mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નિદ્રાની હિપ્નાગોગિક અવસ્થા દરમિયાન આવતા 'પ્રિકોગ્નિટિવ ડ્રીમ્સ' ભવિષ્યની ઘટનાનું દર્શન કરાવે છે!

Updated: Feb 27th, 2024

નિદ્રાની હિપ્નાગોગિક અવસ્થા દરમિયાન આવતા 'પ્રિકોગ્નિટિવ ડ્રીમ્સ' ભવિષ્યની ઘટનાનું દર્શન કરાવે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- 'મને એવું સ્વપ્ન આવ્યું કે હું સ્કૂલે ગઈ ત્યારે ત્યાં સ્કૂલ જ નહોતી, કાળા રંગની કોઈ વસ્તુ આખી સ્કૂલ પર છવાઈ ગઈ હતી.'

ભા વિ ઘટનાઓનો સંકેત આપનારા કે તેમનું પૂર્વજ્ઞાાન આપનારા સ્વપ્નો પર ઘણા અભ્યાસો અને સંશોધનો થયા છે. યુનિવર્સિટી ઓફ ફ્રેઈબર્ગના જર્મન પરામનોવિજ્ઞાાની ડૉ. હાન્સ બેન્ડરે પ્રિકોગ્નિટિવ ડ્રીમ્સ વિશે બે સંશોધનાત્મક અભ્યાસ રજૂ કર્યા છે. તેમાંનો એક દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લોકોને થયેલા આવા પૂર્વાભાસી સ્વપ્નોના અનુભવોને લગતો છે અને બીજો ક્રિસ્ટિન માઈલીસ (christine mylius) નામની અભિનેત્રીને લગભગ ૨૦ વર્ષ સુધી આવેલા ૨૦૦૦ જેટલા સ્વપ્નોના અનુભવને લગતો છે. ક્રિસ્ટિન માઈલીસના સ્વપ્નો precognition, foreknowledglના સંકેતોથી મોટી માત્રામાં ભરેલા હોવાથી ડૉ.બેન્ડરે તેમનો ખૂબ સૂક્ષ્મ અને વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. તે પોતાના સ્વપ્નોની વિગતો ડૉ. બેન્ડરને મોકલી આપતી હતી અને તે બધી ડૉ. બેન્ડરે વ્યવસ્થિત રીતે ફાઈલમાં સંઘરી રાખી છે. ૧૯૫૯માં ક્રિસ્ટિન માઈલીસ નાઈટ ફેલ અપોન ગોટેનહાફટન (Night Fell upon Gotenhaften)  નામની ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેના માટે અભિનય કરવા નક્કી થયેલા કેટલાક દ્રશ્યોની સ્ક્રિપ્ટ લખાઈ તેના કેટલાય વર્ષો પૂર્વે તેને તે સ્વપ્નમાં દેખાયા હતા તેણે તે હાન્સ બેન્ડરને જણાવ્યા પણ હતા. તેમની ફાઈલમાં તે બધી વિગતો પહેલેથી સંગ્રહ થયેલી છે. પહેલાં તો તેને એમ લાગ્યું હતું કે આવી કોઈ વાસ્તવિક ઘટના બનશે. પણ મુવી ઉતરતું હતું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે તો ફિલ્મના શૂટિંગ દરમિયાન ભજવવાની ઘટના છે. કેટલાક મરજીવા ૧૨ પાઉન્ડ વજનનો એક મોટો લોબસ્ટર (Lobster) કરચલા જેવું દરિયાઈ પ્રાણી સમુદ્રમાંથી બહાર લાવે છે અને તેને રાંધીને પાર્ટીમાં તેનું સમૂહભોજન કરાય છે. એ પ્રસંગ પણ ઉપરોક્ત ફિલ્મનું એક દ્રશ્ય છે અને તેનો ઉલ્લેખ ક્રિસ્ટિને વર્ષો પૂર્વે હાન્સ બેન્ડરને લેખિત રીતે દર્શાવ્યો હતો.

