Sports

IND vs NZ: શ્રેયસ અય્યરની ફિટનેસ પર આવી મોટી અપડેટ, જાણો પહેલી વનડેમાં રમશે કે નહીં?

By GS TEAM
7 Jan 20262 mins read
TukuTouch Logo
ટીમ ઈન્ડિયાના વનડે વાઇસ-કેપ્ટન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ વનડે દરમિયાન ઈજા થઈ હતી. ત્યારબાદ તેણે ઘણા દિવસો હોસ્પિટલમાં વિતાવ્યા હતા. હવે અય્યર ટીમ ઈન્ડિયામાં પાછો ફરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અય્યરને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે, ત્યારે હવે અય્યરની ફિટનેસને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. આ દરમિયાન અય્યર 11 જાન્યુઆરીના રોજ રમાનારી મેચમાં રમશે કે નહીં, આ સવાલનો જવાબ હવે મળી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs NZ: શ્રેયસ અય્યરની ફિટનેસ પર આવી મોટી અપડેટ, જાણો પહેલી વનડેમાં રમશે કે નહીં?

IND vs NZ: ટીમ ઈન્ડિયાના વનડે વાઇસ-કેપ્ટન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ વનડે દરમિયાન ઈજા થઈ હતી. ત્યારબાદ તેણે ઘણા દિવસો હોસ્પિટલમાં વિતાવ્યા હતા. હવે અય્યર ટીમ ઈન્ડિયામાં પાછો ફરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અય્યરને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે, ત્યારે હવે અય્યરની ફિટનેસને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. આ દરમિયાન અય્યર 11 જાન્યુઆરીના રોજ રમાનારી મેચમાં રમશે કે નહીં, આ સવાલનો જવાબ હવે મળી ગયો છે.

શ્રેયસ અય્યરની ફિટનેસ પર આવી મોટી અપડેટ

ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર બેટર શ્રેયસ અય્યરને હવે સેન્ટર ઓફ એક્સેલન્સમાંથી ફિટનેસ રિપોર્ટ મળી ગયો છે. આ સાથે તેનો પુનર્વસન પણ સમાપ્ત થઈ ગયો છે. મીડિયા અહેવાલ અનુસાર, સેન્ટર ઓફ એક્સેલન્સના વડા વીવીએસ લક્ષ્મણે ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને ઈમેલ કરીને આ વાતની જાણ કરી છે.

અય્યરને હવે COEની કેરમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ફિટનેસ રિપોર્ટ અનુસાર, અય્યર હવે પ્રથમ ODIમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. અય્યર 11 જાન્યુઆરીના રોજ ODI મેચમાં રમતો જોવા મળશે. અય્યરે મેદાન પર શાનદાર વાપસી કરીને પોતાને સાબિત કર્યો છે.

આ પણ વાંચો: ડાંગની દીકરીએ ગૌરવ વધાર્યું! BCCI U15 વન ડે ટુર્નામેન્ટમાં ફ્રેની ચૌધરીની પસંદગી, SDCAએ આપી શુભેચ્છા

6 જાન્યુઆરીએ શ્રેયસ અય્યર મુંબઈ ક્રિકેટ ટીમ માટે વિજય હજારે ટ્રોપી 2025-26માં રમ્યો હતો. જ્યાં અય્યર શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, અય્યર હવે તેના જૂના ફોર્મમાં મેદાનમાં કમબેક કરવા માટે તૈયાર છે. 

આ 3 વનડે મેચ બાદ અય્યર હવે ભારતીય ટીમ માટે IPL 2026 પછી રમતો જોવા મળશે. જોકે, હાલ અય્યર ટીમ ઈન્ડિયા માટે વનડે ફોર્મેટમાં જ રમતો દેખાશે. તેવામાં અય્યર માટે ન્યુઝીલેન્ડ સામે વનડે સીરિઝ અતિ મહત્ત્વની માનવામાં આવે છે.