આવી રહી છે મેલેરિયાની રસી...

- ડિસ્કવરી : ડો. વિહારી છાયા
- મેલેરિયા આટલો વ્યાપક હોવા છતાં અને વૈજ્ઞાાનિકો દાયકાઓથી મથતા હોવા છતાં તેની રસી આજ સુધી શોધી શકાઈ નથી !
૬ નવેમ્બર, ૧૮૮૦ના રોજ ચાર્લ્સ આલ્ફોન્ઝે લાવેરાએ કોન્સ્ટેન્ટાઇનની લશ્કરી હોસ્પિટલમાં માનવજાતના મહાશત્રુ મલેરિયાના 'પૅરેસાઇટ' એટલે કે પરોપજીવીને શોધ્યા હતા. હજુ માનવજાતનું યુદ્ધ મલેરિયાના પરોપજીવી સામે ચાલુ જ છે. હવે તેને ખૂંખાર રૂપ ધારણ કર્યું છે અને એવું લાગે છે કે માનવી ટૂંક સમયમાં આ લડાઈ જીતી જશે. આ લડાઈ ઘણા મોરચે ચાલી રહી છે. મલેરિયાનો ફેલાવો અટકાવવા જી. એમ. મેલેરિયા, મલેરિયા લાગુ પડતો અટકાવવા મલેરિયા વિરોધી રસી અને મલેરિયા થયો હોય તો તેને મટાડવા માટેની અસરકારક દવા આ યુદ્ધના મુખ્ય વ્યૂહ છે.
મલેરિયા મચ્છરથી ફેલાતો રોગ છે તે આપણે સૌ જાણીએ છીએ. મલેરિયાનો મચ્છર માણસ જાતનો મહા શત્રુ છે. આપણા દેશમાં ભાગ્યે જ કોઈક વ્યક્તિ મળે જે મચ્છરનો શિકાર ન બની હોય અને મલેરિયાનો ભોગ ન બની હોય. મચ્છરનો ગણગણાટ આપણને ચેન લેવા દેતો નથી. મચ્છરના ચટકા આપણને ભર ઊંઘમાંથી જગાડી દે છે. આપણા શરીરના ખુલ્લા ભાગ પર બેસી ટેસથી આપણું લોહી ચૂસે છે. પરંતુ આ બધી તકલીફો આપણે સહી લઈએ. પણ મચ્છર લોહી ચૂસતી વખતે મલેરિયાના રોગાણુઓ (મેલેરિયલ પેરાસાઈટ્સ)ને એક 'ઈન્જેક્શન'ની જેમ દાખલ કરે છે. આપણે જેને ટાઢિયા તાવથી વર્ષોથી ઓળખીએ છે તે મલેરિયાનો આપણે ભોગ બનીએ છીએ. દુનિયાભરમાં દર વર્ષે લાખો લોકો મલેરિયાને કારણે મૃત્યુ પામે છે. દર વર્ષે લાખો લોકો તેનાથી પથારીવશ થાય છે. ભારતમાં પણ મલેરિયા જન આરોગ્યની સૌથી મોટી સમસ્યા છે.
વૈશ્વિક સ્તરે, તાજેતરના વર્ષોમાં દર વર્ષે આશરે ૨૦૦ મિલિયન લોકોને મેલેરિયા થયો છે. ૨૦૧૯માં, લગભગ ૪૦૦,૦૦૦ લોકો, જેમાંથી ૯૪% આફ્રિકામાં હતા, આ રોગથી મૃત્યુ પામ્યા. તેમા પણ ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો મેલેરિયાથી પ્રભાવિત થનારૂ સૌથી સંવેદનશીલ જૂથ છે. ૨૦૧૯માં, વિશ્વભરમાં મેલેરિયાને કારણે થયેલા મૃત્યુના ૬૭% મૃત્યુ આ બાળકોના હતા. મોટાભાગના મેલેરિયાના કેસ અને મૃત્યુ આફ્રિકન પ્રદેશોમાં થાય છે. જો કે, દક્ષિણ-પૂર્વ એશિયા, પૂર્વીય ભૂમધ્ય, પશ્ચિમ પેસિફિક અને અમેરિકાના પ્રદેશો પણ જોખમ રહે છે.
