Get The App

IPL 2025 : LSGના વધુ એક ખેલાડીએ કરી દિગ્વેશ રાઠીની નકલ, BCCIના બૅનને ખુલ્લો પડકાર!

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025 : LSGના વધુ એક ખેલાડીએ કરી દિગ્વેશ રાઠીની નકલ, BCCIના બૅનને ખુલ્લો પડકાર! 1 - image


IPL 2025 GT Vs LSG: ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ રમાયેલી લખનઉ સુપર જાયન્ટસની ટીમમાં દિગ્વેશ રાઠીની ગેરહાજરી આકાશ સિંહે પૂરી કરી. દિગ્વેશ રાઠીને જે ગેરવર્તૂણક બદલ એક મેચમાંથી બૅન કરવામાં આવ્યો હતો. તે જ ગેરવર્તૂણકનું પુનરાવર્તન LSGના આકાશ સિંહે કર્યું હતું. 

આકાશ સિંહે જોસ બટલરને ક્લિન બોલ્ડ કર્યા બાદ નોટબુક સેલિબ્રેશન કર્યું હતું. આ ક્લિન બોલ્ડ સાથે આકાશે લખનઉને ત્રીજી વિકેટ અપાવી હતી. આકાશના આ સેલિબ્રેશન વિરૂદ્ધ બીસીસીઆઈ કાર્યવાહી હાથ ધરી શકે છે. અગાઉ LSGના દિગ્વેશ રાઠીએ પણ આ પ્રકારની ઉજવણી કરતાં એક મેચમાંથી સસ્પેન્ડ કરાયો હતો.

દિગ્વેશ રાઠીએ કરી હતી બબાલ

આ પહેલાં રમાયેલી મેચમાં દિગ્વેશ રાઠીની આક્રમક બોલિંગથી સનરાઈઝર્સ હૈદરાબાદના બેટરને હંફાવ્યા હતા. જેમાં SRHના અભિષેક શર્માને આઉટ કર્યા બાદ દિગ્વેશ રાઠીએ નોટબુક સેલિબ્રેશન કરી શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જેનાથી શર્મા ઉશ્કેરાયો હતો. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રાઠીના આ વ્યવહારના કારણે બીસીસીઆઈએ ડિમેરિટ પોઈન્ટની સાથે એક મેચ માટે બૅન મૂક્યો હતો. તેમજ દંડ પણ ફટકાર્યો હતો.



આ પણ વાંચોઃ કોહલીની RCBને મળી ગૂડ ન્યૂઝ, પ્લેઓફ માટે દિગ્ગજ બોલર ટીમ સાથે ફરી જોડાવા તૈયાર

ઈજાગ્રસ્ત થયો હોવા છતાં આકાશે કરી બોલિંગ

આકાશ સિંહે ચાલુ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેના હાથની આંગળીમાં ઈજા થતાં લોહી વહી રહ્યુ હતું. ઈજાગ્રસ્ત થયો હોવા છતાં આકાશે બોલિંગ કરી જોસ બટલરની મહત્ત્વની વિકેટ લીધી હતી. અને લખનઉને જીત અપાવી હતી. 3.1 ઓવરમાં 29 રન ગુમાવી આકાશે એક વિકેટ ઝડપી હતી.

લખનઉ 33 રને વિજયી બન્યુ હતું

ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ લખનઉની ટીમે 33 રને જીત હાંસલ કરી હતી. ગુજરાત ટાઈટન્સે ટૉસ જીત્યા બાદ બોલિંગનો નિર્ણય લીધો હતો. લખનઉના મિશેલ માર્શે સદી અને નિકોલસ પુરને અર્ધસર્દી ફટકારી 20 ઓવરમાં 235 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જેની સામે ગુજરાતની ટીમે 20 ઓવરમાં નવ વિકેટના નુકસાને 202 રન બનાવ્યા હતાં. 

IPL 2025 : LSGના વધુ એક ખેલાડીએ કરી દિગ્વેશ રાઠીની નકલ, BCCIના બૅનને ખુલ્લો પડકાર! 2 - image

Tags :