mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આઈફોનમાં બેટરીની આવરદા કેમ લંબાવી શકાય ?

Updated: May 26th, 2024

આઈફોનમાં બેટરીની આવરદા કેમ લંબાવી શકાય ? 1 - image


- ykRVkuLk nkuÞ fu yuLzÙkuRz - VkuLkLke çkuxhe nt{uþkt ÍzÃkÚke ¾k÷e Úkíke nkuÞ yuðwt s MkkiLku ÷køku Au!

એકવીસમી  સદીની શરૂઆતથી સ્માર્ટફોન ચલણી બન્યા એ સમયથી બેટરીમાં ઘણાં ઇનોવેશન્સ થયાં છે, પણ સામે બેટરીની ખપત પણ તેજ માત્રામાં વધી રહી છે. હમણાં એક ચાઇનીઝ સ્ટાર્ટઅપે દાવો કર્યો છે કે તે સ્માર્ટફોન માટે એક વાર ચાર્જ કર્યા પછી  ૫૦ વર્ષ સુધી ચાલે એવી ન્યુક્લીઅર બેટરી વિક્સાવી રહી છે. એ બેટરી આપણા ફોનમાં આવે નહીં ત્યાં સુધી તો બેટરી બચાવવાની રીતો જાણવી રહી! 

આજના શીર્ષકમાં ભલે ‘આઇફોન’ લખ્યું, અહીં જણાવેલી બાબતો, જો તમારી પાસે આઇફોનને બદલે એન્ડ્રોઇડ ફોન હોય તો તેને પણ લાગુ પડે છે. આ લેખ પૂરતું આઇફોનને આધાર બનાવવાનું કારણ એટલું જ કે એપલ કંપનીએ પોતે આઇફોન, આઇપેડ વગેરે ડિવાઇસમાં બેટરીની કાળજી રાખવા સંબંધિત કેટલીક ટિપ્સ આપી છે. આ બધા ઉપાયની એક મુશ્કેલી છે. ‘એક હાથ દો, એક હાથ લો’ વાળો દુનિયાદારીનો નિયમ સ્માર્ટફોનમાં પણ અફર છે. આપણે તે સ્વીકારવો જ રહ્યો.

એટલે વાત ડેટા બચાવવાની વાત હોય કે બેટરી બચાવવાની, અમુક સેટિંગ્સ કરવા જતાં, પર્ફોર્મન્સ કે એનિમેશન કે કન્વીનિઅન્સ જેવી કોઈ ને કોઈ બાબતે આપણે સમાધાન કરવું પડે છે એ ધ્યાને રાખશો.

çkuxhe ÷kRV yLku çkuxhe ÷kRVMÃkkLk{kt þwt Vuh?

બેટરી વિશે વાત કરતી વખતે એપલ કંપની સૌથી પહેલાં તો ‘બેટરી લાઇફ’ અને ‘બેટરી લાઇફસ્પાન’ શું છે એ વિશે ચોખવટ કરે છે. 

આ બંને શબ્દો આમ તો બહુ નજીકના છે, પણ ખાસ કરીને સ્માર્ટફોનના સંદર્ભમાં કહીએ તો બંનેના અર્થ અલગ અલગ છે. એપલ કંપની બંને શબ્દોની સ્પષ્ટ વ્યાખ્યા કરે છે.

કંપનીના કહેવા અનુસાર ‘બેટરી લાઇફ’ એટલે ફોન એક વાર ચાર્જ કર્યા પછી ફરી કેટલા સમય પછી તેને રિચાર્જ કરવો પડે તે સમયગાળો. એટલે આપણા દૈનિક ઉપયોગ માટે ‘બેટરી લાઇફ’ મહત્ત્વની છે.

 જ્યારે ‘બેટરી લાઇફસ્પાન’ એટલે બેટરીનો ઉપયોગ શરૂ કર્યા પછી તેને સાવ બદલવાની સ્થિતિ ઊભી થાય ત્યાં સુધીનો સમયગાળો. ફોનના દૈનિક ઉપયોગને કારણે તેની બેટરી લાઇફ અને લાઇફસ્પાન બંને પર અસર થાય છે અને બંને ઘટતાં જાય છે.

