Get The App

એક ઓવરમાં 45 રન.... છગ્ગા-ચોગ્ગાનો વરસાદ, અફઘાની બેટરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
એક ઓવરમાં 45 રન.... છગ્ગા-ચોગ્ગાનો વરસાદ, અફઘાની બેટરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ! 1 - image


ECS T10 England: ક્રિકેટ મેચમાં ઘણી વખત એવી ઘટનાઓ બની જાય છે જે હંમેશા માટે યાદગાર બની રહે છે.  જો કોઈ બેટર એક ઓવરના છ બોલ પર છ છગ્ગા ફટકારે તો પણ એક ઓવરનો સ્કોર 36 રન જ રહેશે, પરંતુ ક્યારેક કોઈ બોલરનો દિવસ ખરાબ હોય તો આવી પણ હાલત થઈ શકે. તાજેતરનું ઉદાહરણ ECS T10 ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાં જોવા મળ્યું. જેમાં અફઘાનિસ્તાનના બેટર દ્વારા એક ઓવરમાં 45 રન ફટકારીને વર્લ્ડ રેકોર્ડ સર્જી દેવાયો છે.

એક ઓવરમાં 45 રન ક્યારેય બન્યા નથી!

ECS T10 ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાં લંડન કાઉન્ટી ક્રિકેટ ટીમ અને ગિલ્ડફોર્ડ ટીમ વચ્ચે પહેલી ઓગસ્ટે મેચ રમાઈ હતી. લંડન કાઉન્ટી ક્રિકેટ ટીમ તરફથી ઓપનિંગ કરવા આવેલા ઉસ્માન ગનીએ ગિલ્ડફોર્ડના બોલર વિલ એર્નીની ઓવરમાં તબાહી મચાવી હતી. અફઘાનિસ્તાનના બેટર ઉસ્માન ગનીએ એક ઓવરમાં કુલ 45 રન ફટકાર્યા હતા. જેમાં 6+ નો બોલ, 6 ફ્રી હિટ, 4+ વાઈડ, 6, 4+ નો બોલ, 6, 0, 6, 4નો સ્કોર કર્યો હતો. એક એવરમાં ઉસ્માન ગનીએ  42 રન બનાવ્યા, જ્યારે 3 રન એક્સ્ટ્રા (2 નો બોલ અને 1 વાઈડ) હતી. આ પહેલા કોઈ પણ બેટર એક ઓવરમાં આટલા રન બનાવ્યા નથી. આ અત્યાર સુધીની ક્રિકેટ મેચમાં સૌથી મોંઘી ઓવર બની ગઈ છે. 

આ પણ વાંચો: IND vs ENGની મેચમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા: જયસ્વાલથી ડર્યો ઈંગ્લેન્ડનો કેપ્ટન! જુઓ VIDEO


ઉસ્માન ગનીની તોફાની ઇનિંગ્સ 

રેન્સ પાર્ક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી  મેચમાં લંડન કાઉન્ટી ક્રિકેટ ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 10 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઈનિંગની શરૂઆત કરવા આવેલા ઉસ્માન ગનીએ 43 બોલમાં 153 રનની અણનમ ઈનિંગ રમી. તેમણે 355.81 ના સ્ટ્રાઇક રેટથી 11 ચોગ્ગા અને 17 છગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત ઈસ્માઇલ બહરમીએ 19 બોલમાં 61 રન બનાવ્યા હતા. 227 રનના લક્ષ્યાંકના જવાબમાં ગિલ્ડફોર્ડની ટીમ ચાર વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 155 રન જ બનાવી શકી હતી. તેમનો કોઈ પણ બેટર અડધી સદી ફટકારી શક્યો નહીં. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિરામ અને આરોપ

ઉલ્લેખનીય છે કે, 29 વર્ષીય ઉસ્માન ગનીએ અફઘાનિસ્તાન માટે 17 વનડે અને 35 ટી20 મેચ રમી છે. તેણે વર્ષ 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો હતો. પરંતુ વર્ષ 2023માં તેણે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિરામ લીધો હતો. તેણે કહ્યું હતું કે 'હું ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરીશ, જ્યારે બોર્ડ પાસે યોગ્ય મેનેજમેન્ટ અને પ્રામાણિક સિલેક્શન કમિટી હશે.'

Tags :