Get The App

14 વર્ષના વૈભવની ફરી શાનદાર બેટિંગ, એક પણ સિંગલ દોડ્યા વિના બનાવ્યા 40 રન

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
14 વર્ષના વૈભવની ફરી શાનદાર બેટિંગ, એક પણ સિંગલ દોડ્યા વિના   બનાવ્યા 40 રન 1 - image


Rajasthan Royals vs Punjab Kings: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના મેચ નંબર-59 માં રવિવારે રાજસ્થાન રોયલ્સ (RR) નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) સામે થયો.  મેચમાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો, જેમાં રાજસ્થાનને 220 રનનો ટારગેટ આપ્યો હતો. તેના જવાબમાં જ્યારે રાજસ્થાનની ટીમ બહાર આવી ત્યારે યશસ્વી જયસ્વાલ અને 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો તોફાની બેટિંગમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: એક સમયે ગુજરાત માટે રમનારો સ્મિત પટેલ અમેરિકામાં ચમક્યો, 152 રન ફટકારી અપાવી શાનદાર જીત

વૈભવની ધમાકેદાર બેટિંગ

આ IPLના સદી બનાવનાર વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં 40 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ ઇનિંગની ખાસ વાત એ હતી કે, વૈભવે એક પણ સિંગલ કે ડબલ લીધો ન હતો. પરંતુ તેણે બધા રન છગ્ગા અને ચોગ્ગા ફટકારીને બનાવ્યા હતા. વૈભવે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને લગભગ 267 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા.

રાજસ્થાનની તોફાની શરૂઆત

આ મેચમાં RR એ માત્ર 2.5 ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો. આ સિઝનમાં કોઈપણ ટીમ દ્વારા આ શ્રેષ્ઠ શરૂઆત છે. ૨૦૨૩ માં ઇડન ગાર્ડન્સ ખાતે KKR સામે 2.4 ઓવરમાં ફટકારેલી ફિફ્ટી પછી સમગ્ર IPLમાં RR માટે આ બીજી સૌથી ઝડપી ટીમ ફિફ્ટી છે.

તમને જણાવી દઈએ કે, વર્તમાન IPL સીઝનમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી અને તેઓ 12 માંથી 9 મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.

આ પણ વાંચો: કોહલીનો ‘વિરાટ’ રેકોર્ડ તોડવાની તૈયારીમાં K L રાહુલ, બસ 33 રનની જરૂર

રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ 11

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, વાનિન્દુ હસરાંગા, ક્વેના મ્ફાકા, તુષાર દેશપાંડે, આકાશ માધવાલ, ફઝલહક ફારૂકી.

પંજાબ કિંગ્સ પ્લેઇંગ-11 

પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, નેહલ વાઢેરા, મિશેલ ઓવેન, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

Tags :