Get The App

રહસ્યમયકાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

- બુધવાર 15 જુલાઈ થી મંગળવાર 21 જુલાઈ સુધી

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News
રહસ્યમયકાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય 1 - image


* કોવિદ ૧૯:

* કોવિદ ૧૯ - કોરોના વાયરસ ૨૦૨૦ની શરૂઆતથી સમગ્ર વિશ્વમાં ફેલાયો અને અસરગ્રસ્ત લોકો સારવાર દરમ્યાન સાજા પણ થયા અને મૃત્યુ પણ પામ્યા. મૃત્યુનો આંક વધતો ગયો તથા કોરોના વાયરસની વેકસીન અને દવા ના હોઇ લોકડાઉન સહિતના વિવિધ પગલાંઓ સરકાર દ્વારા લોકહિતને ધ્યાનમાં લઇ લેવામાં આવ્યા. જ્યોતિષની દ્રષ્ટિએ જે કોઇ વ્યક્તિની જન્મકુંડળીમાં હાલમાં મૃત્યુયોગ હોય, આકસ્મિક મૃત્યુ યોગ હોય તેઓને અસર થયેલી કેટલીક કુંડળીઓના અભ્યાસ દ્વારા જોવામાં આવ્યું. મૃત્યુયોગ ચાલી રહ્યો હોય તેઓનું કોરોના સિવાય પણ કુદરતી રીતે મૃત્યુ થવાનું નિશ્ચિત હોય પરંતુ જેઓની કુંડળીમાં અચાનક- આકસ્મિક મૃત્યુનો યોગ હોય તેઓને કોરોના વાયરસની અસર થયેલી જોવા મળે. સાવચેતીના પગલાંરૂપે દરેક વ્યક્તિઓએ સાવધાની રાખવાની છે પરંતુ કોરોનાની અસર થાય ત્યારે ભય પામવાની / ગભરાઇ જવાની જરૂર નથી. જેની કુંડળીમાં આકસ્મિક પીડાનો યોગ હોય તેઓ અસરગ્રસ્ત થઇ શકે પરંતુ સારવાર દ્વારા સુરક્ષિત રહી શકે છે.   - ઇન્દ્ર મંત્રી

મેષ (અ. લ. ઇ. )

The Hangedman - ધ હેંગમેન ૧૨ નંબરનું કાર્ડ તમે હાલ શું કરવા ઇચ્છો છો તેની દ્વિધામાં કોઇ નિર્ણય ના લઇ રહ્યા હોવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો અને કોઇ મૂંઝવણ અનુભવી રહ્યા હશો તેનો ઉકેલ પ્રાપ્ત થશે. તા. ૧૫, ૧૮, ૧૯ શુભ.

વૃષભ (બ. વ. ઉ.)

The Emperor - ધ એમ્પરર ૪ નંબરનું કાર્ડ તમારા કાર્યોની સફળતા માટે પૂર્વ નિર્ધારીત આયોજન કરવું અનિવાર્ય હોવાનું સૂચવી જાય છે.  સ્વ પ્રયત્નો દ્વારા સરળતાથી તમારા કાર્યો કરી શકશો. કૌટુંબિક બાબતો અગત્યની બનવા પામશે. તા. ૧૬, ૧૭, ૨૧ શુભ.

મિથુન (ક. છ. ઘ.)

The Empress - ધ એમ્પ્રેસ ૩ નંબરનું કાર્ડ તમારા મનમાં વિવિધ વિચારો નવાં કાર્યો કરવા ચાલી રહ્યા હોવાનું અને કોઈ નિર્ણયાત્મક પરિસ્થિતિ પર ન આવી રહ્યા હોવાનું સૂચવી જાય છે. કોઇ અગત્યનો નિર્ણય લેવામાં દ્વિધા રહેશે. નાણાંકીય દ્રષ્ટિએ સામાન્ય લાભ મેળવી શકાશે. તા. ૧૫, ૧૮, ૧૯ શુભ.

કર્ક (ડ. હ.)

The Hierophant - ધ એરોફન્ટ ૫ નંબરનું કાર્ડ તમે કોઇ વ્યક્તિને ચાલુ સપ્તાહ દરમ્યાન મદદરૂપ થઇ શકવાનું સૂચવી જાય છે. સામાજીક કાર્યો સાથે સંકળાયેલી વ્યક્તિઓનું બહુમાન થશે. વડિલ વ્યક્તિઓ સાથે અગત્યની ચર્ચા-વિચારણા કરી શકશો. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૧૫, ૧૬, ૧૭, ૨૧ શુભ.

સિંહ (મ. ટ.)