મલેરિયાનો ફેલાવો 'એનોફિલિસ' નામના માદા મચ્છરથી થાય છે. જેને 'મેલેરિયા વેક્ટર્સ' કહેવાય છે. પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે મચ્છરો તો મેલેરિયાના પરોપજીવીના માત્ર વાહકો છે. તે પરોપજીવી મચ્છરના શરીરમાં ઉછરે છે. આ પરોપજીવીને અંગ્રેજીમાં 'પૅરેસાઇટ' કહે છે. મલેરિયાના પૅરાસાઈટ પાચ પ્રકારના હોય છે. તે બધાથી જુદા જુદા પ્રકારના મેલેરિયા થાય છે તે પૈકી બે જાતિઓ - 'પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ' અને 'પ્લાઝમોડિયમ વિવાક્સ'- નો ઉપદ્રવ સૌથી વધુ છે. ભારતમાં ૨૫ ટકા પહેલા પ્રકારના અને ૭૦ ટકા બીજા પ્રકારના મલેરિયાના કિસ્સા જોવા મળે છે. પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ પ્રકારના મલેરિયાના કિસ્સા વધતાં જાય છે અને તે વધારે જોખમી છે તેનું કારણ એ છે કે મલેરિયાની પરંપરાગત દવા ક્લોરોક્વીનની સામે તેઓ ઝડપથી પ્રતિકાર શક્તિ કેળવી રહ્યા છે.
મલેરિયા પરોપજીવી, મચ્છરમાં અને માનવીમાં, જુદા જુદા ચક્રમાંથી પસાર થાય છે. મચ્છરમાં એક જીવનચક્ર પૂરું થયા પછી તે માનવીના શરીરમાં પ્રવેશે છે. માનવીના શરીરમાંથી સંરક્ષણ હરોળ જેવા પ્રતિકાર કષો તેમાંના મોટાભાગનાને ખતમ કરે છે. પરંતુ તેમાંના કેટલાક પ્લાઝમોડિયમ લીવરના કોષો સુધી પહોંચી જાય છે. લીવરમાં એક બે અઠવાડિયા સુધી તે વૃદ્ધિ પામે છે. અને રક્તકણો પર હુમલો કરે છે. તે વખતે આપણને ટાઢ ચડે છે, આપણે ધાબળા પર ધાબળા ઓઢીએ તો પણ ટાઢ ટળતી નથી અને આપણને તાવ ચઢે છે.
કેટલાક માણસોને મચ્છર કરડે અને શરીરમાં પરોપજીવી પ્લાઝમોડિયમ પ્રવેશે તો પણ મલેરિયા લાગુ પડતો નથી. તેનું કારણ તેમનામાં મલેરિયા સામે કુદરતી પ્રતિકાર શક્તિ હોય છે. બિન-રોગપ્રતિકારક વ્યક્તિમાં, સામાન્ય રીતે ચેપી મચ્છર કરડયાના ૧૦-૧૫ દિવસ પછી લક્ષણો દેખાય છે. પ્રથમ લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને ઠંડી લાગે છે. પરંતુ જો ૨૪ કલાકની અંદર સારવાર ન કરવામાં આવે તો, પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ મેલેરિયા ગંભીર બીમારી તરફ આગળ વધી શકે છે, જે ઘણીવાર મૃત્યુ તરફ દોરી જાય છે. આ અગાઉના ક્વીનાઈન અને ત્યારબાદ ડી.ડી.ટી.ની શોધ થયા પછી એવું લાગેલું કે આ રોગને કાબૂમાં લઇ શકાશે પરંતુ મલેરિયાના પરોપજીવી પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ પરંપરાગત ક્લોરોક્વીનની ગોળીને ગાંઠતા નથી. જંતુનાશક ડી.ડી.ટી. પણ અસર કરતું નથી.
