Get The App

વન-ડેમાં સૌથી વધુ નર્વસ નાઈન્ટીઝના શિકાર બેટર્સ, ટીમ ઈન્ડિયાના માસ્ટર બ્લાસ્ટર સચિન યાદીમાં ટોચે

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
વન-ડેમાં સૌથી વધુ નર્વસ નાઈન્ટીઝના શિકાર બેટર્સ, ટીમ ઈન્ડિયાના માસ્ટર બ્લાસ્ટર સચિન યાદીમાં ટોચે 1 - image


5 Batsmen who Suffer The Most Nervous Nineties in ODI: ક્રિકેટના મેદાન પર દરેક બેટ્સમેનનું લક્ષ્ય શક્ય તેટલી મોટી ઈનિંગ્સ રમવાનું હોય છે. તેઓ શક્ય તેટલી વધુ મેચોમાં સદી, બેવડી સદી અથવા ત્રેવડી સદી ફટકારવા ઈચ્છતા હોય છે. પરંતુ ક્યારેક-ક્યારેક ખેલાડીઓ સાથે એવું થાય છે કે, તેઓ નર્વસ નાઈન્ટીઝનો શિકાર બની જાય છે. તો આજે આપણે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ નર્વસ નાઈન્ટીઝનો શિકાર બનનારા પાંચ ખેલાડીઓ અંગે જાણીશું. સચિન તેંડુલકર અહીં પણ ટોપ પર છે, જે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી પણ છે. સચિન તેંડુલકરની વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદીની સંખ્યા 60 થી વધુ હોત, પરંતુ તે એક ડઝનથી વધુ વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે.  

નર્વસ નાઈન્ટીઝના નંબર વન શિકાર

સચિન તેંડુલકર વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત 90 કે 99 રનની વચ્ચે આઉટ થયો અથવા અણનમ રહ્યો છે. સચિન તેંડુલકર 18 વખત વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ચૂકી ગયો છે.

કેન વિલિયમસન

ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનના નામે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 9 વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બનવાનો રેકોર્ડ છે. તેમાં 90 થી 99 રનની વચ્ચે આઉટ થવાનું અથવા અણનમ રહેવાના આંકડા સામેલ છે. 

ગ્રાન્ટ ફ્લાવર

ઝિમ્બાબ્વેના ગ્રાન્ટ ફ્લાવરના નામે પણ 9 નર્વસ નાઈન્ટીઝ છે. તેની પણ નવ સદીઓ આઉટ થવાને કારણે અથવા ઈનિંગ્સ સમાપ્ત થવાને કારણે પૂર્ણ નથી થઈ શકી.

નાથન એસ્લે

ન્યુઝીલેન્ડના નાથન એસ્લે પણ 9 વખત પોતાની સદી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફટકારવાથી ચૂકી ગયો છે. તે કાં તો 90 થી 99 ની વચ્ચે આઉટ થયો અથવા અણનમ પાછો ફર્યો.

આ પણ વાંચો: હવે ટીમ ઈન્ડિયાના ધૂરંધર ખેલાડીને કેપ્ટન બનવાની ઇચ્છા જાગી, કહ્યું - 'એક દિવસ હું પણ...'

અરવિંદા ડી સિલ્વા

શ્રીલંકાના અરવિંદા ડી સિલ્વાના નામે પણ નવ નર્વસ નાઈન્ટીઝ છે. તે પણ નવ સદી ચૂકી ગયો છે. તે સાત વખત નર્વસ નાઈન્ટીઝ પર આઉટ થયો હતો, અને બે વાર ઈનિંગ્સ સમાપ્ત થઈ ગઈ હતી.

Tags :