આઇફોન એરની ડિઝાઇન જોઈને સેમ ઓલ્ટમેન થયો ફેન, જાણો શું કહ્યું...
Sam Altman on iPhone: એપલ દ્વારા 9 સપ્ટેમ્બરે ‘Awe Dropping’ ઇવેન્ટમાં આઇફોન 17 સિરીઝ લોન્ચ કરવામાં આવી હતી. દુનિયાભરના મોટાભાગના યુઝર્સને નવા આઇફોનમાં કલર સિવાય બીજુ કંઈ નવું નથી દેખાઈ રહ્યું. જોકે તેમણે આઇફોન સિરીઝમાં એક નવા મોડલ આઇફોન એરનો સમાવેશ કર્યો છે. આ વિશે OpenAIના સીઇઓ સેમ ઓલ્ટમેન દ્વારા પણ તેના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે. એપલ એરને ઘણાં યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.
આઇફોન એર
આઇફોન પ્રોના ફીચર્સ અને પર્ફોર્મન્સનો ઉપયોગ કરવા માગતાં હોય, પરંતુ તેમને આઇફોન પાતળો અને હલકો જોઈતો હોય તેમના માટે આઇફોન એર મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. એમાં 48 મેગાપિક્સલનો સિંગલ ફ્યુઝન કેમેરા સિસ્ટમ છે. તેમજ 24 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. ડ્યુઅલ કેપ્ચર અને એક્શન મોડ ધરાવતાં આ આઇફોનમાં ડોલ્બી વિઝન 4K60 વીડિયો રેકોર્ડિંગ ક્ષમતા છે. આ મોબાઇલ ચાર કલરમાં ઉપલબ્ધ છે. 6.5 ઇંચની ડિસ્પ્લે ધરાવતો આ આઇફોન 5.6 mm જાડો છે. આઇફોન એરના 256 ગિગાબાઇટ્સની શરૂઆતની કિંમત 1,19,900 રૂપિયા છે.
first new iphone upgrade i have really wanted in awhile! looks very cool.
— Sam Altman (@sama) September 9, 2025
સેમ ઓલ્ટમેને કર્યા વખાણ
એપલ દ્વારા ઘણાં સમય બાદ આઇફોનમાં પહેલી વાર નવું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી તેઓ તેમના ફિક્સ મોડલના જ નવા વર્ઝન કાઢતા હતા. તેમ જ ઘણાં સમય બાદ એકદમ અલગ ડિઝાઇન અને લૂક ધરાવતો આઇફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ વિશે સેમ ઓલ્ટમેને ટ્વીટ કર્યું કે ‘ઘણાં સમયથી હું સારા આઇફોનના અપગ્રેડની રાહ જોઈ રહ્યો હતો એ આવ્યું છે. એકદમ કૂલ દેખાઈ રહ્યો છે.’
આ પણ વાંચો: આઇફોન 17ની એન્ટ્રી સાથે 16 મોડલ્સના ભાવમાં ધમાકેદાર ઘટાડો, પ્રો વર્ઝન થયા બંધ
એસેસરીઝ પણ કરી લોન્ચ
એપલ દ્વારા આઇફોન એર માટે અલગથી એસેસરીઝ પણ લોન્ચ કરવામાં આવી છે. એમાં એક ટ્રાન્સપરન્ટ કવરનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ફક્ત 1 mm જાડી છે. અન્ય એક બમ્પર કરવ છે. આ કવરને ફોનના જે ચાર કલર બ્લેક, વાઇટ, લાઇટ ગોલ્ડ અને લાઇટ બ્લુ પર એમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. આ સાથે જ એપલ એર માટે ક્રોસ-બોડી સ્ટ્રેપ પણ આપવામાં આવ્યો છે. આ સ્ટ્રેપની મદદથી આઇફોન એરને શરીર પર લટકાવીને સ્ટાઇલમાં રાખી શકાશે