એપલ ત્રણ સ્માર્ટવોચ રિલીઝ કરે એવી શક્યતા: કેવી રીતે જોશો આ ઇવેન્ટને…
Apple Might Launch 3 iWatch: એપલ દ્વારા સપ્ટેમ્બરમાં તેમની ઇવેન્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે એમાં કઈ-કઈ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે એ વિશે જાહેરાત કરવામાં નથી આવી. જોકે આ વર્ષે એક સાથે ત્રણ એપલ વોચ લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. એપલ વોચ અલ્ટ્રા 3 અને એપલ વોચ સિરીઝ 11ની સાથે હવે એપલ વોચ SE 3 પણ લોન્ચ કરવામાં આવશે એવી શક્યતા છે. અત્યારે એપલની વેબસાઇટ પર એપલ વોચ સિરીઝ 10, એપલ વોચ અલ્ટ્રા 2 અને એપલ વોચ SE (2022)નો સમાવેશ થાય છે.
એપલ વોચ અલ્ટ્રા 3માં જોવા મળી શકે સેટેલાઇટ કનેક્ટિવિટી
એપલ વોચ અલ્ટ્રા 2માં હાર્ટ રેટ મોનિટર ખૂબ જ ચોક્કસ રિઝલ્ટ આપે છે. જોકે હવે અલ્ટ્રા 3ના લોન્ચ દ્વારા એમાં સેટેલાઇટ કનેક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવી શકે છે. આથી ઇમરજન્સીના સમયે યુઝર નેટવર્ક કનેક્ટિવિટી અથવા તો મોબાઇલ વગર પણ કમ્યુનિકેટ કરી શકશે. આ વોચમાં 5G કનેક્ટિવિટી હોવાની શક્યતા છે. તેમ જ નેવિગેશન, કમ્યુનિકેશન અને મ્યુઝિક સ્ટ્રીમિંગમાં પણ ઘણાં સુધારા કરવામાં આવશે. આ સાથે જ આ હાઇ-એન્ડ વોચની ચિપ પણ પહેલાં કરતાં ખૂબ જ પાવરફુલ બનાવવામાં આવશે.
સિરીઝ 11માં જોવા મળશે વર્કઆઉટ બડી ફીચર
એપલ સ્માર્ટવોચ સિરીઝમાં હવે 11 લેટેસ્ટ ઉમેરો થવા જઈ રહ્યો છે. આ વોચમાં પણ નવી ચિપ અને નવા ફીચર્સનો સમવેશ કરવામાં આવશે. આ વોચમાં એક વર્કઆઉટ એપને નવેસરથી ડિઝાઇન કરવામાં આવી છે. એમાં AI ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરને વર્કઆઉટ બડી ફીચર કહેવામાં આવી રહ્યું છે. હાર્ડવેરમાં ઘણો બદલાવ કરવામાં આવશે એવી ચર્ચા છે, પરંતુ એની ડિઝાઇનમાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે.
એપલ વોચ SE 3ની કિંમત ₹30,000 સુધીની હોઈ શકે
એપલ વોચ SE 3માં જૂના ફીચર્સની સાથે નવા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવશે. આ મોડલની ચેસિસ અફોર્ડેબલ બનાવવામાં આવશે જેથી એના પૈસા ઓછા હોય. તેમ જ એમાં ડિસ્પ્લેની ટેકનોલોજી પણ જૂની ઉપયોગમાં લેવામાં આવશે. જોકે એમાં AIના તમામ ફીચર્સ ચાલશે. આ સાથે અન્ય ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવશે. એમાં સેલ્યુલર અને સેટેલાઇટ સર્વિસ જોવા નહીં મળે.
આ પણ વાંચો: જીમેલના 2.5 બિલિયન એકાઉન્ટના ડેટા થયા લીક: તમારું એકાઉન્ટ સિક્યોર કેવી રીતે કરશો?
કેવી રીતે લાઇવ ઇવેન્ટ જોશો?
એપલની ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે છે. આ ઇવેન્ટમાં એપલ આઇફોન 17 સિરીઝની સાથે એરપોડ્સ અને એપલ વોચ પણ લોન્ચ કરવાની છે. આ ઇવેન્ટને 9 સપ્ટેમ્બરે રાતે 10:30 વાગ્યે ભારતમાં જોઈ શકાશે. આ ઇવેન્ટને એપલની વેબસાઇટ, એપલ ટીવી અને યૂટ્યુબ પર જોઈ શકાશે.