Get The App

છેલ્લાં ત્રણ વર્ષમાં યુટ્યુબે ઇન્ડિયન ક્રિએટર્સને ચૂકવ્યાં ₹21,000 કરોડઃ લોકોને વધુ પ્રેરિત કરવા ભારતમાં કરશે ₹850 કરોડનું રોકાણ

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
છેલ્લાં ત્રણ વર્ષમાં યુટ્યુબે ઇન્ડિયન ક્રિએટર્સને ચૂકવ્યાં ₹21,000 કરોડઃ લોકોને વધુ પ્રેરિત કરવા ભારતમાં કરશે ₹850 કરોડનું રોકાણ 1 - image


YouTube Investing in India: યુટ્યુબ દ્વારા ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સ, કલાકારો અને મીડિયા કંપનીઓને છેલ્લા ત્રણ વર્ષમાં ₹21,000 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ભારતના માર્કેટથી ખુશ થઈ કંપનીએ ₹850 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી, જે વધુ લોકોને પ્રોત્સાહિત કરશે.

₹21,000 કરોડ ચૂકવવાની સાથે ₹850 કરોડનું રોકાણ

મુંબઈમાં યોજાયેલી વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટમાં યુટ્યુબના CEO નીલ મોહને આ વિશે માહિતી આપી. તેમણે કહ્યું હતું કે યુટ્યુબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સને ₹21,000 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, જે ભારતના આર્ટની મહત્ત્વતા દર્શાવે છે.

કંપનીએ ભારતીય ડિજિટલ માર્કેટની તેજી જોતા ₹850 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. નીલ મોહન કહે છે, "ભારતમાં ક્રિએટર કમ્યુનિટીને વધુ પ્રોત્સાહન આપવા માટે યુટ્યુબ આગામી બે વર્ષમાં ₹850 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેનાથી ઘણા લોકોના કરિયર બનાવાની સાથે નવા બિઝનેસને પણ વેગ મળશે, અને એની અસર ઈકોનોમી પર પણ થશે."

છેલ્લાં ત્રણ વર્ષમાં યુટ્યુબે ઇન્ડિયન ક્રિએટર્સને ચૂકવ્યાં ₹21,000 કરોડઃ લોકોને વધુ પ્રેરિત કરવા ભારતમાં કરશે ₹850 કરોડનું રોકાણ 2 - image

ભારતનું કેટલું કન્ટેન્ટ જોવામાં આવે છે?

ભારતમાં ડિજિટલ માર્કેટ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. 2024માં ભારતના કન્ટેન્ટને વિશ્વભરમાં લગભગ 45 બિલિયન કલાકો માટે જોવામાં આવ્યું હતું. હાલમાં ભારતમાં 100 મિલિયન ચેનલો છે, જે 11,000-15,000 સબ્સ્ક્રાઇબર્સ સાથે શરૂ થઈ થોડાં જ મહિનાઓમાં દસ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચી ગઈ. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતીય કન્ટેન્ટ વિશ્વવ્યાપી લોકપ્રિયતા હાંસલ કરી રહ્યું છે.

કલ્ચરને Celebrate કરીને વિશ્વ સુધી પહોંચાડવાનું શક્તિશાળી માધ્યમ

યુટ્યુબ માત્ર મનોરંજન માટે જ નહીં, દરેક દેશ પોતાનું સંસ્કૃતિક વારસો દુનિયાભરના લોકો સુધી પહોંચાડે તે માટે પણ અસરકારક છે. નીલ મોહન કહે છે, "યુટ્યુબ એક શક્તિશાળી એન્જિન છે, જે કોઈ પણ ક્રિએટરના કલ્ચરને વિશ્વના કોઈપણ ખૂણામાં પહોંચાડી શકે છે. ભારતની જેમ અન્ય દેશો દ્વારા પણ એનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે."

આ પણ વાંચો: ચેટજીપીટી સાથે જેમિની પણ જોવા મળશે આઇફોનમાં: સુંદર પિચાઈએ જણાવ્યું, ગૂગલનું AI એપલમાં જલદી રિલીઝ થશે

વિશ્વના નેતાઓમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ મોદી પાસે

ભારત ડિજિટલ પ્લેટફોર્મમાં ખૂબ આગેવાન છે, જેમાં ઑનલાઇન પેમેન્ટથી લઈને સરકારી સેવાઓ સુધી બધું જ સામેલ છે. નીલ મોહન જણાવે છે, "વિશ્વના સૌથી મોટા નેતાઓમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ YouTube સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે, જે 25 મિલિયનથી પણ વધારે છે."

Tags :