બ્રિટિશ એરોનોટિકલ એન્જિનિયર, સૈનિક અને તત્ત્વદર્શી એવા જ્હોન વિલિયમ ડન (John William Dunne)  ને પણ પૂર્વાભાસી સ્વપ્નો આવતા હતા. તેમણે પ્રિકોગ્નિટિવ ડ્રીમ્સ અને હિપ્નાગોગિક સ્ટેટ્સ (Hypnagogic states) વિશે પોતાના પર અને અન્ય પર પ્રયોગો કરી એવું જણાવ્યું હતું આ સ્થિતિમાં આવેલું સ્વપ્ન કેવળ ભૂતકાળ કે વર્તમાન કાળની જ નહીં, ભવિષ્યકાળમાં બનનારી ઘટનાઓને જોઈ લઈને તેના દ્રશ્યો બતાવે છે. અને એક્ષ્પેરિમેન્ટ વિથ ટાઈમ (An Experiment With)પુસ્તકમાં તેમણે સમય અમને ચેતનાનો નવો સિદ્ધાંત સિરિયાલિઝમ (Serialism) દર્શાવી તેને રિલેટિવિટી અને ક્વોન્ટમ મિકેનિકસ સાથે સુસગત કરી તેને પૂર્વાભાસી સ્વપ્નો સાથે સાંકળવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

બ્રિટિશ  મનોવિજ્ઞાાની, સાઈકિયાટ્રિસ્ટ જ્હોન બાર્કરને પણ ડન જેવા જ સ્વપ્નો આવતા હતા તેમણે જ્હોન ડન (John Dunne)  ના પ્રિકોગ્નિટીવ ડ્રીમ્સ અંગેના પુસ્તકો વાંચ્યા અને તેમને મનમાં પ્રશ્ન થયો કે જ્યારે ભાવિ બનાવોના પૂર્વાભાસ સમય પહેલાં જ મળી જાય છે તો શું માનવીય પ્રયોત્નો દ્વારા આ માધ્યમથી લોકોના જાનમાલનું નુકસાન ટાળી શકવું સંભવ નથી ? અને જો એ શક્ય છે તો આવા પ્રયત્નો કેમ ના કરવામાં આવે ? આ વિચારને અમલમાં મૂકી શકાય એવી ઘટના વાસ્તવમાં બની. ઈતિહાસમાં જેને એબરફાન માઈનિંગ ડિસાસ્ટર (Aberfan Mining Disaster)  તરીકે ઓળખવામાં આવે છે તે ઘટના ૨૧ ઓક્ટોબર ૧૯૬૬ના રોજ સવારે ૯.૪૪ વાગે બની હતી. એ ઘટનાનો પૂર્વાભાસ અનેક લોકોને થયો હતો. તે દિવસે વેલ્સ ટાઉનની પેન્ટગ્લાસ જુનિયર સ્કૂલ (Pantglass Junior School) પર ૫૦૦,૦૦૦ ટન જેટલો કોલસીનો જંગ ઘસી જવાથી તેમાં રહેલા ૧૪૪ લોકો જેમાં ૧૧૬ બાળકો હતા મરણ પામ્યા હતા. જ્હોન બાર્કરે ઘટના સ્થળે જઈને વેલ્સ ટાઉનના લોકોને મળીને તથા પત્ર-અહેવાલ વગેરે દ્વારા આના પૂર્વાભાસની વિગતો એકત્ર કરી હતી. લગભગ ૧,૦૦૦ જેટલા લોકોને તે ભયાનક દુર્ઘટનાનો પૂર્વાભાસ થયો હતો.

