Sports

એક જ વર્ષમાં 9 વખત શૂન્ય પર આઉટ, અભિષેક શર્માના નામે નોંધાયો સૌથી શરમજનક રેકોર્ડ

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
ટીમ ઇન્ડિયાના ઓપનર અભિષેક શર્માએ આયરલેન્ડ સામેની T20I મેચમાં ગોલ્ડન ડક થતા એક શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. તે એક કેલેન્ડર વર્ષમાં 9 વખત શૂન્ય રને આઉટ થનારો સંયુક્ત રીતે ત્રીજો બેટ્સમેન બન્યો. 2026માં તેણે 15 T20I મેચોમાંથી 6માં ખાતું ખોલ્યું નથી. આ ઉપરાંત, IPL 2026માં પણ તે 3 વખત ડક થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

એક જ વર્ષમાં 9 વખત શૂન્ય પર આઉટ, અભિષેક શર્માના નામે નોંધાયો સૌથી શરમજનક રેકોર્ડ

Abhishek Sharma Unwanted Record: ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માના નામે T20 ક્રિકેટમાં એક અત્યંત શરમજનક રેકોર્ડ નોંધાયો છે. દુનિયાનો નંબર-1 T20I બેટ્સમેન અભિષેક શર્મા આયરલેન્ડ સામેની બીજી T20I મેચમાં ભારત માટે ઓપનિંગ કરવા ઉતર્યો હતો, પરંતુ મેચના પહેલા જ બોલે તે 'ગોલ્ડન ડક' (પહેલા બોલે શૂન્ય રને આઉટ) થઈને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ભારતીય મૂળના આયરિશ ફાસ્ટ બોલર જય મૂંદડાએ મેથ્યુ હોલાર્ડના હાથે કેચ કરાવીને અભિષેક શર્માને શૂન્ય રને આઉટ કર્યો હતો.
આ આઉટ થવાની સાથે જ અભિષેક શર્મા ઓવરઓલ T20 ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સંયુક્ત રીતે સૌથી વધુ 9 વખત શૂન્ય રને આઉટ થનારો બેટ્સમેન બની ગયો છે. તે ક્રિકેટ ઇતિહાસમાં આ અનિચ્છનીય સ્થાન મેળવનારા સંયુક્ત રીતે ત્રીજો બેટ્સમેન છે.
રાશિદ ખાન અને શાદાબ ખાનની બરાબરી
અભિષેક શર્મા પહેલાં માત્ર અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન અને પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાને જ ઓવરઓલ T20 ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 9 વખત ડક પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. ચાલુ વર્ષે એટલે કે 2026માં ભારત માટે રમેલી 15 T20I મેચોમાંથી 6 મેચમાં અભિષેક શર્મા પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહ્યો છે.
IPL 2026માં પણ ફ્લોપ શો
આ આંકડો માત્ર આંતરરાષ્ટ્રીય મેચો પૂરતો સીમિત નથી. અભિષેક શર્માએ IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા રમતા પણ 3 વખત શૂન્ય રને આઉટ થવાનો નબળો રેકોર્ડ બનાવ્યો હતો.
આ વર્ષે T20Iમાં અભિષેકના નામે નોંધાયેલા 6 ડક, કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા એક કેલેન્ડર વર્ષમાં કરાયેલો સૌથી ખરાબ દેખાવ છે. જોકે, એક કેલેન્ડર વર્ષમાં T20Iમાં સૌથી વધુ વખત શૂન્ય રને આઉટ થવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના સૈમ અયૂબના નામે છે, જે વર્ષ 2025માં 29 T20I મેચોમાં 7 વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. સૈમ અયૂબ સિવાય રવાંડાના બે બેટ્સમેનોએ પણ T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં 7-7 ડક બનાવ્યા છે.
નંબર-1 બેટ્સમેન તરીકેનો શાનદાર ટ્રેક રેકોર્ડ
ભલે અત્યારે તેનો સમય ખરાબ ચાલી રહ્યો હોય, પરંતુ આંકડાની દ્રષ્ટિએ અભિષેક શર્મા વિશ્વનો શ્રેષ્ઠ T20I બેટ્સમેનમાનો એક છે. ભારતીય ટીમ માટે તેનો ઓવરઓલ રેકોર્ડ અત્યંત મજબૂત છે:

  • મેચ: 48 T20I
  • કુલ રન: 1487 રન
  • એવરેજ: 33.04
  • સ્ટ્રાઈક રેટ: 191.63
  • શતક/અર્ધશતક: 2 સદી અને 10 અડધી સદી
  • ચોગ્ગા/છગ્ગા: 146 ચોગ્ગા અને 98 છગ્ગા
  • હાઈએસ્ટ સ્કોર: 135 રન

ક્રિસ ગેલ અને સૂર્યકુમારનો મહારેકોર્ડ તોડવાની તક
આ શરમજનક રેકોર્ડની વચ્ચે પણ અભિષેક શર્મા પાસે આગામી મેચમાં એક 'પ્રચંડ મહારેકોર્ડ' બનાવવાની સોનેરી તક છે. જો તે આગામી ઇનિંગ્સમાં માત્ર 2 છગ્ગા લગાવવામાં સફળ રહેશે, તો તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા પૂરા કરનારો બેટ્સમેન બની જશે. આ મામલામાં તે 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલ અને ભારતના જ સૂર્યકુમાર યાદવને પાછળ છોડીને વિશ્વમાં બીજા નંબરે આવી જશે.