હીરણ્યાક્ષી અને હિરણ્ય કશ્યપ એટલાંટિસના સમ્રાટો હતા ? બલિ કોણ હતો ? ભગવાન વામન કોણ હતા?

- દીપોત્સવીને 'એટલાંટિસ' સાથે શો સંબંધ છે ?
- ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપનો નાશ કર્યો. પ્રહલાદને બચાવી લીધો. પરંતુ તેના પુત્ર બલિએ પૂર્વજોનું વેર વાળવા આક્રમણ કર્યું, ત્યારે ભગવાન વામને બલિને પરાજિત કર્યો.
- ભારતીય પુરાણોમાં પણ સપ્તપાતાલ પૈકી એક અતલાન્તલ પાતાળ છે. તેવા ઉલ્લેખો જોવા મળે છે. ત્યાં સુવર્ણ પુષ્કળ છે. તેના સમ્રાટોનાં નામ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ તેવાં નામ પણ પુરાણોમાં જોવા મળે છે. હિરણ્ય એટલે જ સોનું.
બ ર્થોલ્ડ ફોન તિબ્હુર નામક ઇતિહાસકારે લખ્યું છે ? લોકગીતો લોકકથાઓ પુરાણકથાો, તો કોઈ વાર દંતકથાઓમાં પણ ઇતિહાસનું તત્ત્વ રહેલું હોય છે. જરૂર છે માત્ર તેની ઉપરનાં ભક્તિનાં, ભાવનાઓનાં આવરણો દૂર કરવાની.
એડમન્ડ બર્કે લખ્યું છે ઃ 'સમુદ્રમાં તરતાં લાકડાંઓના ટુકડાઓની જેમ ઐતિહાસિક તથ્યો અહીં તહીં તરતાં જોવા મળે છે. ઇતિહાસકારનું કાર્ય તે સર્વેને એક સૂત્રે બાંધવાનું છે.'
બ્રિટિશ ઇતિહાસકાર કોલિંગવૂડે લખ્યું છે કે ઐતિહાસિક તથ્યો ઉપરથી ઇતિહાસકારે એક હાઈપોથિસિસ ડેવલપ કરવી જોઇએ, પરંતુ તે પોઝિટિવ એપ્રોચથી રચવી જોઇએ એટલે કે આમ ન બની શકે તેમ ન વિચારતાં 'આમ બની પણ શકે, તેમ વિચારવું જોઇએ.'
આપણે એટલાંટિસ મહાદ્વિપની વાત લઇએ જે ઉપરથી તો એક મહાસાગરનું નામ જ એટલાંટિક પડયું. આ એટલાંટિસ ઑશન શબ્દ જ દર્શાવે છે કે જિબ્રાલ્ટરની સમુદ્રધૂતિ અને ગલ્ફ ઑફ મેક્ષિકો વચ્ચેના વિશાળ જળવિસ્તારમાં કોઈ વિશાળ ટાપુ હોવો જોઇએ.
પુરા પ્રાચીન યુગમાં યુરોપ અને આફ્રિકાને જુદી પાડતી ભૂશિરોને પીલર્સ ઓફ હરક્યુલસ કહેવામાં આવતી હતી. તેની પશ્ચિમે એક વિશાળ દેશ (ટાપુ) રહેલો છે. તે સોનાની ભૂમિ છે. તેવી લાકોહિત, ઇજીપ્ત, ગ્રીસ, ઇટાલી-રોમન સામ્રાજ્ય અને તેના ભાગરૂપે રહેવાં ગોલ (ફ્રાંસ) તથા હીસ્પાનિયા (સ્પેન) તેમ જ દક્ષિણ તટે રહેલાં હાર્થજનાં સામ્રાજ્યમાં પ્રવર્તતી હતી.
ભારતીય પુરાણોમાં પણ સપ્તપાતાલ પૈકી એક અતલાન્તલ પાતાળ છે. તેવા ઉલ્લેખો જોવા મળે છે. ત્યાં સુવર્ણ પુષ્કળ છે. તેના સમ્રાટોનાં નામ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ તેવાં નામ પણ પુરાણોમાં જોવા મળે છે. હિરણ્ય એટલે જ સોનું તે ભૂમિમાં હિરણ્ય અઢળક છે. તેવી પણ પુરાણકથા છે.
