Get The App

શુભાંશુ શુક્લા કેમ ફરી ચાલતા શીખી રહ્યો છે?, શું છે કારણ...

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
શુભાંશુ શુક્લા કેમ ફરી ચાલતા શીખી રહ્યો છે?, શું છે કારણ... 1 - image


Shubhanshu Shukla Learning Walking: શુભાંશુ શુક્લા હાલમાં ફરી ચાલતા શીખી રહ્યો છે. અંતરિક્ષમાં અંદાજે 20 દિવસ પસાર કરીને ફરી ધરતી પર આવ્યા બાદ શુભાંશુ શુક્લા રિહેબ સેન્ટરમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે. તે પૃથ્વી સાથે ફરી સુસંગત થવાની કોશિશ કરી રહ્યો છે અને એ માટે તે ફરી ચાલતા શીખી રહ્યો છે. આ માટે તેને બે વ્યક્તિ દ્વારા પકડીને ચલાવવામાં આવી રહ્યું છે. માઇક્રોગ્રેવિટીમાં રહ્યા બાદ પૃથ્વી પર આવતા શરીર ફરી ગ્રેવિટી સાથે બંધબેસતું થવામાં વાર લાગે છે. અંતરિક્ષમાં જઈને આવ્યા બાદ આ દરેક અંતરિક્ષ યાત્રી સાથે થાય છે.

એક્સીઓમ-4 મિશનમાં લીધો હતો ભાગ

શુભાંશુ શુક્લા દ્વારા એક્સીઓમ-4 મિશનમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ મિશનને સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા 25 જૂને લોન્ચ કરવામાં આવ્યું હતું. 1984માં રાકેશ શર્મા બાદ અંતરિક્ષમાં જનાર તેઓ બીજા ભારતીય છે. તેમ જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનાર પહેલા ભારતીય છે. તેમની હેલ્થને લઈને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દરેકને માહિતી આપી છે.

લેન્ડ થતાં જ સીધા રિકવરી તૈયારી શરૂ કરી

શુભાંશુ શુક્લાના જણાવ્યા અનુસાર સ્પેસ ટ્રાવેલને લઈને શરીર પર ઘણી રીતે અસર થાય છે. ફ્લુઈડ શિફ્ટથી લઈને હાર્ટ રેટમાં બદલાવ અને બેલેન્સ ન રહેવું તેમજ સ્નાયુમાં તાકાત ન રહેવી જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેમણે પૃથ્વી પર આવ્યા બાદ ગ્રેવિટીમાં રહીને ફરીથી દરેક પ્રક્રિયા કરવી પડે છે. રિકવરી પ્રક્રિયા દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે, પરંતુ ધરતી પર લેન્ડ કરતાની સાથે જ શરીર પોતાની રીતે એડજસ્ટ થવાનું શરૂ કરી દે છે.

સૌથી મોટી સમસ્યા શું હોય છે?

સ્પેસમાંથી આવ્યા બાદ મોટાભાગના અંતરિક્ષ યાત્રીઓને સૌથી મોટી સમસ્યા ફ્લુઈડ શિફ્ટ એટલે કે ચાલવામાં પડે છે. માઇક્રોગ્રેવિટીમાં શરીરમાં રહેલું તમામ પ્રવાહી ઉપરની તરફ હોય છે. આથી તેઓ જેમ પૃથ્વી પર પરત ફરે છે, ત્યારે તે ફરી નીચે આવી જાય છે અને એની કારણે બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય છે. આ કારણે તેમને ચક્કર આવી જાય છે. તેમનું શરીર ફરી ગ્રેવિટીમાં રહીને લોહીને શરીરમાં કેવી રીતે ફરતુ રાખવું એ માટે એડજસ્ટ કરે છે. તેમને બેલેન્સ કરવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે. તેમજ તેમના કાન પણ ઝીરો ગ્રેવિટીમાં રહ્યાં હોવાથી પૃથ્વી પર આવતા એને એડજસ્ટ થવામાં વાર લાગે છે. મગજ જ્યાં સુધી દરેક સિગ્નલને ચોક્કસપણે ગ્રહણ કરવાનું અને મોકલવાનું શરૂ ન કરે ત્યાં સુધી વ્યક્તિને ખૂબ જ તકલીફ પડે છે.

આ પણ વાંચો: પુરુષો માટે આવી રહી છે ગર્ભનિરોધક દવા, હ્યુમન ટ્રાયલ પણ પૂરા, જાણો સંપૂર્ણ માહિતી

રિહેબ સેન્ટરમાં આપવામાં આવે છે ટ્રેનિંગ

અંતરિક્ષ યાત્રીને પૃથ્વીની ગ્રેવિટી સાથે સુસંગત થવા માટે તરત ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવે છે. આ ફિઝિકલ થેરાપી સેશન દરેક માટે અલગ-અલગ હોય છે. એમાં સ્નાયુઓમાં ફરી તાકાત લાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમજ હાડકાંને ફરી મજબૂત બનાવવામાં આવે છે. તેમને ચાલવામાં પણ તકલીફ પડતી હોવાથી આ ફિઝિકલ ટ્રેનિંગ દરમિયાન તેમને સપોર્ટ આપી ધીમે-ધીમે ચાલતા કરવામાં આવે છે. એકવાર લોહીનું ભ્રમણ ધીમે-ધીમે શરૂ થતાં સ્નાયુ પણ સારી રીતે રિકવરી થવા માડે છે. શુભાંશુ શુક્લાને પણ બે વ્યક્તિના સપોર્ટ દ્વારા ધીમે-ધીમે ચાલતા શીખવવામાં આવ્યું હતું જેનો વીડિયો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે.

Tags :