Get The App

ચેટજીપીટી બહુ જલદી દેખાડશે એડ્સ, ફ્રી વર્ઝન અને ગો વર્ઝનમાં જોવા મળશે…

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ચેટજીપીટી બહુ જલદી દેખાડશે એડ્સ, ફ્રી વર્ઝન અને ગો વર્ઝનમાં જોવા મળશે… 1 - image


ChatGPT to Start Ads Soon: OpenAI દ્વારા હવે ચેટજીપીટીમાં એડ્સનો સમાવેશ કરવામાં આવશે એની જાહેરાત કરવામાં આવી છે. આ એડ્સ હાલમાં ફ્રી વર્ઝનમાં અને ગો વર્ઝનમાં દેખાડવામાં આવશે. ચેટજીપીટી દ્વારા અત્યારે આ એડ્સ ફક્ત અમેરિકામાં દેખાડવાનું પ્લાનિંગ છે અને ત્યાર બાદ ભારત સહિત દરેક દેશમાં પણ એ લોન્ચ કરવામાં આવશે. કંપની તેમના 800 મિલિયન મન્થલી યુઝર્સને આગામી આઠ વર્ષ સુધી AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે આ પગલું ભરી રહી છે. નવા ફીચરની મદદથી કંપની તેમના યુઝર્સને તેમણે જે સર્ચ કર્યું હશે એ આધારિત એડ્સ દેખાડશે. આ એડ્સ પ્રોડક્ટ અથવા તો ટ્રાવેલ સંબંધિત ગમે તે હોઈ શકે છે.

નવું સબ્સ્ક્રિપ્શન

ચેટજીપીટી દ્વારા ભારતના યુઝર્સ માટે ગો સબ્સ્ક્રિપ્શન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સબ્સ્ક્રિપ્શન હવે અમેરિકાના યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં તેમની પાસે એક મહિનાના ફક્ત આઠ અમેરિકન ડોલર ચાર્જ કરવામાં આવશે. આ ફીચરમાં ફક્ત એક્સટેન્ડેડ મેમરી અને ઇમેજ જનરેશનની ક્ષમતા વધુ છે. ચેટજીપીટી પ્લસ યુઝર મહિનાના 20 અને પ્રો યુઝર્સ મહિનાના 200 અમેરિકન ડોલર ચૂકવે છે. આથી તેમને એડ્સ દેખાડવામાં નહીં આવે, પરંતુ ગો યુઝર્સને જરૂર દેખાડવામાં આવશે.

એડ્સને લઈને યુઝરના ડેટા પર સવાલ

OpenAI દ્વારા તેમના યુઝર્સને એ વાતની ખાતરી આપવામાં આવી છે કે કંપની તેમના ડેટા અથવા તો વાતચીત કોઈ પણ એડ્વર્ટાઇઝિંગ કંપની અથવા તો કોઈને પણ નહીં વેંચે. ચેટજીપીટી દ્વારા એમાં એક ફીચર પણ આપવામાં આવશે જેનાથી યુઝર્સ એડ્સ પર્સનલાઇઝેશન બંધ કરી શકે છે. જોકે ચેટબોટ સાથે વાત કરવામાં આવતી હોવાથી એ પર્સનલ લેવલ પર થઈ ગયું હોવાથી એના આધારે એડ્સ દેખાડવી થોડું કન્ટ્રોવર્સી ઊભી કરનારું છે. એના દ્વારા OpenAI પર પણ પ્રેશર આવશે કે તેમણે યુઝર્સને કેવી રીતે પ્રોટેક્ટ કરવા. આ એડ્સને કારણે સ્કેમ કરનારા પણ એડ્સ આપી શકે છે જે રીતે ફેસબુક પર આવે છે. આથી કંપની માટે અને યુઝર માટે એક નવું જોખમ બની શકે છે.

કેવી રીતે દેખાડવામાં આવશે એડ્સ?

ચેટજીપીટી દ્વારા આ એડ્સને એકદમ છેલ્લે દેખાડવામાં આવશે. એટલે કે યુઝર જ્યારે કોઈ સવાલ કરશે અને ચેટજીપીટી એનો જવાબ આપશે ત્યારે એ જવાબની સાથે નીચે એડ્સ દેખાડવામાં આવશે. જોકે આ એડ્સની સાથે એના પર સ્પોન્સર લખેલું હશે. આથી યુઝર એનાથી છેતરાય નહીં અને તેમને ખબર પડે કે આ એક એડ છે. યુઝરનો વિશ્વાસ હોવો જરૂરી છે. આથી ચેટજીપીટીના જવાબ ક્યારેય એડ્સથી પ્રેરિત નહીં હશે. ભલે એ જવાબની નીચે એને લગતી એડ્સ હશે, પરંતુ એ બન્ને અલગ રીતે કામ કરશે. એડ્સ એડ્સનું કામ કરશે અને એના પર યુઝરને ખબર પડે એ માટે સ્પોન્સર લખેલું હશે.

આ પણ વાંચો: ગ્રોકની હરકતોથી મસ્કની એક્સ ગર્લફ્રેન્ડ પરેશાન! બિકિની ફોટોઝ મુદ્દે સોશિયલ મીડિયા કંપની પર કર્યો કેસ

ચેટજીપીટીનો ભવિષ્યનો પ્લાન

OpenAI દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ અઢાર વર્ષથી નાના બાળકોને આ એડ્સ નહીં દેખાડશે. ચેટજીપીટીને ખબર હોય અથવા તો યુઝરે પોતે જણાવ્યું હોય કે તેની ઉંમર 18 વર્ષથી ઓછી છે તેમના ફ્રી વર્ઝનમાં પણ એડ્સ જોવા નહીં મળે. કંપની યુઝરના ઉપયોગ અને સવાલના ટોપિક પરથી પણ તેમની ઉંમરને અંદાજો મેળવે છે. આથી ચેટજીપીટી એડ્સ દ્વારા હવે તેમનું નવું રેવન્યુ ઊભું કરવા માગે છે જેથી તેઓ પ્રોફિટેબલ કંપની બની શકે.