Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા કઈ-કઈ સિરીઝ રમશે? જાણો...

Updated: Mar 11th, 2025

GS TEAM


Google News
Google News
Champions Trophy 2025


Champions Trophy 2025: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા બની છે. 19 દિવસ સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને એક પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમ હવે સ્વદેશ પરત ફરી છે. એવામાં ક્રિકેટ પ્રેમીઓના મનમાં પ્રશ્નો થઇ રહ્યા છે કે ટીમ ઇન્ડિયા ભવિષ્યમાં કઈ કઈ સિરીઝ રમશે? 

ટીમ ઈન્ડિયા આગામી 4 મહિના સુધી કોઈ સિરીઝ નહી રમે

એવામાં જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ ભારતીય ટીમ તેમજ સપોર્ટ સ્ટાફને લાંબો આરામ મળવાનો છે. ટીમ ઈન્ડિયા આગામી 4 મહિના સુધી કોઈ સિરીઝ રમવાની નથી. જોકે, આ સમયગાળા દરમિયાન IPL 2025 રમાશે. IPLની 18મી સિઝન 22મી માર્ચથી શરૂ થઈ રહી છે. ફાઈનલ મેચ 25મી મેના રોજ કોલકાતામાં રમાશે. જે સિઝનની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. 

આ પણ વાંચો: કેપ્ટન બનવા K L રાહુલનો ઇન્કાર, ગુજરાતી ખેલાડીને કમાન સોંપશે દિલ્હી કેપિટલ્સ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે

IPL 2025 પૂરી થયા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ સમયગાળા દરમિયાન બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. જે 20 જૂનથી શરૂ થશે અને 4 ઓગસ્ટ સુધી હેડિંગ્લે, લીડ્સ ખાતે રમાશે. આ પછી, બીજી ટેસ્ટ 2 થી 6 જુલાઈની વચ્ચે એજબેસ્ટન, બર્મિંગહામમાં, ત્રીજી ટેસ્ટ 10 અને 14 જુલાઈની વચ્ચે લોર્ડ્સ, લંડનમાં, ચોથી 23 અને 27 જુલાઈની વચ્ચે એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટરમાં અને છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી 4 ઓગસ્ટની વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. આ પછી ભારતીય ટીમ આ વર્ષે કોઈ સિરીઝ રમશે નહીં.

ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા કઈ-કઈ સિરીઝ રમશે? જાણો... 2 - image

Tags :