| (IMAGE - IANS) |
Adam Gilchrist on Samson: ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એડમ ગિલક્રિસ્ટે ભારતીય બેટર સંજુ સેમસનની જબરદસ્ત પ્રશંસા કરી છે. ગિલક્રિસ્ટનું માનવું છે કે સંજુ હાલમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ T20 ઇન્ટરનેશનલ બેટર્સમાંનો એક છે. ગિલક્રિસ્ટે જણાવ્યું કે, હું વર્લ્ડ કપથી સંજુની બેટિંગ જોઈ રહ્યો છું અને જે રીતે તે જવાબદારી ઉઠાવીને ટીમ માટે મેચ ફિનિશ કરે છે તેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. ગિલક્રિસ્ટે સંજુને વ્હાઇટ બોલ ક્રિકેટનો અસાધારણ બેટર ગણાવ્યો છે.
સંજુ સેમસનનું શાનદાર ફોર્મ
સંજુ સેમસન હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. દેશને T20 વર્લ્ડ કપ જીતવાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવ્યા બાદ હવે તે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં તેણે 402 રન બનાવ્યા છે, જેમાં 2 સેન્ચુરી અને 1 ફિફ્ટીનો સમાવેશ થાય છે. ઓરેન્જ કેપની રેસમાં તે અત્યારે પાંચમા સ્થાને છે.
સંજુ સેમસનનું આઈપીએલ કરિયર
સંજુ સેમસનના આઈપીએલ કરિયર પર નજર કરીએ તો તેણે અત્યાર સુધી કુલ 186 મેચ રમી છે. જેમાં તેણે 31.91 ની સરેરાશથી 5106 રન બનાવ્યા છે. તેના નામે આઈપીએલમાં 5 સેન્ચુરી અને 27 ફિફ્ટી નોંધાયેલી છે, જેમાં 119 રન તેનો હાઈએસ્ટ સ્કોર છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય સ્તરે સંજુએ ભારત માટે 16 વનડેમાં 510 રન બનાવ્યા છે, જેમાં 1 સેન્ચુરી અને 3 ફિફ્ટી સામેલ છે. જ્યારે 62 T20 મેચોમાં તેણે 1399 રન બનાવ્યા છે, જેમાં 3 સેન્ચુરી અને 6 ફિફ્ટીનો સમાવેશ થાય છે. T20 ફોર્મેટમાં તેની આક્રમક બેટિંગ તેને વિશ્વના અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે.


