કોહલીની RCBને મળી ગૂડ ન્યૂઝ, પ્લેઓફ માટે દિગ્ગજ બોલર ટીમ સાથે ફરી જોડાવા તૈયાર
IPL 2025 and RCB Team News : આઈપીએલ હવે તેના અંતિમ તબક્કે પહોંચવાની નજીક છે. ચારેય ક્વૉલિફાઈ ટીમ નક્કી થઈ ચૂકી છે ત્યારે પ્લેઓફની શરૂઆત થાય તે પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બોલર જોશ હેઝલવુડ પ્લેઓફની મેચ માટે ભારત પરત ફરી રહ્યો છે.
હાલમાં આરસીબીનું શું છે સ્થિતિ?
અહેવાલ મુજબ આ ઓસ્ટ્રેલિયન બોલર IPL પ્લેઓફ મેચો માટે આવવા માટે ઉત્સુક છે. આરસીબી પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગયું છે. તેના 12 મેચોમાં 17 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આજે RCBની મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાવાની છે.
ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે આઇપીએલ અટકી હતી
ભારત-પાકિસ્તાન તણાવને કારણે IPL થોડા દિવસો માટે મુલતવી રાખવામાં આવી તે પહેલાં હેઝલવુડ RCBની છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો. કારણ કે તેને ખભામાં ઈજા થઇ હતી. આઈપીએલ મુલતવી રાખ્યા પછી તે ઓસ્ટ્રેલિયા પાછો જતો રહ્યો હતો અને બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયન ટીમની ટ્રેનિંગમાં જોડાયો હતો. કાંગારૂઓની ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે તૈયારી કરી રહી છે. જોશ હેઝલવુડે IPL 2025 માં 10 મેચ રમી છે અને 17.27 ની સરેરાશથી 18 વિકેટ લીધી છે. તેના આગમનથી RCB વધુ મજબૂત થશે.