Sports

ICC ટેસ્ટ રેન્કિંગમાં 4 વર્ષ પછી રવીન્દ્ર જાડેજા પાસેથી છીનવાયો નંબર-1નો તાજ, જાણો કયો ખેલાડી બન્યો નવો કિંગ

By GS Team
28 Oct 20261 min read
TukuTouch Logo
ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. ભારતના રવીન્દ્ર જાડેજા 4 વર્ષ બાદ નંબર-1 ઓલરાઉન્ડરનું સ્થાન ગુમાવી બીજા સ્થાને આવી ગયા છે. સાઉથ આફ્રિકાના માર્કો યાનસેન 451 રેટિંગ સાથે નવા નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યા છે. યાનસેને ઓસ્ટ્રેલિયા સામેના શાનદાર પ્રદર્શન બદલ આ સિદ્ધિ મેળવી છે. તેમણે બોલિંગ રેન્કિંગમાં પણ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC ટેસ્ટ રેન્કિંગમાં 4 વર્ષ પછી રવીન્દ્ર જાડેજા પાસેથી છીનવાયો નંબર-1નો તાજ, જાણો કયો ખેલાડી બન્યો નવો કિંગ

ICC Test Rankings : આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને મોટો ઝટકો લાગ્યો છે. 37 વર્ષનો જાડેજા છેલ્લા 4 વર્ષથી વિશ્વનો નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર બનેલો હતો, પરંતુ હવે તેની પાસેથી આ તાજ છીનવાઈ ગયો છે. હાલ તે 422 રેટિંગ પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને આવી ગયો છે, જ્યારે સાઉથ આફ્રિકાનો માર્કો યાનસેન 451 રેટિંગ સાથે વિશ્વનો નવો નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર બની ગયો છે.

માર્કો યાનસેનને ઓસ્ટ્રેલિયા સામેના પ્રદર્શનનું ઈનામ મળ્યું

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર માર્કો યાનસેનને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં કરેલા ધમાકેદાર પ્રદર્શનનો જબરદસ્ત ફાયદો મળ્યો છે. યાનસેન હવે 451 રેટિંગ મેળવીને ઓલરાઉન્ડરોની યાદીમાં વિશ્વનો નંબર-1 ખેલાડી બની ગયો છે. આ સાથે તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં પહેલી વખત આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

બોલિંગ રેન્કિંગમાં પણ યાનસેન બન્યો નંબર-1

માર્કો યાનસેન માત્ર ઓલરાઉન્ડર્સમાં જ નહીં, પરંતુ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પણ નંબર-1 બની ગયો છે. તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં પહેલી વખત બોલિંગ અને ઓલરાઉન્ડર બંને કેટેગરીમાં એકસાથે ટોચનું સ્થાન મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે.