- ¼khíkLke çkÄe çkUõMk nðu yuf ÃkuxLkoLkk zku{uRLkLkku WÃkÞkuøk fhðk ÷køke Au
તમે તમારી ફેવરિટ પાણીપુરીની લારીએ પહોંચો ને લારીનું બોર્ડ બદલાયેલું દેખાય, શિવચંદ પકોડી ને બદલે શ્રીગણેશ પકોડીદેખાય તો તમારું રિએક્શન શું
હોય? જો લારીવાળો ભાઈ તમારો જાણીતો
હોય, પાણીપુરનો સ્વાદ પણ એનો એ જ
હોય તો તમે વિચારશો, ઠીક છે, નામ બદલ્યું હશે, આપણને શું ફેર પડે છે? આપણે તો સ્વાદ સાથે મતલબ છે! બરાબર. પણ લારીના નામ સાથે, એ લારીવાળો ભાઈ પાણીપુરીમાં આપણે માટે હાનિકારક કેમિકલ ઉમેરવાનું શરૂ કરે, તો? તો આપણને ચોક્કસ પેટમાં
દુઃખવું જોઈએ (દુઃખે જ!).
ઘણી વાર, બેંક જેવી મહત્ત્વની બાબતમાં
પણ આપણે પાણીપુરી (એ પણ મહત્ત્વની વાત તો છે,
સ્વાદ ને સ્વાસ્થ્ય
માટે!) જેટલી જ બેકાળજી બતાવતા હોઈએ છીએ. તેમાં કોઈ ફેરફાર થાય તો આપણું રીએક્શન ઠીક છે, થયો હશે કોઈ ફેરફાર એવો જ હોય છે.
અત્યાર સુધી, આપણી આવી લાપરવાહીને જ કારણે જ, અસલી બેંક જેવું જ ડોમેઇન અને વેબપેજ બનાવીને, છેતરપિંડી કરનારા લોકો આપણને છેતરી શકતા હતા. હવે એમનું કામ સહેલું રહ્યું નથી. કેમ કે બેંકનાં યુઆરએલ સ્ટાન્ડર્ડાઇઝ થયાં છે અને એની પાછળની સલામતી વ્યવસ્થા પણ વિસ્તરી છે.
પાછલા થોડા સમયથી, તમારી બેંકની વેબસાઇટનું
ડોમેઇન બદલાઈ ગયું છે. તમે એ તરફ પૂરતું ધ્યાન આપ્યું છે? ભારતમાં તમામ પ્રકારની બેંક્સનું સંચાલન કરતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ, ભારતીય બેંક્સનાં ડોમેઇનમાં એકસૂત્રતા લાવવા અને ખાસ તો તેમની સલામતી વધારવા
માટે ઓક્ટોબર ૩૧, ૨૦૨૫ સુધીમાં તમામ બેંકને
પોતાનાં ડોમેઇન બદલી નાખવા આદેશ આપ્યો હતો. એ મુજબ, તમારી બેંક સહિત, ભારતની તમામ બેંકે પોતાનાં
ડોમેઇન બદલી પણ નાખ્યાં છે. હવે આગળના મુદ્દાઓ વાંચો!
તમે તમારી બેંકની વેબસાઇટમાં જવું હોય તો શું કરો છો? મોટા ભાગે તમે પીસી કે લેપટોપમાં તમારું ફેવરિટ બ્રાઉઝર ઓપન કરીને તેમાં onlinesbi.com કે icicibank.com જેવું તમારું બેંકની વેબસાઇટનું યુઆરએલ (એટલે કે વેબસાઇટનું એડ્રેસ) ટાઇપ કરતા
હશો. બરાબર?
ઘણા લોકોને પોતાના ઇમેઇલ, એસએમએસ, વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયામાં આવેલી બેંકની લિંક પર ક્લિક કરીને બેંકની
વેબસાઇટ પર જવાની આદત હોય છે. આ આદત ખરેખર
ખોટી અને જોખમી છે. જ્યારે પણ પોતાની બેંકની વેબસાઇટ પર જવું હોય ત્યારે બ્રાઉઝર
ઓપન કરીને જાતે જ તેમાં બેંકનું યુઆરએલ ટાઇપ કરી લેવું સારું.
જો તમે સજાગ અને સચેત હો તો એડ્રેસ બારમાં આપણે ભલે ફક્ત bankname.com લખ્યું હોય પરંતુ બેકની વેબસાઇટનું હોમપેજ ઓપન થાય ત્યારે તમે તેના યુઆરએલની
આગળ આપોઆપ http://ને બદલે સાઇટ સિક્યોર
હોવાનુું દર્શાવવા માટે વધારાના એસ સાથે https:// શબ્દ ઉમેરાઈ જાય છે તેની
ચકાસણી કરી લેતા હશો. આવી ચકાસણી કરવાની
આદત પણ કેળવવા જેવી છે.
આપણે બ્રાઉઝરના એડ્રેસ બારમાં બેંકની વેબસાઇટનું એડ્રેસ ટાઇપ કરીએ અને તેમાં
આગળ https:// ઉમેરાઈ ગયું છે તેની ખાતરી કરીએ ત્યાં સુધીમાં સાઇટનું હોમપેજ ઓપન થાય અને
આપણે તેમાં પોતાનું કામકાજ કરવા માટે લોગ ઇન કરવા તરફ આગળ વધી જઇએ.
આ બધી આપણી જૂની આદત છે. પરંતુ પાછલા થોડા સમયમાં તેમાં કંઈ ફેરફાર થયો
હોવાનું તમે કંઈ નોંધ્યું છે? જો આ નવો ફેરફાર તમારા
ધ્યાનમાં ન આવ્યો હોય તો એનો અર્થ એ કે ઇન્ટરનેટ પર બેંકિંગ સંબંધિત કામકાજ કરતી
વખતે તમે પૂરતા સજાગ નથી, સોરી!
ફેરફાર એ થયો છે કે જૂની આદત મુજબ તમે bankname.com
એટલે કે જૂનું યુઆરએલ
ટાઇપ કર્યું હશે તો કાં તો સાઇટ ખૂલશે જ નહીં, અથવા બેંકની વેબસાઇટનું હોમપેજ ખુલે ત્યાં સુધીમાં એડ્રેસ બારમાં યુઆરએલ
બદલાઈને bankname.bank.in એવું થઈ ગયું હશે.
મતલબ કે આપણી ભલે જૂની આદત મુજબ બેંકની વેબસાઇટનું જૂનું યુઆરએલ એડ્રેસ ટાઇપ
કર્યું હોય, તે આપોઆપ બદલાઈને નવા એડ્રેસ
પર આપણને લઇ જાય છે. ટેકનિકલ ભાષામાં આને પેજ રીડિરેકશન કહે છે.
આ ફેરફારથી આપણે માટે બેંકની વેબસાઇટનો ઉપયોગ કોઈ રીતે બદલાતો નથી. આપણે તેમાં
નવું કશું કરવાનું પણ નથી.
પરંતુ એ બરાબર સમજી લેવાનું અને યાદ રાખવાનું છે કે હવે ભારતમાં બધી જ બેંક
માટે પોતાની વેબસાઇટ માટે અંતમાં .bank.in હોય એવા રીસ્ટ્રિક્ટેડ ટોપ-લેવલ
ડોમેઇનનો ઉપયોગ ફરજિયાત થઈ ગયો છે.
મતલબ કે હવે પછી તમે જ્યારે પણ પોતાની કે અન્ય કોઈ પણ બેંકની વેબસાઇટ પર જાઓ ત્યારે તેના એડ્રેસમાં, બેંકના નામ પછીના સૌથી પહેલા ‘/’ ની આગળ .bank.in સિવાય કંઈ પણ લખેલું હોય તો માનવું કે આપણે બેંકની સાચી વેબસાઇટ પર નથી.
çkUfLkk
zku{uRLk{kt þwt VuhVkh ÚkÞku Au?
ભારતમાં નવાઈજનક રીતે, હજી હમણાં સુધી બેંક જેવી
મહત્ત્વની નાણાકીય સંસ્થા તરફથી પોતાના કસ્ટમર્સ સાથે કરવામાં આવતા કમ્યુનિકેશન
બાબતે ભારે અરાજકતા હતી.
આપણને પોતાના ખાતા સંબંધિત માહિતી આપવા માટે પણ, બધી બેંક એવા જ ફોન નંબરનો ઉપયોગ કરતી હતી, જેનો ઠગ લોકો પણ ઉપયોગ કરતા હતા! બધી બેંક એવાં જ ડોમેઇનનો ઉપયોગ કરતી હતી, જે કોઈ પણ વ્યક્તિ કે બિઝનેસ થોડા રૂપિયા ખર્ચીને ખરીદી શકે! આ કારણે આપણે શું સાચું ને શું ખોટું એની સતત અવઢવમાં રહેતા હતા.
મોડેમોડે પણ તંત્ર જાગ્યું છે અને આ ભૂલો હવે સુધારી લેવામાં આવી છે.
હમણાં આપણે ટેકનોવર્લ્ડમાં વિગતવાર વાત કરી હતી તેમ બેંક તથા અન્ય તમામ પ્રકારની નાણાકીય સંસ્થાઓ
માટે આપણા પોતાના એકાઉન્ટ સંબંધિત ટેલિકોમ કમ્યુનિકેશન માટે હવે ૧૬૦૦ નંબરથી શરૂ
થતી નવી ફોન નંબર સીરિઝનો ઉપયોગ ફરજિયાત બન્યો છે.
આ નવી સીરિઝના ફોન નંબર ફક્ત બેંક અને નાણાકીય સંસ્થાઓને જ મળી શકે છે. અગાઉ
આપણી પોતાની ભરોસાપાત્ર બેંક તથા આપણને નિશાન બનાવતા ઠગ લોકો લગભગ એકસરખા લાગતા
ફોન નંબર્સનો ઉપયોગ કરતા હતા.
ફક્ત ફોન નંબર પરથી આપણે પારખી શકીએ નહીં કે ક્યો ફોન કૉલ સાચી બેંક તરફથી છે
અને ક્યો ઠગનો હશે. હવે ૧૬૦૦ સીરિઝથી શરૂ થતાં ફોન નંબરનો ઉપયોગ ફરજિયાત થયો
હોવાથી આપણે ફોન ઉપાડ્યા વિના, પહેલી જ નજરે જાણી શકીએ છીએ
છીએ કે કૉલનો જવાબ આપવા જેવો છે કે નહીં.
જે રીતે ફોન નંબરમાં અત્યાર સુધી સાચા-ખોટાની પરખ સંભવ નહોતી એવી જ અરાજકતા
વેબસાઇટના એડ્રેસ બાબતે હતી. પંજાબ નંેશનલ બેંકનું જૂનું ઓફિશિયલ ડોમેઇન www.netpnb.com હતું, પરંતુ બીજી કોઈ પણ વ્યક્તિ punjabnationalbank.com જેવું ડોમેઇન સહેલાઈથી ખરીદીન, બેંકની ઓફિશિયલ વેબસાઇટ જેવી
જ બનાવટી વેબસાઇટ બનાવી શકે!
આપણે બેધ્યાનપણે આવી વેબસાઇટ પર જઇને તેમાં લોગ ઇન થવાનો પ્રયાસ કરીએ તો
પોતાનું કસ્ટમર આઇડી અને તેના પાસવર્ડ જેવી સંવેદનશીલ વિગત એ બનાવટી વેબસાઇટને આપી
બેસીએ.
આમ થવાનું કારણ એ છે કે અત્યાર સુધી બેંક તથા અન્ય કોઈ પણ પ્રકારના બિઝનેસ
માટે .com, .org જેવાં એકસરખાં, જનરલ ડોમેઇન નેમનો ઉપયોગ થતો હતો. આવા ડોમેઇન કોઈ પણ વ્યક્તિ નજીવી રકમ
ખર્ચીને ખરીદી શકે.
આથી ભારતીય બેંક્સની વેબસાઇટ વિશ્વાસપાત્ર બનાવવા માટે તેમને માટે .com જેવા જનરલ ડોમેઇનને બદલે .bank.in જેવું સ્પેશિયલ ડોમેઇન ફરજિયાત
કરવામાં આવ્યું છે.
આવું ડોમેઇન ફક્ત ભારતીય બેંકને જ વિવિધ ચકાસણીઓ પછી જ મળી શકે છે.
જે રીતે સરકારના વિવિધ મંત્રાલયો કે વિભાગોની વેબસાઇટ માટે .gov.in એવા ડોમેઇનનો ઉપયોગ કરવામાં આવે છે. આવું ડોમેઇન અન્ય કોઈ વ્યક્તિ, બિઝનેસ કે સંસ્થાને મળી શકતું નથી.
