Harsh Dubey Creates History: IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવીને સીઝનની ચોથી જીત મેળવી છે. આ મેચમાં બેટિંગમાં અભિષેક શર્મા (135 રન) ચમક્યો હતો, પરંતુ બોલિંગમાં 23 વર્ષના સ્પિનર હર્ષ દુબેએ છેલ્લી ઓવરમાં 3 વિકેટ ઝડપીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.
Always knew about his finishing touch 🖌️🤩 pic.twitter.com/qvGCpvOpmR
— SunRisers Hyderabad (@SunRisers) April 21, 2026
5મો સ્પિનર: જેણે આ સિદ્ધિ મેળવી
IPL ઈતિહાસમાં હર્ષ દુબે પારીની છેલ્લી એટલે કે 20મી ઓવરમાં 3 વિકેટ ઝડપનારો માત્ર 5મો સ્પિનર બન્યો છે.
અમિત મિશ્રા (2008): ડેક્કન ચાર્જર્સ સામે
એડમ ઝામ્પા (2016): સનરાઇઝર્સ હૈદરાબાદ સામે
રાહુલ તેવટિયા (2018): KKR સામે
કૃણાલ પંડ્યા (2025): RCB સામે
હર્ષ દુબે (2026): દિલ્હી કેપિટલ્સ સામે
કોણ છે હર્ષ દુબે?
તે ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભ માટે રમે છે. 2024-25ના રણજી ટ્રોફી સીઝનમાં તેણે 69 વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો હતો, જે કોઈ એક સીઝનમાં કોઈ પણ બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે.
તેને IPL 2025 માં રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે SRH એ ટીમમાં સામેલ કર્યો હતો. અત્યાર સુધીની 9 મેચમાં તેણે 13 વિકેટ ઝડપી છે. દિલ્હી સામે 2 ઓવરમાં માત્ર 12 રન આપી 3 વિકેટ લેવી એ તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
દિલ્હી સામે હૈદરાબાદનો ભવ્ય વિજય
હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 242 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દિલ્હીની ટીમ 19 ઓવર સુધીમાં જ હાર માની ચુકી હતી. છેલ્લી ઓવરમાં જ્યારે 51 રનની જરૂર હતી, ત્યારે હર્ષ દુબેએ અક્ષર પટેલ, સમીર રિઝવી અને લુંગી એન્ગીડીને આઉટ કરીને દિલ્હીની પારી સમેટી લીધી હતી.