The World - ધ વર્લ્ડ ૨૧ નંબરનું કાર્ડ હાલમાં તમારી સમસ્યાઓનો ઊકેલ મેળવી રાહત અનુભવી શકવાનું સૂચવી જાય છે. તમારા વ્યવસાય ક્ષેત્રે ઊદ્ભવેલી મુશ્કેલીઓનું નિરાકરણ આવશે. આરોગ્ય અંગે કોઇ તકલીફ અનુભવી રહ્યા હશો તેમાં રાહત જણાશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ શુભ.

કન્યા (પ. ઠ. ણ.) 

The High Priestess - ધ હાઇપ્રિસ્ટેસ ૨ નંબરનું કાર્ડ તમે જે કોઈ કાર્યો અંગે હાલમાં નિર્ણય લેવા ઇચ્છતા હો તે તમારી પસંદગી પ્રમાણેના લઇ શકવાનું સૂચવી જાય છે. વર્તમાન સમય શુભ ભાગ્ય પરિવર્તનદાયક હોઇ નક્કી કરેલા ધ્યેયમાં આગળ વધી શકાશે. કુટુંબમાં શુભ પ્રસંગની ઊજવણી અંગે નિર્ણય લેવાનો આવશે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧ શુભ.

તુલા (ર. ત.) 

Temperance  - ટેમ્પેરન્સ ૧૪ નંબરનું કાર્ડ ખૂબ જ વિચારપૂર્વક વર્તમાન સમય દરમ્યાન તમે જે કાંઈ કરવા ઇચ્છી રહ્યા હો તે માટે નિર્ણય લેવા સૂચવી જાય છે. વારસાગત પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવવું લાભદાયક બનશે. નાણાંકીય બાબતો નોંધપાત્ર બનશે. સ્વજનોનો સહકાર મેળવી શકશો. તા. ૧૫, ૨૦, ૨૧ શુભ.

વૃશ્ચિક (ન. ય.)

Death  - ડેથ ૧૩ નંબરનું કાર્ડ ન જેવી બાબતમાં કોઇની પણ સાથે મતભેદ ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. હાલમાં જે કાર્યો તમે કરી રહ્યા હશો તે ટુંક સમયમાં પૂરા થઇ શકશે. ધંધાકીય બાબતો સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે નવાં ફેરફારો આવશે. ટુંકી મુસાફરીનો યોગ ઊદ્ભવશે. તા. ૧૫, ૧૬, ૧૭ શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.)

The Star - ધ સ્ટાર ૧૭ નંબરનું કાર્ડ તમારી મુશ્કેલીઓમાં રાહત ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. તમે હાલમાં નવું પરિવર્તન કરવા ઇચ્છી રહ્યા હશો તે થઇ શકશે. આરોગ્ય અંગે કોઇ તકલીફ અનુભવી રહ્યા હશો તેમાં રાહત જણાશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ શુભ.

મકર (ખ. જ.)

The Chariot - ધ શૅરીઓટ ૭ નંબરનું કાર્ડ તમારા દ્રઢ સંકલ્પ દ્વારા નક્કી કરેલા કાર્યો કરવા આગળ વધી શકવાનું સૂચવી જાય છે. નવું સાહસ થશે. એકાદ પડકાર સમાન કાર્યને સફળ બનાવવા પ્રયત્નશીલ બનશો. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થશે. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. તા.  ૧૮, ૧૯, ૨૦, ૨૧ શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.)

The Tower - ધ ટાવર ૧૬ નંબરનું કાર્ડ વર્તમાન સંજોગોને આધીન તમારા વિચારોમાં પરિવર્તન લાવવાથી તમારો ઉત્સાહ વધી શકવાનું સૂચવી જાય છે. કોઇ કાર્યને માટે જીદ લઇને બેસી રહેવામાં નુકશાન થશે. કોઇ કાર્યમાં વિલંબ થઇ રહ્યો હોય તેને હાલ પૂરતુ બાજુ પર મૂકવામાં ફાયદો થશે. તા. ૧૫, ૨૦, ૨૧ શુભ.

મીન (દ. ચ. ઝ. થ.)

Strength  - સ્ટ્રેન્થ ૧૧ નંબરનું કાર્ડ તમારા ઊતાવળિયા નિર્ણયો કોઇપણ કાર્ય માટે નુકશાનકારક પૂરવાર થવાનું સૂચવી જાય છે. સંતાનોના પ્રશ્નોમાં બેદરકાર ન રહેવું અને ખૂબજ ધીરજપૂર્વક તેઓની કારકિર્દી અભ્યાસ કે વિવાહ-લગ્નને લગતા નિર્ણયો લેવા. તમારો વધુ પડતો આત્મવિશ્વાસ ચાલુ સપ્તાહ દરમ્યાન મુશ્કેલી ઊભી કરી શકશે. તા. ૧૬, ૧૭ શુભ.

Tags :