આર્જેન્ટિના પર જીત બાદ સાઉદી કિંગ દેશ માટે કરી મોટી જાહેરાત, લોકો ઝૂમી ઉઠ્યા
અપસેટ બાદ સાઉદી અરબની રાજધાની રિયાદમાં જોવા મળી ઉજવણી
આર્જેન્ટિના અને સાઉદી અરેબિયા વચ્ચેની જીતનો નિર્ણય અંતિમ સમયે થયો
અમદાવાદ, તા.23 નવેમ્બર,2022, બુધવાર
સાઉદી અરેબિયાએ ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના સામે ફૂટબોલમાં 2-1થી જીત મેળવ્યા બાદ આજ રોજ (બુધવારે) રાષ્ટ્રીય રજા જાહેર કરી છે. ગલ્ફ દેશોના સ્થાનિક મીડિયાએ આ અંગે માહિતી આપી હતી.સાઉદીના રાજા સલમાને મંગળવારે જાહેરાત કરી હતી કે આવતીકાલે તમામ સરકારી અને ખાનગી કર્મચારીઓને એક દિવસની રજા મળશે. આ સાથે શાળાઓ પણ બંધ રહેશે.
આ મેચનો નિર્ણય અંતિમ તબકકા સુધી નિર્ધારિત ન હતો. એકદમ મોનોરંજક મેચના અંતે સાઉદી અરેબિયા જીત મેળવી એક મોટો અપસેટ સર્જ્યો.
જીતની ઉજવણી અલગ રીતે
રોયલ કોર્ટના સલાહકાર અને સાઉદી અરેબિયાના જનરલ એન્ટરટેઈનમેન્ટ ઓથોરિટીના વડા તુર્કી અલ-શેખે ટ્વિટરમાં જાણકારી આપી કે શહેરના મુખ્ય થીમ પાર્ક અને મનોરંજન કેન્દ્રોની પ્રવેશ ફી મંગળવારે માફ કરવામાં આવશે.ફિફા વર્લ્ડ કપ 2022માં ઐતિહાસિક જીતની ઉજવણીના હેતુ આ નિર્ણય લેવાયો છે.
દોહાના લુસેલ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટ જેવો જ સાઉદી અરેબિયા અપસેટ સર્જ્યો. લિયોનેલ મેસ્સીના પ્રારંભિક પેનલ્ટી ગોલથી આગળ વધી સાઉદી અરેબિયા ઐતિહાસિક જીત મેળવી છે. સાલેહ અલ-શેહરી અને સાલેમ અલ-દવસારીના ગોલના પરિણામે સાઉદી અરેબિયા આ મેચમાં જીત મેળવી છે.
સાઉદી અરેબિયાની જીતથી ચાહકો આનંદમાં
મેચમાં આર્જેન્ટિના સામે જીત મેળવ્યા બાદ, સમગ્ર રાજધાની રિયાદમાં ઉજવણીની લહેર હતી.સાઉદી અરેબિયાના ચાહકોમાં જીતનો અલગ ઉત્સાહ, તેને પોતાના રાષ્ટ્રધ્વજ ફરકાવીને ખુશી વ્યક્ત કરી.