તમે કદાચ નોંધ્યું હશે કે સ્માર્ટફોનના એપ સ્ટોરમાં પણ સરકારી એપ્સ માટે ગવર્નમેન્ટનો બેજ ઉમેરાયેલો હોય છે. આવા
બેજ વગરની, સરકારી કામકાજ જેમ કે આધાર, આયુષ્યમાન વગેરેને સંબંધિત એપ હોઈ શકે ખરી, પરંતુ તે સત્તાવાર કે અધિકૃત હોતી નથી.
બરાબર એ જ રીતે હવે બેંકની વેબસાઇટ પણ ખરેખર બેંકની જ છે એવું દર્શાવવા માટે
તેમાં સ્પેશિયલ ડોમેઇનનો ઉપયોગ શરૂ થયો છે.
હવે પછી બેંક્સની સત્તાવાર વેબસાઇટમાં ડેટાની હેરફેર માટે એન્ક્રિપ્ટેડ ટનલ્સનો ઉપયોગ ફરજિયાત બન્યો છે.
આથી આપણા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનથી બેંકના સર્વર કે બેંકના સર્વરથી આપણા ડિવાઇસ
સુધી ડેટાની જે કંઈ આપલે થાય તે એન્ક્રિપ્ટેડ રહે છે. તેમાં વચ્ચે કોઈ પણ આપણા
સંવેદનશીલ ડેટાને આંતરી કે જોઈ શકતું નથી.
બેંક્સની વેબસાઇટમાં આઇડેન્ટિટિ ગાર્ડ તરીકે ઓળખાતી એક સલામતી વ્યવસ્થાનો પણ ફરજિયાતપણે ઉપયોગ થાય છે. ઠગ ટોળકીઓ ઘણી
વાર એવો કીમિયો અજમાવતી હોય છે કે આપણે પોતે વેબસાઇટનું સાચું એડ્રેસ લખીએ છીએ
તેવું માનીએ તો પણ બ્રાઉઝર રીડાયરેક્ટ થઈને બનાવટી વેબસાઇટ તરફ દોરી જાય.
આઇડેન્ટિટિ ગાર્ડ ટેકનોલોજીને કારણે આવું થઈ શકશે નહીં.
નવા ડોમેઇનને કારણે બેંક્સ તરફથી આવતા ઇમેઇલ પણ વધુ સલામત બનશે.
ykÃkýu nS
þwt æÞkLk hk¾ðwt òuEyu?
આપણી બેંકનું ડોમેઇન બદલાય તેનાથી આપણે કામકાજની રીતે કોઈ ફેર પડતો નથી. આપણી
તેમાં કોઈ ભૂમિકા પણ નથી. જે કરવાનું હતું તે બેંકોએ કરવાનું હતું અને તેમણે એ
કર્યું. આપણે બેંકનું જૂનું યુઆરએલ લખીએ તો પણ આપોઆપ નવા ડોમેઇન સાથેની વેબસાઇટ જ
ખુલવાની છે.
પરંતુ આપણે આવા ફેરફારો તરફ સજાગ રહેવું અત્યંત મહત્ત્વનું છે. આવા નાના લાગતા
ફેરફાર આપણી નજર બહાર ન રહે, આપણું તેના તરફ તરત ધ્યાન
ખેંચાય તો જ આપણે અન્ય ફ્રોડના પ્રયાસોથી બચી શકીએ. આ એક કાયમી સજાગતા કેળવવાની
વાત છે.
આગળ વાત કરી તેમ, આપણી બેંકનું ઓફિશિયલ ડોમેઇન
બદલાય તેનાથી આપણા વેબસાઇટના ઉપયોગમાં કોઈ ફેર પડતો નથી. આપણે કશું કરવાનું પણ
નથી. ફક્ત બેંકની વેબસાઇટમાં લોગ ઇન થઈએ ત્યારે એડ્રેસ બારમાં મેઇન યુઆરએલના અંતે
બેંકનું નામ, .bank.in હોવાની ખાતરી કરી લેવી જરૂરી
છે.
એ પણ ધ્યાન રાખશો કે જ્યારે જ્યારે સરકાર તરફથી ઓનલાઇન સિક્યોરિટી સંબંધિત કોઈ
નવી પહેલ કરવામાં આવે ત્યારે ઠગ લોકો તેનો લાભ લેવા માટે પણ મેદાને આવી જતા હોય છે.