૨૦ ઓક્ટોબર ૧૯૬૬ના રોજ વહેલી સવારે તે સ્કૂલમાં ભણતી એરીલ માઈ જોન્સ (Eryl Mai Jones) નામની દસ વર્ષની છોકરીએ ઊંઘમાંથી ઉઠયા બાદ તેની માતાને કહ્યું - મમ્મી, મને મરવાનો ભય નથી. તેની માતાએ ડઘાઈને તેને કહ્યું, 'ડાર્લિંગ, તું મરણની ચર્ચા કરવા માટે હજુ નાની છે. તારે લોલીપોપ જોઈએ છીએ ?' તેણે તેની માતાને કહ્યું - 'મમ્મી, ગઈકાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું હતું. હું તને એની વાત કરું.' મમ્મીએ કહ્યું - 'ના, અત્યારે મોડું થાય છે પછી તેની વાત કરજે.' તેણે કહ્યું - 'ના, મમ્મી અત્યારે તારે મારી વાત સાંભળવી જ પડશે. મને એવું સ્વપ્ન આવ્યું કે હું સ્કૂલે ગઈ ત્યારે ત્યાં સ્કૂલ જ નહોતી, કાળા રંગની કોઈ વસ્તુ આખી સ્કૂલ પર છવાઈ ગઈ હતી ?' તે વખતે હું પણ ત્યાં સ્કૂલમાં જ હતી. મેં મારી જાતને દટાઈ જતા જોઈ. એરીલની માતા સ્વપ્નો પર વિશ્વાસ ધરાવતી નહોતી. તે સવારે તેને શાળાએ મૂકી આવી પણ કોઈ દુર્ઘટના બની નહીં. બીજે દિવસે એટલે કે ૨૧ ઓક્ટોબરના રોજ એ ઘટના બની અને તેમાં એરીલનું બીજા બધા સાથે મરણ થઈ ગયું.

કેરોલિન મિલર નામની મહિલાને પણ આને લગતું સ્વપ્ન આવ્યું હતું. તેણે તેનું વર્ણન કરતાં જણાવ્યું - મને ખીણમાં આવેલ પ્રાથમિક શાળાનું જૂનું મકાન દેખાયું. પછી વેલ્સ માઈનનો ખાણિયો દેખાયો. ત્યારબાદ પર્વતની એક બાજુએથી કોલસીનો નીચીની તરફ પડતો ધસમસતો પ્રપાત દેખાયો. શાળાના નાના બાળકોને ચીસાચીસ કરતાં દટાઈ જતાં પણ જોયા. દૂર ઊભો રહેલો એક નાનો બાળક દેખાયો જે બચી ગયો હતો. આ ઘટના નજરે જોઈ તે ભયભીત અને વ્યથિત થઈ ગયો હતો.

મેરી હેનેસી (Mary Hennessy) નામની મહિલાને પણ આ દુર્ઘટનાનો પૂર્વાભાસ સ્વપ્નમાં થયો હતો. તેણે જે જોયું તે રીતે જ તે શાળાના વિદ્યાર્થીઓનું મરણ થયું હતું. ભાયનક સ્વપ્નથી જાગી ગયેલી મેરી હેનેસીએ બૂમ પાડી તેના પુત્ર અને પુત્રવધુને બોલાવ્યા હતા અને સ્વપ્નની માહિતી આપી હતી કેમ કે સ્વપ્ન શાળાના નાના બાળકોને લગતું હતું અને તેની બન્ને પૌત્રીઓ એટલી જ નાની વયની હતી અને શાળામાં ભણતી હતી. પોલ ડેવિસ (Paul Davis) નામના વિદ્યાર્થીએ દુર્ઘટનાના એક દિવસ પહેલાં એના સ્વપ્નના પૂર્વાભાસને કારણે હિલસાઈડમાં ફરવા ગયો ત્યારે સાંજના સમયે ધ એન્ડ (The End) શબ્દો નીચે આકૃત્તિ દોરી તેનું નામ લખી દીધું હતું. ડૉ.જ્હોજ બાર્કરે આ દુર્ઘટના સંબંધિત પૂર્વાભાસોનો સંગ્રહ બ્રિટિશ પ્રિમોનિશન્સ બ્યૂરો નામની સંસ્થા ખોલીને કર્યો હતો. તેમની સાથે લંડનના ઈવનિંગ સ્ટાન્ડર્ડના જર્નલાસ્ટિ પીટર ફેરલી (Peter Fairley) પણ આ પૂર્વાભાસો એકત્રિત કરવા જોડાયા હતા.

Gujarat