુમરાહ રમી શકે છે! 

આકાશદીપ અને અર્શદીપની ઈજાઓ બાદ જસપ્રીત બુમરાહનું રમવું નક્કી માનવામાં આવે છે. ભારત પાસે ઘણાં વિકલ્પો નથી. પ્રસિદ્ધ કૃષ્ણા ખૂબ મોંઘા સાબિત થયા છે અને તેના કારણે તે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. જો કે, ઈજાગ્રસ્ત બોલરોની વધતી સંખ્યાને કારણે, ભારતે મેચ પહેલા આકાશદીપ અને અર્શદીપ સિંહના કવર તરીકે ઝડપી બોલર અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો છે.

Tags :