Get The App

ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો 1 - image

Image Source: Twitter

Rashid Khan declined India Citizenship: અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને એક મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, 'મને ભારત માટે ક્રિકેટ રમવાની ઓફર મળી હતી. મને ટીમ ઈન્ડિયા માટે રમવા માટે ભારતીય નાગરિકતાની પણ ઓફર કરવામાં આવી રહી હતી. પરંતુ મેં તે ઓફર ઠુકરાવી દીધી હતી.' આટલું જ નહીં તેણે પોતાના દાવામાં અન્ય એક દેશનું નામ પણ લીધું, જેણે ભારતની જેમ જ તેને નાગરિકતાની ઓફર કરી હતી. પરંતુ રાશિદ ખાનના મતે તેણે તે ઓફરોથી ઉપર પોતાના દેશને પસંદ કર્યો. તેમણે અફઘાનિસ્તાન માટે ક્રિકેટ રમવાને પ્રાથમિકતા આપી.

27 વર્ષીય અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનરે આ વાતનો ખુલાસો પોતાના આગામી પુસ્તક 'રાશિદ ખાન: ફ્રોમ સ્ટ્રીટ્સ ટુ સ્ટારડમ'માં કર્યો છે. આ જ પુસ્તકમાં તેણે જણાવ્યું છે કે, મને ભારતની સાથે-સાથે ઓસ્ટ્રેલિયાની નાગરિકતાની ઓફર મળી હતી. બંને દેશોએ મને તેમના માટે રમવાની ઓફર પણ આપી હતી.

ભારત-ઓસ્ટ્રેલિયાએ આપી હતી નાગરિકતાની ઓફર

અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટરના મતે તેને ભારત અને ઓસ્ટ્રેલિયા બંને તરફથી નાગરિકતા અને રમવાની ઓફર મળી હતી. પરંતુ તેણે એમ કહીને આ ઓફર ઠુકરાવી દીધી હતી કે જો હું પોતાના દેશ માટે ન રમી શકુ, તો બીજા કોઈ દેશ માટે પણ ન રમી શકું. 

રાશિદ ખાને પુસ્તકમાં જણાવ્યો આ કિસ્સો

પોતાના પુસ્તકમાં રાશિદે ઓસ્ટ્રેલિયન ઓફર વિશે તો વિગતવાર માહિતી નથી આપી. પરંતુ તેમણે ભારતીય ઓફર અંગે વિગતવાર ચર્ચા કરી છે. તેણે જણાવ્યું કે જ્યારે હું IPLમાં ગુજરાત ટાઈટન્સનો હિસ્સો હતો, ત્યારે મને ભારતીય નાગરિકતા અને ભારતીય ટીમ માટે રમવાની ઓફર મળી હતી. GTના એક અધિકારીએ મારી પાસે આવીને કહ્યું કે, 'BCCIના એક મોટા અધિકારી' તમને મળવા માંગે છે.

આ પણ વાંચો: મળી ગયો નવો સ્ટાર! 19 વર્ષના યશ પૂંજાએ IPLની ડેબ્યૂ મેચમાં લૂંટી મહેફિલ

રાશિદે આગળ જણાવ્યું કે, 'હું તેમને મળવા ગયો. તેઓએ વાત શરૂ કરી. તેમણે મને કહ્યું કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ સારી નથી, તેથી તમારે ભારતમાં આવીને સ્થાયી થઈ જવું જોઈએ. અમે તમને ભારતની નાગરિકતા આપીશું. અહીં રહો અને ક્રિકેટ રમો.' રાશિદના મતે અધિકારીએ જે કહ્યું તે સાંભળીને પહેલા તો તે ચોંકી ગયો, પરંતુ પછી તેણે સ્મિત સાથે જવાબ આપ્યો કે, 'તમારી ઓફર બદલ આભાર, પણ હું મારા દેશ અફઘાનિસ્તાન માટે રમી રહ્યો છું.'