Get The App

ચેટજીપીટી સાથે જેમિની પણ જોવા મળશે આઇફોનમાં: સુંદર પિચાઈએ જણાવ્યું, ગૂગલનું AI એપલમાં જલદી રિલીઝ થશે

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
ચેટજીપીટી સાથે જેમિની પણ જોવા મળશે આઇફોનમાં: સુંદર પિચાઈએ જણાવ્યું, ગૂગલનું AI એપલમાં જલદી રિલીઝ થશે 1 - image


Gemini Soon Come to iPhone: ગૂગલના CEO સુંદર પિચાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે એપલની ડિવાઇસ, ખાસ કરીને આઇફોનમાં, જલદી જેમિની જોવા મળશે. અત્યારે ગૂગલ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સાથે સર્ચ મોનોપોલી અંગે એન્ટી-ટ્રસ્ટ ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યું છે. આ ટ્રાયલ દરમ્યાન સુંદર પિચાઈ દ્વારા જણાવાયું હતું કે તેઓ એપલ સાથે આ પ્રશ્નો અંગે વાતચીત કરી રહ્યાં છે અને આ વર્ષના મધ્ય સુધી ડીલ ફાઇનલ થઈ જશે. આથી iOS 19 માં જેમિનીનો સમાવેશ થઈ શકે.

સિરીની કાર્યક્ષમતા વધારશે જેમિની

આઇફોનમાં જેમિનીનો સમાવેશ કરતાની સાથે સિરીમાં અતિરિક્ત કાર્યક્ષમતા ઉમેરવામાં આવશે. યુઝર હવે સિરી સાથે જેમિનીનો પણ ઉપયોગ કરી શકશે, એ જ રીતે, જેમ આજે કેટલીક પ્રવૃત્તિ ચેટજીપીટી દ્વારા થઈ શકે છે. iOS 18.2 દ્વારા આઇફોનમાં બિલ્ટ-ઇન ચેટજીપીટી સપોર્ટ ઉમેરવામાં આવ્યો હતો. સિરી જ્યારે જવાબ આપવામાં અસમર્થ હોય, ત્યારે ચેટજીપીટી ઓટોમેટિક જવાબ આપે છે. આ જ રીતે, જ્યારે સિરી જવાબ ન આપી શકે, ત્યારે જેમિની પણ જવાબ આપશે.

ચેટજીપીટીનો પર્યાય

આઇફોનમાં જેમિનીનો સમાવેશ કરતાની સાથે એ યુઝર્સને ચેટજીપીટીનો પર્યાય પૂરું પાડશે. આથી જેમિનીનો બિલ્ટ-ઇન ફીચર તરીકે ઉપયોગ થઈ શકશે. અત્યારે જેમિની અને ચેટજીપીટી બન્ને એપ્લિકેશન આઇફોન માટે ઉપલબ્ધ છે. જોકે બિલ્ટ-ઇન સર્વિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોબાઇલની તમામ ઇકોસિસ્ટમને ઉપયોગ કરી શકશે, જે યુઝર્સ માટે વધુ સારી મદદ પૂરી પાડશે. આ માટે યુઝરે અલગથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નહી પડે.

ચેટજીપીટી સાથે જેમિની પણ જોવા મળશે આઇફોનમાં: સુંદર પિચાઈએ જણાવ્યું, ગૂગલનું AI એપલમાં જલદી રિલીઝ થશે 2 - image

AI ચેટબોટ માટે એપલનું વિઝન

એપલ દ્વારા પહેલેથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેઓ યુઝર્સને એક કરતાં વધુ AI ચેટબોટ સપ્લાય કરશે. આ વિષય પર એપલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ક્રેગ ફેડરિગીએ ગયા વર્ષ જૂનમાં જાહેર કર્યું હતું કે "અમે ઈચ્છીએ છીએ કે યુઝર્સ તેમને ગમતા મોડલ ઉપયોગ કરે. ભવિષ્યમાં, તેઓ ગૂગલ જેમિનીનો ઉપયોગ કરી શકે છે."

આ વર્ષની શરૂઆતમાં, ચર્ચા થઈ હતી કે iOS 18.4 બીટા વર્ઝનમાં ગૂગલ જેમિની સમાવેશ થઈ શકે, પરંતુ આ શક્ય ન હતું. હવે, નવું ઓપરેટિંગ સિસ્ટમ આ અપડેટ સામેલ કરશે.

આ પણ વાંચો: સ્પેસમાં અંતરિક્ષ યાત્રીઓના સ્નાયુઓ કેવી રીતે ઓછા થઈ જાય છે? ઇન્ડિયાના શુભાંશુ શુક્લા કરશે વિશ્લેષણ

સિરીની નવી અપડેટ

સિરીને આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી બનાવવા માટે એપલ દ્વારા ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહી છે. વિઝન પ્રો હેડસેટ માટે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમ આ નવતર સંશોધન સોંપવામાં આવી રહ્યું છે. માઇક રોકવેલની ટીમ તહેનત રહશે, અને એપલ તેમની કામગીરી પર વિશ્વાસ રાખી રહી છે. સિરીના નવા વર્ઝનને "2.0" તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, અને આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ થઈ શકે.

Tags :