આઇફોન અને આઇપેડના આ મોડલમાં યૂટ્યુબ ચાલવું બંધ થઈ ગયું, જુઓ તમારું મોડલ તેમાં સામેલ છે કે નહીં...
YouTube Stopped Working in This iPhone: યૂટ્યુબ દ્વારા આઇફોન અને આઇપેડ માટે નવું વર્ઝન 20.22.1 લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ સાથે જ કેટલાક મોડલમાં એ ચાલવું બંધ થઈ ગયું છે. વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ યૂટ્યુબ તેમની એપને ઓપ્ટિમાઇઝ કરી રહી છે અને યુઝરને વધુ સારો અનુભવ મળે એ માટે સતત નવી અપડેટ લઈને આવે છે. નવી અપડેટ હંમેશાં સારા સમાચાર લાવે છે, પણ આ વખતે કેટલાક યુઝર્સ માટે દુ:ખદ સમાચાર છે.
કઈ ડિવાઇઝ પર નહીં ચાલે યૂટ્યુબ?
ગૂગલની યૂટ્યુબ દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાત ડિવાઇઝનો સમાવેશ છે, અને જ્યાં યૂટ્યુબનો સપોર્ટ બંધ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં આઇફોન 7, 7 પ્લસ, 6S, 6S પ્લસ, SE (પ્રથમ જનરેશન), આઇપેડ એર 2 અને આઇપેડ મિનિ 4નો સમાવેશ થાય છે. હવે આ ડિવાઇઝ પર યૂટ્યુબને નવા ફીચર્સની સાથે સપોર્ટ નહીં મળે.
આ પણ વાંચો: હવે ટેલિગ્રામમાં નાની સાઇઝના એચડી ફોટો પણ શેર કરી શકાશે, જાણો બીજા કયા નવા ફીચર આવ્યા
કેવી રીતે જોશો યૂટ્યુબ?
આ સાત ડિવાઇઝમાં યૂટ્યુબે સપોર્ટ પાછો ખેચી લીધો છે. જેમણે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ ન કરી હોય, તેમણે પહેલાં સિસ્ટમ અપડેટ કરવી જરૂરી છે. તે માટે સેટિંગ્સ → જનરલ → સોફ્ટવેર અપડેટ માં જઈને ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરી શકાય. ત્યાર પછી એપ સ્ટોર માં જઈને એપ અપડેટ કરવી. જો યૂટ્યુબ આ ડિવાઇઝમાં નથી ચાલતી, તો તેઓ વેબ બ્રાઉઝર મારફતે વીડિયો જોઈ શકે છે. એપના અનુભવ જેવી સુવિધા નહીં મળે, પણ એમ છતાં વીડિયો જોવા શકાશે.