Get The App

મંગળ ગ્રહના બેઝ માટે લદાખને કેમ પસંદ કર્યું ઇસરોએ, જાણો વિગત…

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
મંગળ ગ્રહના બેઝ માટે લદાખને કેમ પસંદ કર્યું ઇસરોએ, જાણો વિગત… 1 - image


Why ISRO Choose Ladakh: ઇસરો દ્વારા લદાખમાં મંગળ ગ્રહનું બેઝ બનાવી એક્સપેરિમેન્ટ્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઇસરોના ચેરમેન ડોક્ટર વી. નારાયણન દ્વારા 4530 મીટરની ઊંચાઈએ આ બેઝનું ઉદ્ઘાટન 31 જુલાઈએ કરવામાં આવ્યું હતું. લદાખની ત્સો કાર વેલીમાં બનાવવામાં આવેલા આ બેઝનું નામ હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન (HOPE) નામ આપવામાં આવ્યું છે. એથી એને HOPE કહેવામાં આવી રહ્યું છે. આ ભારતનું પહેલું મંગળ ગ્રહ બેઝ છે. અહીં ઇસરો દ્વારા એ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે કે મંગળ ગ્રહ પર કેવી રીતે જીવન શક્ય છે.

મંગળ ગ્રહ જેવો માહોલ

આ બેઝમાં મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે. ઇસરો દ્વારા જાહેર કરવામાં આવેલા ફોટોમાં HOPE જોવા મળી રહ્યું છે. એક રીતે જોવા જઈએ તો એક અર્ધગોળાકાર ટેન્ટ એટલે કે ડોમ જોવા મળે છે. એમાં બે ડોમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના નામ મંગળ ગ્રહના ચંદ્ર ફોબોસ અને ડિમોસના નામ પરથી રાખવામાં આવ્યા છે. ફોબોસ આઠ મીટર પહોળું છે અને ડિમોસ 5 મીટર પહોળું છે. આ ડોમ 18 ફૂટ ઊંચા છે. એના બનાવવા માટે ખાસ પોલિમર અને બારી માટે ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડોમને એ રીતે બનાવવામાં આવ્યો છે કે મંગળ મિશન જ્યારે શરૂ થાય ત્યારે અંતરિક્ષયાત્રીઓનો થોડો ઘણો અનુભવ હોય કે ત્યાં કેવી રીતે રહેવું પડશે અને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આથી એક રીતે જોવા જઈએ તો આ બેઝમાં પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.

ડિમોસ ડોમની ખાસિયત

ડિમોસ ડોમમાં એક એરલોક સિસ્ટમ છે. અંતરિક્ષ યાત્રીઓ બહાર નીકળે ત્યારે તેમના પ્રેશરને કન્ટ્રોલ રાખવા માટે આ સિસ્ટમ કામ કરે છે. આ સાથે જ એમાં બાયોડાયજેસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ ડોમમાં રહેનાર વ્યક્તિના મળમૂત્રને 90 ટકા સાફ કરીને એના પાણીને ખેતીમાં ઉપયોગ લાયક બનાવવામાં આવે છે.

ફોબોસ ડોમની ખાસિયત

ફોબોસ ડોમમાં ક્રૂ રહે છે. આ ક્રૂ મિશન દરમિયાન વિવિધ પ્રકારના સેમ્પલ ભેગા કરવાનું કામ કરે છે. ફોબોસમાં ત્રણ ભાગ છે. એમાં સૂવા માટેની અને કામ કરવા માટેની જગ્યા, તેમ જ પ્રેશર શોધવા માટેના સેમ્પલને તૈયાર કરવાની જગ્યા છે. વિજળી માટે સોલર પેનલ અને બેટરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મિશન 1થી 10 ઓગસ્ટ સુધીનું હતું. એમાં પાણી અને ખાવાનું બન્ને લિમિટેડ રાખવામાં આવ્યું હતું. 10 દિવસ માટે 80 લીટર પાણી આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગ્રોકની ચેટ ગૂગલ પર લીક: બોમ્બ, ડ્રગ્સ અને મસ્કના મર્ડર સુધીની વાતચીત જાહેર

લદાખને કેમ પસંદ કરવામાં આવ્યું?

લદાખને પસંદ કરવા માટેનું ખાસ કારણ એ છે કે અહીં મંગળ ગ્રહની જેમ લાલ માટી અને પથ્થરિયાળ વિસ્તાર છે. અહીં હાઇ અલ્ટ્રાવાયલેટ કિરણોનો પ્રવાહ, હવામાં ઓછું પ્રેશર, ખૂબ જ ઠંડી અને હવામાં મીઠાનું પ્રમાણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આ જગ્યા પસંદ કરવામાં આવી હતી કારણ કે એ મંગળ ગ્રહની સૌથી નજીકનું છે.

Tags :