Get The App

ગ્રોકની ચેટ ગૂગલ પર લીક: બોમ્બ, ડ્રગ્સ અને મસ્કના મર્ડર સુધીની વાતચીત જાહેર

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
ગ્રોકની ચેટ ગૂગલ પર લીક: બોમ્બ, ડ્રગ્સ અને મસ્કના મર્ડર સુધીની વાતચીત જાહેર 1 - image


Grok Chat Leaked: ચેટજીપીટી બાદ હવે ઇલોન મસ્કના AI ગ્રોકની ચેટ પણ લીક થઈ છે. આ ચેટ પણ ગૂગલ સર્ચ દ્વારા લીક થઈ છે અને એમાં ખૂબ જ સેન્સિટિવ ડેટા છે. xAIના શેરિંગ ફીચરના કારણે આ તમામ ડેટા લીક થયા છે અને એ પણ યુઝરની જાણકારી બહાર. એકદમ સામાન્ય ચેટથી લઈને ડ્રગ્સ કેવી રીતે બનાવવી અને બોમ્બ કેવી રીતે બનાવવો વગેરે જેવી વાતચીત ગ્રોક સાથે કરવામાં આવી હતી. એટલું જ નહીં ઇલોન મસ્કનું મર્ડર કેવી રીતે કરવું એ પણ ગ્રોકને પૂછવામાં આવ્યું હતું.

શેર બટનના કારણે થઈ ચેટ લીક

ગ્રોકમાં એક શેર બટન આપવામાં આવ્યું છે. આ બટન પર જે પણ યુઝરે ક્લિક કર્યું હશે એ દરેકની ચેટ લીક થઈ ગઈ છે. આ તમામ ચેટ એક URL બની છે જેને હવે ગૂગલ, બિંગ અને ડકડકગો જેવા સર્ચ એન્જિન પર જોવા મળી રહી છે. લગભગ 3.70 લાખ જેટલી ચેટ લીક થઈ છે. આ ચેટમાં સામાન્ય ટાસ્કથી લઈને ફેન્ટાનિલ અને બોમ્બ કેવી રીતે બનાવવી એ પણ ચેટનો સમાવેશ થાય છે. તેમ જ કોડિંગ મેલવેર કેવી રીતે બનાવવું અને ઇલોન મસ્કનું અસેસિનેશન કેવી રીતે કરવું વગેરે જેવી ચેટનો પણ સમાવેશ થાય છે.

પર્સનલ ઇન્ફોર્મેશનનો પણ થયો સમાવેશ

આ ચેટ લીકમાં ઘણાં યુઝર્સની પર્સનલ ચેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં નામ, અંગત માહિતી, પાસવર્ડ અને કેટલીક અપલોડ કરેલી ફાઇલો પણ જોવા મળી રહી છે. આ અપલોડ કરેલી ફાઇલમાં સ્પ્રેડશીટ અને ઇમેજનો પણ સમાવેશ થાય છે. મેડિકલ અને સાયકોલૉજીકલ ચેટનો પણ એમાં સમાવેશ થાય છે જે ઘણાં યુઝર્સ માટે પ્રાઇવેટ ચેટ કહેવાય છે.

ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ માટે પણ કરવામાં આવ્યા હતા સવાલ

આ લીકમાં ઘણા સવાલો ખૂબ જ જાતિવાદી હતા. એમાં કેટલાક અશ્લીલ પણ હતા. જોકે સૌથી વધુ જોખમી સવાલ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ માટેના હતા. એ સવાલોને લઈને સીધી xAIના નિયમોનું ઉલંઘન થાય છે. ઘણાં યુઝર્સ દ્વારા હથિયાર કેવી રીતે બનાવવા એ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેમ જ લોકોને ગુસ્સો આવે અને ઉશ્કેરાવા વાળા કન્ટેન્ટને કેવી રીતે પ્રમોટ કરવો એ વિશે પણ સવાલ-જવાબ કરવામાં આવ્યાં હતાં. ડ્રગ્સ બનાવવી, સુસાઇડ કેવી રીતે કરવી અને વાઇરસ કેવી રીતે બનાવવો જેવા તમામ ગ્રોકના જવાબો પણ શેર ફંક્શનના કારણે ગૂગલ પર લીક થયા છે.

આ પણ વાંચો: ફોટો એડિટ કરવું થયું વધુ સરળ: ગૂગલ ફોટોને કમાન્ડ આપો અને કામ થઈ જશે…

ચેટજીપીટીનો ઉપયોગ થેરાપિસ્ટ તરીકે, ગ્રોકના ઉપયોગને લઈને સવાલ

ચેટજીપીટીનો ઉપયોગ થેરાપિસ્ટ અને લાઇફ કોચ તરીકે થઈ રહ્યો હતો. આ વાતચીત જેવી લીક થઈ કે ચેટજીપીટી દ્વારા શેર ફીચરને બંધ કરી દેવામાં આવ્યું હતું. કંપનીના ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઑફિસર ડેન સ્ટકી દ્વારા ફીચર ખૂબ જ ટૂંકા સમય માટે રહ્યું હોવાનું કહ્યું હતું. જોકે ચેટજીપીટીના ઉપયોગ અને મેસેજ પરથી જાણવા મળ્યું હતું કે એનો ઉપયોગ લાઇફ કોચ અને થેરાપિસ્ટ તરીકે થતો હતો. એમ છતાં સેમ ઓલ્ટમેન દ્વારા લોકોને ખૂબ જ પ્રાઇવેટ વાત શેર ન કરવા માટે કહ્યું હતું. જોકે ગ્રોકના ઉપયોગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ડ્રગ્સ, હથિયાર, સુસાઇડ, બોમ્બ અને ઇલોન મસ્કના અસેસિનેશન જેવા વિષયને લઈને તેની ગાઇડલાઇન પર સવાલ ઊભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એની ટીકા થઈ રહી છે.

ગ્રોકે વાતને નકારી કાઢી

યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ગ્રોકને આ વિશે સવાલ કરવામાં આવી રહ્યાં છે. ગ્રોકના શેરિંગ ફીચરના કારણે ચેટ લીક થઈ છે એ વિશે પૂછતાં ગ્રોકે જવાબ આપ્યો કે ‘OpenAIના ચેટજીપીટીમાં જે શેરિંગ ઓપ્શન હતું જેના કારણે ગૂગલ પર ચેટ લીક થઈ હતી એવું ગ્રોક પાસે કોઈ ફીચર જ નથી. અમે પ્રાઇવસીને મહત્ત્વ આપીએ છીએ. પ્રાઇવેટ ચેટ પણ 30 દિવસની અંદર ડિલીટ થઈ જાય છે. અમે ડેટા પણ કોઈને વેંચતા નથી. તેમ જ લોકોને સલાહ આપીએ છીએ કે સેન્સિટિવ માહિતી શેર કરવાથી દૂર રહેવું.’

ગ્રોકના આ જવાબને લઈને ઇલોન મસ્કે પોસ્ટ કર્યું હતું કે ગ્રોક ફોર ધ વિન. જોકે આ ચેટ કેવી રીતે લીક થઈ અને કેમ એ વિશે ગ્રોક, ઇલોન મસ્ક અને કંપની દરેક દ્વારા કોઈ સફાઈ આપવામાં નથી આવી.

Tags :