એપલ કંપનીના કહેવા અનુસાર ફોનના ઉપયોગ દરમિયાન કેટલીક નાની નાની વાતોની કાળજી રાખીને આપણે આ બંને બાબત વધારી શકીએ છીએ. આ બાબતો એક વાર સમજીએ લઈએ પછી તેના પર બહુ નિયમિત ધ્યાન આપવું પડતું નથી.

ડિસ્પ્લેની બ્રાઇટનેસ પર અંકુશ

આપણે સૌ જાણીએ છીએ તેમ ફોનનો ડિસ્પ્લેના કારણે ફોનની બેટરી મોટા પ્રમાણમાં ખર્ચ થતી હોય છે. ડિસ્પ્લેની બ્રાઇટનેસ અંકુશમાં રાખીને તેની બેટરી લાઇફ વધારી શકાય. કંપની કહે છે કે સતત ડીમ ડિસ્પ્લે ન રાખવો હોય તો ઓટો બ્રાઇટનેસ ઓન કરી શકાય. બ્રાઇટનેસ ઘટાડવા માટે આઇફોનમાં કંટ્રોલ સેન્ટર ઓપન કરો અને તેમાં બ્રાઇટનેસ સ્લાઇડરની મદદથી બ્રાઇટનેસ ઘટાડો. જો ઓટો બ્રાઇટનેસ ફીચર ઓન કરવું હોય તો સેટિંગ્સમાં એક્સેસિબિલિટીમાં જાઓ. તેમાં ડિસ્પ્લે સેકશનમાં આ ફીચર મળશે.

મોબાઇલ ડેટાને બદલે વાઇ-ફાઇ

એપલ કંપની કહે છે કે જો આપણું ડિવાઇસ ઇન્ટરનેટ કનેકશન માટે મોબાઇલ નેટવર્કને બદલે વાઇ-ફાઇ કનેકશનનો ઉપયોગ કરે તો તેમાં ઓછો પાવર ખર્ચાય છે. ખાસ કરીને મોબાઇલ નેટવર્કનાં સિગ્નલ્સ નબળાં હોય ત્યારે તેને ઝીલવામાં વધુ પ્રમાણમાં બેટરી ખર્ચાય છે.

આથી જ્યારે પણ ફોનમાં વાઇ-ફાઇ ઉપલબ્ધ હોય ત્યારે તેનો ઉપયોગ કરવો જોઇએ. એ જ રીતે ફોનની બેટરી ચાર્જ કરતી વખતે કમ સે કમ મોબાઇલ ડેટા નેટવર્ક બંધ કરી દેવામાં આવે તો ફોન વધુ ઝડપથી ચાર્જ થઈ શકે.

ઓપરેટિંગ સિસ્ટમ અપ-ટુ-ડેટ રાખો

એપલ કંપનીના કહેવા અનુસાર આઇફોનની બેટરી ધમધમતી રાખવા માટે ફોનમાં હંમેશાં લેેટેસ્ટ આઇઓએસ વર્ઝનનો ઉપયોગ કરવો હિતાવહ છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ કે લેટેસ્ટ વર્ઝન સાથે આઇફોનમાં નવાં ફીચર્સનો લાભ મળે. તો સાચું જ છે. પરંતુ એ ઉપરાંત આઇફોનને વધુ સિક્યોર બનાવતાં અને એની બેટરી લાઇફ સુધારતાં ફીચર્સનો પણ લાભ મળતો હોય છે. એ હેતુથી પણ, આથી જ્યારે પણ નવું વર્ઝન ઉપલબ્ધ થાય કે અપડેટ્સ મળે ત્યારે તેનો લાભ લેવો જોઇએ.

આઇફોન લાંબો સમય ઉપયોગ થવાનો નથી?

 ક્યારેક એવું પણ બને કે તમે નવો આઇફોન લો અને જૂના આઇફોન ક્યારેક કામ લાગશે એમ માનીને તેને રાખી મુકો.

કંપની કહે છે કે આવી સ્થિતિમાં, જ્યારે તમે લાંબા સમય સુધી તમારા જૂના આઇફોનનો ઉપયોગ ન કરવાના હો ત્યારે તેને પાવર ઓફ કરતી વખતે તેની બેટરી લગભગ અડધોઅડધ ચાર્જડ હોય તે સારું છે.

