યૂટ્યુબને કારણે ગેમર્સને પડશે ફટકો, જાણો કારણ…

YouTube To Restrict Game Video: યૂટ્યુબ દ્વારા હાલમાં જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ હવે તેમના એજ-રિસ્ટ્રિક્શન કન્ટેન્ટમાં હવે કેટલાક બદલાવ કરવા જઈ રહ્યા છે. યૂટ્યુબ પર વીડિયો ગેમ્સના ઘણાં વીડિયો હોય છે જેને ગેમપ્લે કહેવામાં આવે છે. ગેમર્સ અથવા તો સ્ટ્રીમર્સ દ્વારા એને પોસ્ટ કરવામાં આવ્યા હોય છે. આ પ્રકારના વીડિયોમાં જ્યાં પણ હવે હિંસા દેખાશે એ વીડિયોને હવે યૂટ્યુબ દ્વારા બેન કરી દેવામાં આવશે. 18 વર્ષથી નાની ઉંમરના યુઝર્સ આ વીડિયોને હવે નહીં જોઈ શકે.
એજ રિસ્ટ્રિક્શનના વીડિયો યૂટ્યુબને કેવી રીતે ખબર પડશે?
આ વિશે યૂટ્યુબ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ વીડિયોની લંબાઈ અને ગ્રાફિક્સમાં કેવા દૃશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે એના પર ધ્યાન આપશે. આ સાથે જ યૂટ્યુબ એ વાતનું પણ ધ્યાન આપશે કે વીડિયોમાં જે હિંસા થઈ રહી છે એ મનુષ્ય જેવા દેખાતા પાત્ર સાથે જ થઈ રહી છે કે કેમ. જો એવું હશે તો એ વીડિયોને તરત જ નાના બાળકો માટે બેન કરી દેવામાં આવશે. ગ્રાન્ડ થેફ્ટ ઓટો, PUBG (BGMI) અને કોલ ઓફ ડ્યુટી જેવી ગેમ હિંસા માટે જાણીતી છે. તેમ જ તેમના પાત્રો પણ એકદમ રિયલ દેખાય છે. આથી યૂટ્યુબ દ્વારા એનું શું કરવામાં આવશે એ વિશે હજી સુધી જાહેરાત કરવામાં નથી આવી.
ઉંમરને લગતા રિસ્ટ્રિક્શન માટે ક્રિએટર્સને આપવામાં આવી ગાઇડલાઇન
યૂટ્યુબ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલાક કન્ટેન્ટને રિસ્ટ્રિક્ટ કરવામાં આવશે જેમાં ઝૂમ ઇન કરવામાં આવ્યું હોય. આ વિશે યૂટ્યુબ દ્વારા ક્રિએટર્સને કહેવામાં આવ્યું છે કે તેમના વીડિયો રિસ્ટ્રિક્ટેડ ન થાય એ માટે કેટલાક રસ્તા છે જેનો ઉપયોગ કરી શકાય છે. આ માટે હિંસાના જે દૃશ્યો છે એને બ્લર કરી દેવા જેનાથી વીડિયોનો સમાવેશ એમાં કરવામાં નહીં આવે.
આ પણ વાંચો: ઇલોન મસ્ક પર ગંભીર આરોપ? ગ્રોકીપીડિયા વિકિપીડિયા પરથી આર્ટિકલ કોપી કરે છે
યૂટ્યુબની હાલની પોલિસી
યૂટ્યુબમાં હાલમાં પણ પોલિસી છે જેમાં વીડિયોને રિસ્ટ્રિક કરવામાં આવે છે. જોકે આ વીડિયોમાં ટોર્ચરના, ઇન્જરીના અને ખૂબ જ હિંસક રીતે મૃત્યુ થાય એના વીડિયોને રિસ્ટ્રિક કરવામાં આવે છે, જેમાં ખૂબ જ બ્લડ દેખાતું હોય. હાલની પોલિસી અનુસાર મેટાડેટામાં લખ્યું હોય કે આ વીડિયોને ફિક્શનલ છે તો એને બેન કરવામાં નહોતા આવતા હતા. જો કે 17 નવેમ્બરથી એને પણ બેન કરવામાં આવશે.