એ સંદર્ભમાં એ બરાબર યાદ રાખશો કે બેંક તરફથી બેંકના નવા ડોમેઇનમાં અપડેટ કે માઇગ્રેટ કરવાની સૂચના સાથે કોઈ ફોન કૉલ આવે તો તેનો ભરોસો કરશો નહીં. આવા ટ્રાન્સફર, અપડેટ્સ કે માઇગ્રેશન માટે કોઈ પણ પ્રકારનો પિન, ઓટીપી કે પાસવર્ડ માગવામાં આવે તો એ પણ આપશો નહીં.
જો બેંકની વેબસાઇટના ઉપયોગ વખતે આપણે પૂરતી સાવધાની ન લઇએ, તેનું નવું ડોમેઇન ચકાસ્યા વિના જે વેબસાઇટ દેખાતી હોય તેમાં લોગ ઇન થઈએ તો આપણે સાયબર ફ્રોડનો
ભોગ બની શકીએ છીએ.
આવી કોઈ પણ ભૂલ થાય તો ભૂલ થયાના ત્રણ કલાકની અંદર આપણે યોગ્ય જગ્યાએ ફરિયાદ
કરીએ તો ટ્રાન્સફર થયેલાં નાણાં ફ્રીઝ થવાની અને આપણને પરત મળવાની શક્યતા રહે છે.
તેનો લાભ લેવા માટે ભૂલ થઈ હોવાનું ધ્યાનમાં આવે તો તરત જ ૧૯૩૦ પર નેશનલ સાયબર
ક્રાઇમ હેલ્પલાઇનમાં જાણ કરો. એ સમયે આપણે પોતાના બેંક ખાતાનો નંબર તથા
ટ્રાન્ઝેકશન કેટલા વાગે થયું છે તે સમય જણાવવો જરૂરી છે.
એ સાથે જ બેંકના ઓફિશિયલ હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને આપણું નેટબેંકિંગ, મોબાઇલ બેંકિંગ તથા તમામ ડેબિટ/ક્રેડિટ કાર્ડ પણ બ્લોક કરાવી દેવા જરૂરી છે.
આપણે પોતાની બેંક જેવી જ લાગતી ખોટી વેબસાઇટમાં લોગ ઇન થયા હોવાનું ધ્યાનમાં
આવે તો તરત જ બીજા સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં .bank.in એવું ઓફિશિયલ એડ્રેસ ધરાવતી
બેંકની ઓફિશિયલ વેબસાઇટમાં લોગ ઇન થઈને તમારો પાસવર્ડ તથા ટ્રાન્ઝેકશન પિન બદલી
નાખો. બેંક તરફથી ટુ-સ્ટેપ વેરિફિકેશનની પણ સગવડ આપવામાં આવે છે, તેનો અચૂક લાભ લો.
આપણે ભૂલથી પોતાની બેંક જેવી જ લાગતી ખોટી વેબસાઇટ પર પહોંચ્યા હોઇએ અને એ
વેબસાઇટ પરથી આપણા કમ્પ્યૂટર કે મોબાઇલમાં આપણી ભૂલથી કે આપોઆપ કંઈ પણ ડાઉનલોડ થાય, તો એવી પૂરી શક્યતા કે એ બનાવટી વેબસાઇટને કારણે આપણા ડિવાઇસમાં જોખમી માલવેર
ઘૂસી જાય.
એવી સ્થિતિમાં કમ્પ્યૂટર કે મોબાઇલમાં ઇન્ટરનેટ કનેકશન તાબડતોબ બંધ કરો. જેથી
ફોનમાં ઘૂસેલો પેલો માલવેર ઠગ ટોળકીના સર્વરને વધુ કોઈ માહિતી પહોંચાડી શકે નહીં.
એ પછી આપણા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં ઘૂસેલા કે ડાઉનલોડ થયેલા કોઈ પણ
માલવેરને દૂર કરવા માટે સારા એન્ટિવાયરસ પ્રોગ્રામથી ડિવાઇસ સ્કેન કરો અથવો
નિષ્ણાતની મદદ લો. કંઈક પણ અજુગતું લાગે તો કમ્પ્યૂટર કે મોબાઇલને ફેકટરી રિસેટ
કરી લેવામાં સલામતી છે.


