Get The App

યુ-ટ્યુબનું નવું ફીચર ધમાલ મચાવશે: હવે વીડિયો થશે વિવિધ ભાષામાં ડબ, વ્યુઅર્સશિપ વધશે

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
યુ-ટ્યુબનું નવું ફીચર ધમાલ મચાવશે: હવે વીડિયો થશે વિવિધ ભાષામાં ડબ, વ્યુઅર્સશિપ વધશે 1 - image


YouTube Dubbed Feature: યુૃ-ટ્યુબ પર હાલમાં જ એક ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના વીડિયોને અલગ-અલગ ભાષામાં ડબ કરી શકશે. યુૃ-ટ્યુબ દ્વારા છેલ્લા બે વર્ષથી આ પાયલટ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. જોકે હવે એને તમામ ક્રિએટર્સ માટે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે દુનિયાભરના વધુ દર્શકો સુધી પહોંચી શકશે.

પાયલટ પ્રોગ્રામ અને AI ડબિંગ ટૂલ

મલ્ટી-લૅન્ગવેજ ઓડિયો ફીચરને સૌથી પહેલાં 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પાયલટ પ્રોગ્રામ હતો અને આ ફીચર મિસ્ટર બીસ્ટ, માર્ક રોબર અને શેફ જેમી ઓલિવર જેવા થોડા જ ક્રિએટર્સ માટે હતું. યુૃ-ટ્યુબ દ્વારા જ્યાં સુધી આ ફીચર આપવામાં ન આવ્યું ત્યાં સુધી તેમણે અન્ય થર્ડ પાર્ટી ઍપ્લિકેશન પર નિર્ભર રહેવું પડતું હતું. જોકે હવે એમાં AI ડબિંગ ટૂલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂલ ગૂગલ જેમિનીની ટૅક્નોલૉજીનો ઉપયોગ કરે છે. તેમ જ આ ટૅક્નોલૉજી દ્વારા તે અન્ય ભાષામાં પણ જે-તે યુઝર્સની જેમ જ બોલીને દેખાડે છે.

યુ-ટ્યુબનું નવું ફીચર ધમાલ મચાવશે: હવે વીડિયો થશે વિવિધ ભાષામાં ડબ, વ્યુઅર્સશિપ વધશે 2 - image

આ ટૂલને કારણે વધ્યા વ્યુઅર્સ

યુૃ-ટ્યુબ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ યુઝર્સ દ્વારા આ ફીચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમની વ્યુઅરશિપમાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે. પહેલાં ચોક્કસ ભાષામાં વીડિયો જોવા મળતો હતો અને એના દર્શકો ચોક્કસ હતા. જોકે હવે એ અલગ ભાષામાં પણ રજૂ કરી શકાતું હોવાથી દુનિયાભરના દર્શકોએ એને જોઈ શકે છે. પરિણામે તેમની વ્યુઅરશિપમાં ખૂબ જ વધારો થયો છે.

આ પણ વાંચો: આઇફોન એરની ડિઝાઇન જોઈને સેમ ઓલ્ટમેન થયો ફેન, જાણો શું કહ્યું...

યુઝર્સ કરી શકે છે વધુ પર્સનલાઇઝ

યુૃ-ટ્યુબ દ્વારા મલ્ટી-લૅન્ગવેજ ઓડિયો ફીચર કાધ્યા બાદ હવે મલ્ટી-લૅન્ગવેજ થમ્બનેલ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર પણ પસંદીદા ક્રિએટર્સને પહેલાં આપવામાં આવશે. આ ફીચરની મદદથી ક્રિએટર્સ તેમના થમ્બનેલને કસ્ટમાઇઝ કરી શકશે જેથી તેમના જે પણ શબ્દો છે એને અલગ ભાષામાં રજૂ કરી શકાય. આથી જે યુઝર્સ જે જગ્યાનો હશે તેને તે જગ્યાનું થમ્બનેલ જોવા મળશે અને તે જ ભાષામાં ઓડિયો અને શબ્દો પણ જોવા મળશે.

Tags :