Get The App

રજત પાટીદારને કેપ્ટન બનાવવામાં RCBએ તોડ્યા નિયમ? પૂર્વ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
રજત પાટીદારને કેપ્ટન બનાવવામાં RCBએ તોડ્યા નિયમ? પૂર્વ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ 1 - image
Image source: IANS 

Patidar as RCB captain: IPL 2025 માં RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)એ રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો ત્યારે ઘણા લોકો આ નિર્ણયથી નારાજ હતા. જોકે હાલમાં જ RCBના ડિરેક્ટર ઑફ ક્રિકેટ મો બોબાટે જણાવ્યું કે, રજતને કેપ્ટનશિપની જવાબદારી આપવાનો નિર્ણય વર્ષ 2024થી જ લેવામાં આવ્યો હતો. બોબાટના આ ખુલાસો બાદ ભારતના પૂર્વ બેટર આકાશ ચોપડાએ ઘણા સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો : World Cup 2027 અંગે મોટી જાહેરાત, આ 8 શહેરોમાં રમાશે 44 મેચો

રજતની કેપ્ટનશિપમાં RCB એ IPL 2025ની ટ્રોફી ઉઠાવી અને RCBએ આ ટ્રોફી 17 વર્ષ પછી પહેલીવાર જીતી હતી. બોબાટે જણાવ્યું કે, તેમણે 2024ના IPLમાં રજત સાથે વાત કરી હતી કે તેની માટે RCBનો કેપ્ટન બનવાની પહેલા ઘરેલું ક્રિકેટમાં કેપ્ટનશિપ કરવી યોગ્ય રહેશે. ત્યારબાદ રજતે મધ્યપ્રદેશની ટીમના કોચ ચંદ્રકાંત પંડિત સાથે વાત કરી અને કોચે રજતને કેપ્ટનશિપની જવાબદારી સોંપી દીધી હતી. આમ તે RCBના કેપ્ટન બન્યો હતો. 

આકાશ ચોપડાએ ઉઠાવ્યા સવાલો

બોબાટના આ ખુલાસા બાદ આકાશે સવાલો ઉઠાવ્યા છે. તેણે X હેન્ડલ પર લખ્યું કે, 'ક્યારેય પણ કોઈ ફ્રેન્ચાઇઝી કોઈ ખેલાડીને ઘરેલુ ક્રિકેટમાં કેપ્ટનશીપ કરવા માટે દબાણ કરી શકે નહીં. આપણે સમજવું જોઈએ કે જો કોઈ એક રાજ્યની ટીમનો અનુભવી કેપ્ટન છે અને તેને આ જવાબદારી આવનારી સિઝન માટે પણ સોપવામાં આવી છે, રજતે પહેલીવાર મધ્યપ્રદેશની કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી, આ ગણિત તો મને પણ સમજાઈ નથી રહ્યું,' 

મુંબઈ સામે હારનો સામનો 

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં રજતની કેપ્ટનશિપમાં મધ્યપ્રદેશની ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને ટીમ ફાઇનલમાં મુંબઈ સામે હારી પણ ગઈ હતી. જણાવી દઈએ મુંબઈના કેપ્ટન શ્રેયસ અય્યર હતો.

ફાઇનલમાં પંજાબ સામે જીતી 

IPL 2024માં રજતની કેપ્ટનશિપમાં RCBની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી હતી જ્યાં ટીમનો સામનો પંજાબની ટીમ સામે થયો હતો. અહીં પણ પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યર હતો.


.






Tags :