Get The App

યૂટ્યુબની નવી પોલીસી: સેલ્ફ-હાર્મ અને સેક્સ્યુઅલ એબ્યુઝ જેવા વિવાદાસ્પદ વિષય પર પણ મળશે ફુલ રેવેન્યુ…

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
યૂટ્યુબની નવી પોલીસી: સેલ્ફ-હાર્મ અને સેક્સ્યુઅલ એબ્યુઝ જેવા વિવાદાસ્પદ વિષય પર પણ મળશે ફુલ રેવેન્યુ… 1 - image


YouTube Money Policy: યૂટ્યુબ દ્વારા તેમની એડ્વર્ટાઇઝર-ફ્રેન્ડલી કન્ટેન્ટ ગાઇડલાઇન્સમાં બદલાવ કરવામાં આવ્યા છે. હવેથી કન્ટ્રોવર્સિયલ ઇશ્યુ પર બનાવવામાં આવેલા કન્ટેન્ટ પરથી પણ ફુલ એડ રેવેન્યુ મેળવી શકાશે. આ પોલીસીનો બદલાવ સેલ્ફ-હાર્મ, અબોર્શન, સુસાઇડ, ડોમેસ્ટિક વાયલન્સ અને સેક્સ્યુઅલ એબ્યુઝ જેવા કન્ટેન્ટમાં કરવામાં આવ્યો છે. ચાઇલ્ડ એબ્યુઝ અને ઇટિંગ ડિસઓર્ડરને હજી પણ ફુલ મોનેટાઇઝેશન માટે પસંદ કરવામાં નથી આવ્યા. આ જાહેરાત યૂટ્યુબની ક્રિએટર ઇનસાઇડર ચેનલ પર આ વિશે જાહેરાત કરવામાં આવી છે. જોકે આ વિષય પર ડ્રામેટાઇઝ અથવા તો સેન્સિટિવ કન્ટેન્ટ હોવા જરૂરી છે જે લોકોને માહિતી આપતાં હોય.

કેમ બદલાવ કરવામાં આવ્યો?

યૂટ્યુબ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે પહેલાં પણ વીડિયોમાં જે ગ્રાફિક્સ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં માહિતી આપવામાં આવતી હતી એ એડ્વર્ટાઇઝર ફ્રેન્ડલીનેસ નહોતી. એના કારણે અપલોડ કરવામાં આવતાં વીડિયોમાં યેલો ડોલર આઇકન આવી જતો હતો. એના કારણે કન્ટેન્ટ ક્રિએટર્સને ફુલ મોનેટાઇઝેશનનો લાભ નહોતો મળતો. આથી યૂટ્યુબ દ્વારા તેમની પોલીસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. તેમણે તેમના નિયમો થોડા સરળ બનાવ્યા છે જેનાથી હવે ક્રિએટર્સ તેમના આ કન્ટેન્ટ દ્વારા વધુ પૈસાની કમાણી કરી શકે.

ક્રિએટરના ફીડબેકનો યૂટ્યુબે આપ્યો જવાબ

યૂટ્યુબના ક્રિએટર્સ દ્વારા યૂટ્યુબને પ્લેટફોર્મની મોનેટાઇઝેશન સિસ્ટમ વિશે ફીડબેક આપવામાં આવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે તેમની ગાઇડલાઇનને કારણે કન્ટ્રોવર્સિયલ વિષય પર બનાવવામાં આવેલા ડ્રામેટાઇઝ અથવા તો સેન્સિટિવ કન્ટેન્ટ માટે પણ તેમને ફુલ એડ રેવેન્યુ નથી મળી રહ્યું. યૂટ્યુબ હવે એ વાતની ખાતરી રાખી રહ્યું છે કે સેન્સિટિવ સ્ટોરી પર ડ્રામેટાઇઝ કન્ટેન્ટ બનાવનાર ક્રિએટર્સને પણ સરખા પૈસા કમાવવાની તક મળે. આ વિશે યૂટ્યુબે કહ્યું કે ‘અમે આ વિશે ખૂબ જ બારિકાઈથી તપાસ કરી અને અમને જાણવા મળ્યું કે અમારી ગાઇડલાઇન્સ આ પ્રકારના કન્ટેન્ટને લઈને ખૂબ જ સ્ટ્રિક્ટ હતી જેના કારણે યુઝર્સને તેમના વીડિયો માટે અન્ય વીડિયો જેટલા પૈસા નહોતા મળી રહ્યાં.’

આ પણ વાંચો: ચેટજીપીટી બહુ જલદી દેખાડશે એડ્સ, ફ્રી વર્ઝન અને ગો વર્ઝનમાં જોવા મળશે…

કન્ટ્રોવર્સિયલ ટોપિક વિશે યૂટ્યુબનું શું કહેવું છે?

યૂટ્યુબ દ્વારા એ વાતને સ્પષ્ટ પણે જણાવી દેવામાં આવી છે કે જ્યાં સુધી કન્ટેન્ટમાં ખૂબ જ વર્ણાત્મક અથવા તો ભરપૂર ગ્રાફિક્સ ન હોય ત્યાં સુધી ક્રિએટર્સ હવે એ વિષય પર પણ એડ્સ રેવેન્યુ મેળવી શકશે. જોકે આમ છતાં પણ કેટલાક એવા વિષય છે જેમાં યૂટ્યુબે એડ્સને રિસ્ટ્રિક્ટ રાખી છે. એમાં ચાઇલ્ડ એબ્યુઝ, ચાઇલ્ડ સેક્સ ટ્રાફિકિંગ અને ઇટિંગ ડિસઓર્ડર જેવા વિષયનો સમાવેશ થાય છે. આ વિષય પર પણ જો ડ્રામેટાઇઝ કન્ટેન્ટ બનાવવામાં આવ્યું હશે તો પણ એમાં એડ્સ રેવેન્યુ નહીં મળે.