Get The App

શ્રમ અને સ્નેહ તમને આજીવન સ્વસ્થ રાખશે

સ્વસ્થવૃત્ત - શાંતિભાઈ અગ્રાવત

- જુના માણસો ચોખ્ખા ઘી અને ગોળને ખૂબ જ મહત્વ આપતાં અને શ્રમ ઘણો કરતાં છતાં હાર્ટ એટેકના બનાવો બહુ ઓછા બનતા હતાં

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News
શ્રમ અને સ્નેહ તમને આજીવન સ્વસ્થ રાખશે 1 - image


એ ક જમાનો એવો હતો કે, શ્રમનું મહત્ત્વ થયું હતું. ઘરમાં, ખેતરમાં કે, ધંધામાં લોકો જાતે જ મહેનત કરતાં અને જઠરાગ્નિને પ્રદિપ્ત રાખતાં હતાં. શ્રમજીવી જીવન હોવાથી સ્નેહવાળા ખોરાકની જરૂર પડતી કારણ કે, સ્નેહ શક્તિ-કેલરી વધારે આપે છે એટલે જ મધુર પદાર્થોનું મહત્ત્વ વધ્યું છે. દેશી ગોળમાં બનાવેલ લાડું, સુખડી, શીરો વગેરે મહેનત પ્રમાણે આરોગવામાં આવે તો આરોગ્યાળું બળવાન શરીર મળે છે. શાસ્ત્રોમાં સ્નેહોમાં ઉત્તમ ઘીને માનવામાં આવ્યું છે. એમાંયે ગાયના ઘીને સર્વોત્તમ માનવામાં આવેલ છે કારણ કે, ગાયના ઘીમાં ચરબી ઘણી ઓછી છે. 

મીનરલ અને વીટામીન-ઇ મળી રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, રૂણં કૃતવા ધૃતમ પિબેત. રૂણ કરીને પણ ઘી પીવો. એમ કહી શરીર માટે ઘી કેટલું જરૂરી છે એ બતાવ્યું છે. આયુર્વેદ શાસ્ત્રએ જુદા જુદા પ્રાણીઓના દૂધમાંથી બનતાં ઘીના જુદા જુદા ગુણદોષો બતાવ્યા છે, પરંતુ ગાયનું ઘી શ્રેષ્ઠ આરોગ્ય આપનાર બધી ઇન્દ્રિયોને બળ આપનાર અને રસયાન છે. ગાયનું ઘી શીતળ અને મધુર છે. સ્મરણશક્તિ બુધ્ધિ, અગ્નિ, શુક્ર, ઓજ વધારનાર છે.

જુના માણસો ચોખ્ખા ઘી અને ગોળને ખૂબ જ મહત્વ આપતાં અને શ્રમ ઘણો કરતાં છતાં હાર્ટ એટેકના બનાવો બહુ ઓછા બનતા હતાં. આજકાલ શરીરમાં કોલેસ્ટેરોલ વધે નહી અને કાળજી રાખવાનું કહે છે અને ચરબીયુક્ત ખોરાક ઉપર કાબુ રાખવાનું કહેવામાં આવ્યું છે. એમાંએ જેને હૃદયરોગ હોય એમને તો ચરબીયુક્ત ખોરાક બંધ કરવાનું ખાસ કહેવામાં આવે છે કારણ કે, લોહીમાં રહેલ કોલેસ્ટેરોલ (ખાસ ચરબી)નું પ્રમાણ વધારે હોય તો ઘાતક પણ બની શકે છે એટલે હૃદયને તંદુરસ્ત રાખવા અને બગડેલા હૃદયને સુધારવા માટે કોલેસ્ટેરોલ - નોર્મલ રહે એ ખાસ જરૂરી છે.