જુઓ પશ્ચિમની એન પૂર્વની (ભારતની) પુરાણ કથાઓમાં કેટલું સામ્ય છે ? ભારતીય પુરાણ કથા પ્રમાણે ભગવાન વિષ્ણુઓ વરાહરૂપે અવતાર લઇ પૃથ્વીને મહાપ્રલયમાંથી ઉગારી અને હિરણ્યક્ષનો પણ વધ કર્યો. તે પછી પ્રચંડ દેહધારી નૃસિંહ અવતારરૂપે ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપનો નાશ કર્યો. તેના પુત્ર પ્રહલાદને બચાવી લીધો. પરંતુ તેના પુત્ર બલિએ પોતાના પૂર્વજોનું વેર વાળવા ભારત ઉપર જ આક્રમણ કર્યું, ત્યારે પ્રમાણમાં ઘણી ઓછી ઊંચાઈ ધરાવતા હોવા છતાં ભગવાન વામને બલિને પરાજિત કર્યો. (ભગવાને ત્યારે પ્રબળ આર્ય સેનાનું નેતૃત્વ બધું હતું) બલિને પાતાળમાં ધકેલી દીધો.
પાતાળ એટલો ધી ડાઉન અંડર એટલે કે ભારત (તે યુગમાં અખંડ ભારત) જેટલા પૂર્વ રેખાંશ ૬૦ ડીગ્રી થી ૧૦૦ ડીગ્રી અને ઉત્તર અક્ષાંશ (૮ ડીગ્રીથી ૩૨ ડીગ્રી) વચ્ચે આવેલું છે. લગભગ તેટલા જ પશ્ચિમ રેખાંશ અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે પેરૂ અને દક્ષિણ પેસિફિકના ટાપુઓ આવેલા છે. ત્યાં બલિના વંશજોએ અદ્ભૂત મય સંસ્કૃતિ રચી.
તમોને જાણીને આશ્ચર્ય થશે કે શૂન્યનું જ્ઞાાન ભારતના આર્યો સિવાય પેરૂના મયાઝને હતું. તે ઉપરાંત દક્ષિણ મૈક્ષિકોમાં ઇન્કા અને હોન્ડરાસમાં એઝેક્ટ સંસ્કૃતિઓ વિકસી પરંતુ તે સર્વને ભારતીય આર્યો મયા જ કહેતા.
પુરાણોમાં મય દાનવની વાત છે કે તે અદ્ભુત શિલ્પી અને સ્થપતિ હતો. તેમ કહેવાયું છે જે સત્ય પણ છે. મેક્સિકોમાં પિરામિડ તેની સાક્ષી પૂરે છે. આ પિરામિડની રચના ઉપરથી સહજ અનુમાન થઇ શકે કે તે સંસ્કૃતિને ઇજીપ્ત સાથે સંબંધ હશે.
આમ છતાં મયાને દાનવ કેમ કહેવાયા ? તો તેનું કારણ તે હોઈ શકે કે તેઓ દેવતાઓને ખુશ કરવા નરબલી આપતા અને તેનું માંસ પ્રસાદી તરીકે લેતા. તે તો ઐતિહાસિક સત્ય છે.
ભગવાને બલિને પાતાળમાં ચાંપ્યો અને ભારતની સંસ્કૃતિને બચાવી લીધી તેનાં સ્મરણમાં તે દિવસે (અશ્વિન કરુણ અમાવાસ્યાના દિવસે) ભારત ઉપરથી ભય દૂર થતાં ધીરે ધીરે દીપમાળા પ્રકટાવવામાં આવી તે પરંપરા આજે પણ ચાલુ છે.
પુરાણકથા તો સ્પષ્ટ કરે છે દીપોત્સવી બલીના પરાજયના સ્મરણમાં ઉજવાય છે, તો અન્ય કથા તેવી પણ છે કે ભગવાને વામન સ્વરૂપે બે પગલાં ભર્યાં તેમાં સ્વર્ગ મૃત્યુ લોક આવરી લીધાં. ત્રીજું પગલું બલિએ પોતાનાં મસ્તક ઉપર લીધું બધું નિછાવર કરી દીધું. પૃથ્વી દાનમાં આપી તેથી તો સર્વશ્રેષ્ઠ દાન તે બલિદાન કહેવાય છે.
- દિનેશ દેસાઈ




