Get The App

હવે ટેલિગ્રામમાં નાની સાઇઝના એચડી ફોટો પણ શેર કરી શકાશે, જાણો બીજા કયા નવા ફીચર આવ્યા

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
હવે ટેલિગ્રામમાં નાની સાઇઝના એચડી ફોટો પણ શેર કરી શકાશે, જાણો બીજા કયા નવા ફીચર આવ્યા 1 - image


Telegram New Channel Direct Message Feature: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક પછી એક નવા ફીચર્સ લાવી રહી છે, ત્યારે ટેલિગ્રામ પણ હવે પોતાની સર્વિસ વધુ સારી બનાવી રહી છે. ટેલિગ્રામ દ્વારા ડાયરેક્ટ મેસેજ અને હાઇ-ડેફિનેશન ફોટો સાથે અન્ય નવા ફીચર્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. યુઝર્સ આ નવા ફીચર્સ દ્વારા વધુ સારી રીતે કમ્યુનિકેટ કરી શકશે અને તેમના માટે એનો ઉપયોગ કરવો વધુ સરળ પણ બનશે.

ચેનલ એડમિનને કરી શકાશે મેસેજ

અત્યાર સુધી ચેનલ એડમિનને પ્રાઇવેટ મેસેજ કરવું શક્ય નહોતું. જોકે, હવે આ નવા ફીચર્સ દ્વારા યુઝર્સ એડમિન અથવા ચેનલના માલિકને પ્રાઇવેટ મેસેજ કરી શકશે, તે પણ પોતાનો નંબર અથવા અન્ય કોઈ કોન્ટેક્ટ માહિતી આપ્યા વગર. સબ્સ્ક્રાઇબર્સ દ્વારા જે મેસેજ કરવામાં આવશે, એને એડમિનની પર્સનલ ચેટથી અલગ રાખવામાં આવશે. એમાં મેસેજ કરનાર વ્યક્તિનું ઇન્ટરફેસ અલગ હશે. આ માટે, કોઈ પણ ચેનલની એકદમ નીચે મેસેજ કરવાનું બબલ આપ્યું હશે, એના પર ક્લિક કરવાનું રહેશે.

ગ્રૂપ ટોપિક્સ માટેનું ઇન્ટરફેસ

ટેલિગ્રામ દ્વારા ગ્રૂપ ટોપિક્સ માટેનું એક નવું ઇન્ટરફેસ બનાવવામાં આવ્યું છે. યુઝર્સ હવે અલગ-અલગ ટોપિક માટે સાઇડબાર અને ટોપ બારનો ઉપયોગ કરી શકશે, જેનાથી તેઓ દરેક માહિતી સરળતાથી અને ઝડપથી મેળવી શકશે. આ માટે, યુઝર્સે ઍપ્લિકેશનના સેટિંગ્સમાં જઈને ટોપિકમાં જઈને એને ઓન કરવાનું રહેશે. આથી, એક જ ગ્રૂપમાં હવે અલગ-અલગ ટોપિક માટે વાતચીત કરવું વધુ સરળ બનશે. ઉદાહરણ તરીકે, એક ઍપાર્ટમેન્ટ અથવા સોસાયટીમાં ઇવેન્ટ માટે અલગ ટોપિક, સાથે ફરવા જવા માટે અલગ ટોપિક, અને ફક્ત ગોસિપ માટે અલગ ટોપિક નિર્માણ કરી શકાશે.

હવે ટેલિગ્રામમાં નાની સાઇઝના એચડી ફોટો પણ શેર કરી શકાશે, જાણો બીજા કયા નવા ફીચર આવ્યા 2 - image

વોઇસ મેસેજ કરી શકાશે ટ્રીમ

ટેલિગ્રામ દ્વારા વોઇસ મેસેજ ટ્રીમ કરવાની સુવિધા લોન્ચ કરવામાં આવી છે. યુઝર્સ હવે કોઈ પણ વોઇસ નોટ્સની શરુઆત અને અંતના ભાગોને કાપી શકશે. આથી, રેકોર્ડિંગ શરુ કરતાં પહેલાનો નકામો અવાજ અને રેકોર્ડિંગ દરમિયાન કોઈ બાહ્ય અવાજ દૂર કરી શકાશે. આ સાથે, ટેલિગ્રામ દ્વારા હાઇ-ડેફિનેશન ફોટો ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી, યુઝર્સ 0.5 MB સાઇઝની અંદર જ ચાર ગણી પિક્સેલ ડિટેઇલ ધરાવતો ફોટો શેર કરી શકશે. આ માટે, ફોટો એડિટરમાં SD બટન પર ક્લિક કરીને એને બદલવું પડશે અથવા અટેચમેન્ટ મેન્યુમાં HD સિલેક્ટ કરવું પડશે.

આ પણ વાંચો: પોલ્યુશન ફ્રી પ્લાસ્ટિક: વિજ્ઞાનીઓએ વિકસાવ્યું નવું પ્લાસ્ટિક, કલાકોની અંદર દરિયામાં ઓગળી જશે

વીડિયો નોટ્સ રેકોર્ડિંગ કરતી વખતે પોઝ કરી શકાશે

ટેલિગ્રામમાં વોઇસની સાથે હવે વીડિયો નોટ્સ પણ મોકલી શકાય છે. આ વોઇસ અથવા વીડિયો નોટ્સને હવે રૅકોર્ડ કરતી વખતે અડધેથી અટકાવી અને ફરી ત્યાંથી જ શરુ કરી શકાશે. ટેલિગ્રામના iPhone યુઝર્સ હવે સિસ્ટમ શેર શીટની મદદથી ટેલિગ્રામ સ્ટોરીમાં સીધા જ મીડિયા શેર કરી શકશે. આ સાથે, પોલ્સ રાખવા માટે હવે 12 ઓપ્શન ઉપલબ્ધ કરાયા છે.

Tags :