ઇન્સ્ટા પર તમારા ફ્રેન્ડ્સ તમારી પોસ્ટમાં ફોટો ઉમેરી શકશે
ઇન્સ્ટાગ્રામ પર એક નવું ફીચર આવી રહ્યું છે જેની મદદથી આપણા ફ્રેન્ડ આપણી પોસ્ટમાં પોતાના ફોટો કે વીડિયો ઉમેરી શકશે. આ ફીચર આપણી એપમાં ઉમેરાઈ ગયા પછી કોઈ પણ પોસ્ટમાં નીચેના ડાબે ખૂણે ‘એડ ટુ પોસ્ટ’ બટન જોવા મળશે. જેની મદદથી અન્ય યૂઝર્સ એ પોસ્ટમાં ફોટો કે વીડિયો ઉમેરી શકશે. જોકે તેમાં આખરી કંટ્રોલ મૂળ પોસ્ટ જેની છે તેનો જ રહેશે. તેમની મંજૂરી પછી જે તે પોસ્ટમાં અન્ય યૂઝરે ઉમેરેલી ઇમેજ કે વીડિયો લાઇવ થશે. હાલમાં ઇન્સ્ટાગ્રામમાં કેરોઝલ પોસ્ટમાં જે તે યૂઝરના પોતાના વધુમાં વધુ ૧૦ ફોટો કે વીડિયો મૂકી શકાય છે. પોસ્ટમાં અન્ય યૂઝરના ફોટો/વીડિયો ઉમેરાય શકે તેવું ફીચર લાઇવ થયા પછી આ મર્યાદા વધારવામાં આવે તેવી શક્યતા છે.