આ રોગને કાબૂમાં લેવા આપણે મલેરિયા સામે આપણું શરીર પ્રતિકાર શક્તિ ધરાવતું થાય તેના એક ઉપાય રુપે મલેરિયા વિરોધી રસી તૈયાર કરવી જોઈએ. જો એક ખરેખર અસરકારક રસી શોધી શકાય તો આ ઘાતક રોગ સામે માનવીનું હજારો વર્ષનું યુદ્ધ જીતી શકાય. આવી રસી શોધવા અનેક વર્ષોથી પ્રયત્નો થઇ રહ્યા છે. પરંતુ તેમાં સો ટકા સફળતા મળી નથી. તેનું કારણ એ છે કે એઇડ્સ જેનાથી થાય છે તે એચ.આઇ.વી. અને ફ્લુના વાયરસની જેમ મલેરિયાના પરોપજીવી સતત પોતાનું સ્વરૂપ અને લાક્ષણિકતા બદલતા રહે છે. આમ તો પ્લાઝમોડિયમ પરોપજીવી પ્રજાતિઓ જટિલ, બહુકોષીય જીવો છે જે હજારો જનીનો સાથે સક્રિય છે. એક તો એ સરળ વાયરસ કરતા વધુ જટિલ છે, જેમાં ૫૦૦૦થી વધુ જનીનો છે. જ્યારે તેની સરખામણીમાં સાર્સ-કોવીડ -૨, વાયરસ જે ર્ભંફૈંઘ-૧૯નું કારણ બને છે, તે આશરે ૩૦ જનીનોથી જ બનેલો છે. બીજું, તે રોગપ્રતિકારક પ્રતિભાવને દબાવવા અને મોડયુલેટ કરવાની ક્ષમતા માટે સારી રીતે જાણીતું છે, અને સક્રિય રીતે સપાટીના પ્રોટીનના ચલો પેદા કરે છે જે એન્ટિબોડી પ્રતિભાવને ટાળે છે. છેલ્લે, તે એક જટિલ જીવન ચક્ર ધરાવે છે, જેમાં માનવ રક્ત અને યકૃતમાં પાંચ જુદા જુદા તબક્કાઓ અથવા સ્વરૂપો છે, કેટલાક લાલ રક્તકણોની અંદર અને કેટલાક બહાર છે. તેથી, રસી વિકસાવવી મુશ્કેલ છે. જે તેના તમામ વિવિધ સ્વરૂપોને નિશાન બનાવી શકે છે.
એક શક્તિશાળી મેલેરિયા રસી વિકસાવવી એ દાયકાઓનો સંઘર્ષ રહ્યો છે. ઉપયોગમાં લેવાતી એકમાત્ર રસી, ઇ્જી, જી તરીકે ઓળખાય છે. આ મેલેરિયા રસીનો ઉપયોગ આફ્રિકાના કેટલાક ભાગોમાં, રોગને અટકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેના પરિણામો આમ તો સારા છે પરંતુ તેની અસરકારકતા ઓછી છે. પ્રથમ વર્ષમા ૫૦% સુધી અસરકારક છે. એક વર્ષ જતાં પ્રતિકાર શક્તિ લગભગ ૨૮% સુધી ઘટી જાય છે. ગ્લેક્સોસ્મિથક્લાઇન દ્વારા વિકસિત અને મોસ્ક્વીરીક્સ તરીકે વેચવામાં આવેલી રસી પણ એક ચિંતાજનક આડઅસર સાથે આવે છે.
હવે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન, ફાર્માસ્યુટિકલ કંપની નોવાવાક્સ, સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા અને ઇન્સ્ટિટયૂટ ડી રિચેર્ચે એન સાયન્સિસ ડી'લા-સાન્ટેના સંશોધકો દ્વારા તાજેતરમાં નવી રસી ઇ ૨૧ ના બીજા તબક્કાના પરીક્ષણના આશાસ્પદ પરિણામો રજૂ કરાયેલ છે . પ્રારંભિક અજમાયશમાં, ઉર્લ્લં ના, ૭૫% અસરકારકતાના ધોરણને પૂર્ણ કરનાર ઓક્સફોર્ડની આર ૨૧ (ઇ ૨૧) પ્રથમ રસી છે જે હવે ફેઝ ૩ ટ્રાયલમાં છે. આ આર ૨૧, હજી પરીક્ષણમાં છે, પરંતુ અત્યાર સુધી, રોગને રોકવામાં ૭૭% અસરકારક છે. તાજેતરમાં ઓક્સફોર્ડ ના રસી નિષ્ણાત એડ્રિયન હિલની આગેવાની હેઠળની બહુરાષ્ટ્રીય ટીમે બીજા તબક્કાના આશાસ્પદ પરિણામોની જાણ કરી. તેમને બુર્કિના ફાસોમાં અંદાજે ૪૦૦ બાળકો અને નાના બાળકો ઉપર પરીક્ષણ કરતા માલુમ પડયું કે, જેમણે રસીના ત્રણ ડોઝ પ્રાપ્ત કર્યા હતા, તેમાંના ૭૭% લોકો એક વર્ષ પછી રોગ સામે સુરક્ષિત હતા.
આ ઉત્તેજક પરિણામો એવી આશા પૂરી પાડે છે કે આખરે આપણી પાસે અત્યંત અસરકારક અને સલામત મેલેરિયાની રસી હોઈ શકે છે જે આફ્રિકા અને અન્યત્ર અગણિત બાળકોના જીવન બચાવી શકે છે. હવે પ્રશ્ન એ છે કે, વિશાળ વય શ્રેણીમા રસીની અસરકારકતા ટકી રહેશે? તે આગળ ઉપર જોવાનું રહે.

