હાર્દિક પંડ્યા જાણીતી અભિનેત્રી ડેટ કરી રહ્યો હોવાની અટકળો! સોશિયલ મીડિયામાં ફોટોઝ વાઈરલ
Hardik Pandya Dating: ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા આજકાલ પોતાના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં છે. નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી હાર્દિકની લવ લાઈફ ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વહેતા થયા છે કે, હાર્દિક પંડ્યા મોડેલ અને અભિનેત્રી માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે અને આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે રેડિટ પર એક પોસ્ટ વાઈરલ થઈ હતી.
શું હાર્દિક મહિકા શર્માને ડેટ કરી રહ્યો છે?
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે માહિકા શર્માની એક સેલ્ફીમાં ક્રિકેટર પંડ્યા જોવા મળ્યો છે. ફોટામાં ક્રિકેટર ઝાંખો દેખાય છે. બીજા ફોટામાં બે અંગૂઠાનો ફોટો છે, જેમાંથી એક પર 33 લખેલું છે અને બધા જાણે છે કે આ હાર્દિકનો જર્સી નંબર છે. આ ઉપરાંત હાર્દિક અને મહિકા પણ અલગ અલગ ફોટામાં સમાન બાથરોબ પહેરેલા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, બંને ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો પણ કરે છે.
માહિકા શર્મા કોણ છે?
માહિકા શર્મા એક જાણીતી મોડેલ છે જેણે ટોચના ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કર્યું છે અને મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ટોચની બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. આ ઉપરાંત, તેણે ઈન્ડિયન ફેશન એવોર્ડ્સમાં મોડેલ ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો છે.
આ પણ વાંચો: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વધુ એક મેચ રમાશે? જાણો સમીકરણ
હાર્દિક પંડ્યાનું નામ જાસ્મિન વાલિયા સાથે પણ જોડાયું હતું
અહેવાલો અનુસાર, નતાશાથી અલગ થયા પછી હાર્દિક પંડ્યાનું નામ યુકેની ગાયિકા જાસ્મિન વાલિયા સાથે પણ જોડાયું હતું. જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે પુષ્ટિ કરી નથી, પરંતુ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જાસ્મિન ઘણી મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે બસમાં મુસાફરી કરતી પણ જોવા મળી હતી જેમાં ફક્ત ક્રિકેટરો અને તેમના પરિવારોને જ મંજૂરી હોય છે.