બેટરી પૂરેપૂરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય કે ફુલ્લી ચાર્જડ હોય ત્યારે એવી સ્થિતિમાં તેને લાંબા સમય માટે પાવર ઓફ કરવાનું ટાળવું જોઇએ. ઉપરાંત કંપની કહે છે કે ફોન લાંબો સમય વાપરવાનો ન હોય ત્યારે તેને પ્રમાણમાં ઠંડી જગ્યાએ રાખવો જોઇએ. ઉપરાંત, ફોન છ મહિનાથી વધુ સમય ઉપયોગ ન કરવાનો હોય તો દર છ મહિને તેને ઓન કરી, બેટરી ઉતરી ગઈ હોય તો તેને ફરી પચાસેક ટકા સુધી ચાર્જ કરીને ફોન પાવર ઓફ કરવો જોઇએ.

જરૂર મુજબ લો પાવર મોડનો ઉપયોગ

એપલ કંપનીએ આઇઓએસના ૯મા વર્ઝનથી ‘લો પાવર મોડ’ની સગવડ આપી છે. આ મોડ ઓન હોય ત્યારે ફોનના ડિસ્પ્લેની બ્રાઇટનેસ ઓછી થાય છે, વિવિધ એકશન સમયે જોવા મળતાં એનિમેશનનું પ્રમાણ ઘટે છે અને બેકગ્રાઉન્ડ એપ્સ રિફ્રેશ થવાનું પ્રમાણ પણ ઘટે છે. આ બધાં પગલાંને કારણે ફોનની બેટરી વધુ ચાલે છે. ફોનની બેટરી ૨૦ ટકા સુધી અને પછી ૧૦ ટકા સુધી ઉતરી જાય ત્યારે સિસ્ટમ આપણને લો પાવર મોડ એક્ટિવેટ કરવાનું સૂચવે છે. તમે સેટિગ્સમાં બેટરી સેકશનમાં જઇને મેન્યુઅલી લો પાવર મોડ ઓન કરી શકો. જો આઇફોનને કમ્પ્યૂટર સાથે યુએસબીથી કનેક્ટ કરીને ચાર્જ કરવાની આદત હોય તો ધ્યાન રાખશો કે તમારું કમ્પ્યૂટર પણ પ્લગ્ડઇન હોય અને તેનો પાવર ઓન હોય. કમ્પ્યૂટર સ્લિપ કે સ્ટેન્ડબાય મોડમાં હોય કે તદ્દન બંધ હોય તો તેની સાથે કનેક્ટેડ આઇફોનની બેટરી ઝડપથી ઉતરતી જશે.

બેટરી ખર્ચતી એપ્સ પર અંકુશ

આઇફોનમાં ફોનની બેટરી કઈ કઈ બાબતોમાં ખર્ચાઈ રહી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. એ તપાસવા માટે સેટિંગ્સમાં બેટરી સેકશનમાં જાઓ. અહીં બેકગ્રાઉન્ડ એક્ટિવિટીમાં કઈ એપ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહીને બેટરીનો ઉપયોગ કરે છે તે જોઈ શકાય છે. આ પ્રમાણ ઘટાડવા સેટિંગ્સમાં જનરલમાં બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશમાં જાઓ. તેમાં ફક્ત વાઇ-ફાઇ અથવા વાઇ-ફાઇ એન્ડ સેલ્યુલર ડેટાની મદદથી બેકગ્રાઉન્ડમાં એપ રિફ્રેશ થતી રહે તેવું સેટિંગ કરી શકાય. બેકગ્રાઉન્ડ એક્ટિવિટીને તદ્દન ઓફ પણ કરી શકાય. તમે આઇફોનમાં મેઇલ્સ નિયમિત, વારંવાર ચેક કરતા ન હો તો ફોન કયા સમયાંતરે નવા મેઇલ્સ ફોનની મેઇલ એપમાં ખેંચી લાવે તેનું પ્રમાણ વધારી શકાય. લોકેશન અને બેકગ્રાઉન્ડ લોકેશન પણ બેટરીનો સતત ઉપયોગ કરે છે. સેટિંગ્સમાં પ્રાઇવસીમાં લોકેશન સર્વિસમાં જઇને તેને ઓફ કરો તો બેટરી બચી શકે છે. 

Gujarat