Get The App

50 ઓવરની મેચ પણ 5 જ બોલમાં ટાર્ગેટ પૂરો! કૅપ્ટન યુવરાજે 500ના સ્ટ્રાઇક રેટથી કરી બેટિંગ

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
50 ઓવરની મેચ પણ 5 જ બોલમાં ટાર્ગેટ પૂરો! કૅપ્ટન યુવરાજે 500ના સ્ટ્રાઇક રેટથી કરી બેટિંગ 1 - image

Image Source: instagram/officialcricketcanada

Unique Cricket Records: પરમવીર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ગ્રાઉન્ડ 2મા આર્જેન્ટિનાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરી, પણ 19.4 ઓવરમાં 23 રન બનાવી તેના બધા જ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. જણાવી દઈએકે આર્જેન્ટિના આ મેચમાં 50 રન પણ ન બનાવી શકી. એટલું જ નહીં ટીમના 7 ખેલાડીઓએ તો રન બનાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. અને 7 રન તો એકસ્ટ્રા મળ્યા હતા. કેનેડાના ફાસ્ટબોલર જગમનદીપ પોલે ખૂબ જ સારી બોલિંગ કરી 5 ઓવરમાં માત્ર 7 રન આપી 6 વિકેટ ઝડપી હતી, જેમાં બે મેડન ઓવર પણ હતી. કેનેડાના બાકી બોલરોએ 20 ઓવરની અંદર જ ઓલઆઉટ કરી ઇનિંગ પૂર્ણ કરી હતી. 

આ પણ વાંચો : કોહલી અને રોહિતનું ઈન્ટરનેશનલ કરિયર ખતમ? પૂર્વ ક્રિકેટરે કહ્યું- બંનેએ નિવૃત્તિ જ ખોટા ફોર્મેટમાંથી લીધી

માત્ર 5 જ બોલમાં મેચ જીતી લીધી 

24 રનના ટાર્ગેટનો પીછો કરતી કેનેડાની ટીમે મેચ જીતવા માટે જરા પણ સમય ન લીધો. ટીમના ઓપનિંગ બેટ્સમેન અને કૅપ્ટન યુવરાજ સામરાએ વગર કોઈ વિકેટના નુકસાને 10 વિકેટથી મેચ જિતાડી હતી. માત્ર 5 જ બોલમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઘર્મ પટેલે ઇનિંગના પહેલા બોલમાં એક રન લીધો, ત્યારબાદ યુવરાજ સમરાએ ફ્રાંજ બૂરના ચાર બોલ પર જબડાતોડ શૉટ ફટકાર્યા હતા. જેમાં તેણે બે ફોર અને બે સિક્સ ફટકારી હતી. બૂરે છેલ્લી ઓવરમાં ત્રણ વાઇડ બોલ પણ ફેંકી, જેનાથી કેનેડાએ માત્ર 5 બોલમાં જ મેચ જીતી લીધી. યુવરાજે 500ની સ્ટ્રાઇક રેટે બેટિંગ કરી ચાર બોલમાં 20 રન બનાવી નોટઆઉટ રહ્યો. 

મજબૂત સ્થિતિમાં કેનડા

કેનેડાની ટીમે આ જીત સાથે અટલાન્ટામાં આયોજિત અમેરિકા ક્વોલિફાયરમાં મજબૂત સ્થિતિમાં છે. ટુર્નામેન્ટમાં આર્જેન્ટીના, બર્મુડા, કેનેડા અને અમેરિકાની ટીમ સામેલ છે, જ્યાં દરેક ટીમ ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સાથે બે-બે વાર રમશે. ટોચ પર રહેનારી ટીમ 2026 ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પુરુષ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં અમેરિકા વિસ્તારનું એકમાત્ર સ્થાન પાક્કું કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પુરુષ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વચ્ચે નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં રમાવાની છે, જેમાં 16 ટીમો 5 જગ્યાએ મેચ રમશે. પ્રારંભિક સ્ટેજ માટે ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. ત્યારબાદ સુપર સિક્સ, સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.


Tags :