અમદાવાદના એક અગ્રગણ્ય વૈદરાજ સાથે સમય મળતાં આયુર્વેદની વાતો કરવાનો મોકો મળ્યો. એમા વચ્ચે કોલેસ્ટેરોલની વાત આવી એમણે કહ્યું કે, કોલેસ્ટેરોલથી લોકોને વધારે પડતાં બીવડાવી દીધા છે. હું મારા એક મુંબઇના દર્દીને મગજનો એક લાડું ખવડાવું છું બહુ ઓછા તલના તેની પણ છૂટ આપી છે છતાં બે માસમાં કોલેસ્ટેરોલ વધ્યું નથી. મેં કહ્યું મગજના લાડું ખવડાવવા છતાં કોલેસ્ટેરોલ નોર્મલ થયું એનું કારણ શું ? એમણે સાહજીકતાથી કહ્યું, 'એમાં નવાઈ પામવા જેવું કંઇ નથી. આયુર્વેદ માને છે કે, શરીરની બધી ધાતુઓ બરોબર બનાવવી હોય તો જઠરાગ્નિ-પાચકઅગ્નિ બરાબર રાખવી જોઇએ. પાંચકાગિન મંદ હોય અને શ્રમ કરવામાં આવતો ન હોય છતાં ચરબીવાળો ખોરાક લેવામાં આવે તો કોલેસ્ટેરોલ વધે છે. મારા દર્દીનો જઠરાગ્નિ વધાર્યો અને કોલેસ્ટેરોલ ઓછું કરે એવા ઔષધો આપ્યા એટલે સારૂં થયું.'

બીજી મહત્ત્વની બાબત એ છે કે, મગજના લાડું ગાયના ઘીમાંથી બનાવેલા હતા કારણ કે ગાયના ઘીમાં ચરબી ઓછી અને વીટામીન વધારે હોય છે. ચરબી પણ પચી જાય તેવી હોય છે. મારા દર્દીને જઠરાગ્નિ સુધારવાના ઔષધો અને સાથે ગુગળ અને શીલાજીતની બનાવટો આપવાથી સારા થાય છે અમે કે, અમારા દર્દીઓ બહુ જ થોડા પ્રમાણમાં તલનું તલે અને ગાયનું ઘી લેવાથી ડરતા નથી.

મહર્ષિ ચરકે કહ્યું છે કે, શરીરનું તંત્ર તંદુરસ્ત રહે એ માટે સ્નેહ ચરબીની પણ જરૂર છે. સ્નેહથી ચરબી વધારે મળે છે. શ્રમ કરનાર વ્યક્તિએ સ્નેહચુક્ત આહાર લેવો જોઇએ. જો લેવામાં ન આવે તો શરીર પણ ઘસાય છે અને શરીરનું વજન પણ વધે છે. નવા મત મુજબ ચરબી કે ફેટ લેવાથી પ્રોટીન અને કાર્બોહાઈડ્રટ કરતા પણ કેલેરી શક્તિ વધારે મળે છે. આ ઉપરાંત શરીરમાં રૂક્ષતા વધી ન જાય એટલા માટે પણ કેલેરી શક્તિ વધારે મળે છે. આ ઉપરાંત શરીરમાં રૂક્ષતા વધી ન જાય એટલા માટે પણ ચરબીની જરૂર રહે છે.

જેના શરીરમાં ચરબી વધારે હોય, કોલેસ્ટેરોલ વધારે હોય અને શ્રમ કરવાનો હોય નહીં તેઓએ ચરબીયુક્ત ખોરાક પર કાપ મુકવો જોઈએ. શ્રમજીવીઓએ સ્નેહવાળો ખોરાક લેવો જોઇએ. શરીરના પોષણ માટે ઉત્તમ સ્નેહની જરૂર હોય છે તે માટે તલના તેલ અને ગાયના ઘીને ઉત્તમ માનવામાં આવે છે. આ બન્ને જરૂરીયાત મુજબ લેવાથી શરીરને સ્નેહ તત્ત્વ મળી શકે છે. વિટામીન-ઇ આ સ્નેહ મારફત વિશેષ મળે છે. રૂમના વાતાવરણમાં જે તેલ જામી જાય છે તેને ખાદ્ય તેલ માટે ઉત્તમ માનવામાં આવતું નથી. ગાયના ઘી વિશે તો મહર્ષિઓએ કહ્યું છે કે, ગૌધૃત વયસઃ સ્થાપન પરમ એટલે કે, ગૌધૃત ઘડપણ જલદી આવવા દેતું નથી.

શરીરમાં ચરબી વધારવી ન હોય કોલેસ્ટેરોલ નોર્મલ રાખવું હોય, હૃદય રોગથી બચવું હોય તો ગાયનું ઘી, તલના તેલનાં જેવા સ્નેહોનું જરૂર મુજબ સેવન કરવું અને પંચકોલચૂર્ણ, ત્રિફળાચૂર્ણ અને રસાયનચૂર્ણ પ્રકૃતિ અનુસાર સેવન કરવું જોઇએ.

- શાંતિભાઈ અગ્રાવત

Tags :