Get The App

6,0,6,6,4,6... હાર્દિક પંડ્યાએ ફરી તોફાન મચાવ્યું, એક ઓવરમાં ફટકાર્યા 28 રન, જુઓ VIDEO

Updated: Nov 29th, 2024

GS TEAM

Google News
Google News
6,0,6,6,4,6... હાર્દિક પંડ્યાએ ફરી તોફાન મચાવ્યું, એક ઓવરમાં ફટકાર્યા 28 રન, જુઓ VIDEO 1 - image


Image: Facebook

Syed Mushtaq Ali Trophy: હાર્દિક પંડ્યા અત્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લઈ રહ્યો છે. વડોદરા તરફથી હાર્દિકનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. હાર્દિક સતત કમાલની ઇનિંગ રમી રહ્યો છે. 29 નવેમ્બરે ત્રિપુરા વિરુદ્ધ તેણે માહોલ જમાવ્યો અને 200થી વધુ સ્ટ્રાઇક રેટની સાથે રન બનાવીને વડોદરાને મેચ જીતાડી દીધી. 

હાર્દિક પંડ્યાનું શ્રેષ્ઠ પ્રદર્શન

હાર્દિક પંડ્યા લાંબા સમય બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી રહ્યો છે. જોકે આ સિઝનમાં આ ખેલાડીએ કમાલ કરી દીધી. તેણે 23 બોલમાં 47 રનની ઇનિંગ રમી. આ દરમિયાન વિસ્ફોટક ઓલરાઉન્ડે 3 ચોગ્ગા અને 5 સિક્સર પોતાના નામે કરી. પંડ્યાનો સ્ટ્રાઇક રેટ આ દરમિયાન 204.35નો રહ્યો.

વડોદરાએ 11.2 ઓવરમાં ખતમ કરી મેચ

આ મેચમાં ત્રિપુરાએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 109/9 રન બનાવ્યા હતા. મંદીપ સિંહે 40 બોલમાં 50 રનની ઇનિંગ રમી. આ સિવાય કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. લક્ષ્યનો પીછો કરતાં વડોદરાએ કમાલ કરી દીધું અને 52 બોલ બાકી રહેતાં જ મેચ પોતાના નામે કરી લીધી. વડોદરા તરફથી સલામી બેટ્સમેન મિથલેશ પાલે 24 બોલમાં 37 રનની ઇનિંગ રમી. આ સિવાય હાર્દિક પંડ્યાએ તાબડતોડ 47 રન બનાવ્યા. જેના કારણે વડોદરાએ 7 વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી. વડોદરાની અધ્યક્ષતા કૃણાલ પંડ્યા કરી રહ્યો છે. તેની કૅપ્ટનશિપમાં વડોદરા શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે.

આ પણ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ખેલાડીઓને કેટલી મળે છે સેલેરી? 3 ખેલાડી IPLમાં 15 કરોડથી ઓછું કમાશે

સતત ચોથી તોફાની ઇનિંગ

હાર્દિકે તાજેતરમાં જ ભારત માટે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમેલી સિરીઝમાં કમાલની બેટિંગ કરી હતી. આ દરમિયાન જમણા હાથના ખેલાડીએ ઘણા અદ્ભુત શોટ પણ રમ્યા હતા. ગુજરાત સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હાર્દિકે 74 રન બનાવ્યા હતા. આ સિવાય ઉત્તરાખંડ વિરુદ્ધ તેણે 41 રનની ઇનિંગ રમી. તમિલનાડુ વિરુદ્ધ હાર્દિકે 69 રન બનાવ્યા હતા. હાર્દિક ઘરેલું ક્રિકેટમાં કમાલનું પ્રદર્શન કરીને પોતાની તૈયારીઓને આઇપીએલ 2025 માટે પૂર્ણ કરવા માગે છે.

Tags :