Science & Technology

યૂઝર્સની રોજિંદા જીવન પર કઈ એપ્લિકેશન નજર રાખી રહી છે? : કંપનીઓ ડેટા એક્સેસ ન કરી શકે એ માટે આટલું કરો...

By GS TEAM
21 Jun 20254 mins read
TukuTouch Logo
મોબાઇલ યૂઝર્સ માટે એક ખૂબ જ મહત્ત્વનો ખુલાસો હાલમાં થયો છે. કેટલીક એવી એપ્લિકેશનનું નામ સામે આવ્યું છે જે યૂઝર્સની રોજિંદા જીવનમાં ડોકિયું કરે છે. આ એપ્લિકેશનના નામ એક રિપોર્ટમાં સામે આવ્યાં છે. આ તમામ ડેટા પરથી અલગ-અલગ પ્રોફાઇલ બનાવવામાં આવે છે જેમાં યૂઝર્સની પસંદગી, નાપસંદગી અને કોને પોલિટિક્સમાં સપોર્ટ કરે છે અને કોને નહીં જેવી તમામ માહિતી ભેગી કરવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યૂઝર્સની રોજિંદા જીવન પર કઈ એપ્લિકેશન નજર રાખી રહી છે? : કંપનીઓ ડેટા એક્સેસ ન કરી શકે એ માટે આટલું કરો...

Data Collection By Application: મોબાઇલ યૂઝર્સ માટે એક ખૂબ જ મહત્ત્વનો ખુલાસો હાલમાં થયો છે. કેટલીક એવી એપ્લિકેશનનું નામ સામે આવ્યું છે જે યૂઝર્સની રોજિંદા જીવનમાં ડોકિયું કરે છે. આ એપ્લિકેશનના નામ એક રિપોર્ટમાં સામે આવ્યાં છે. આ તમામ ડેટા પરથી અલગ-અલગ પ્રોફાઇલ બનાવવામાં આવે છે જેમાં યૂઝર્સની પસંદગી, નાપસંદગી અને કોને પોલિટિક્સમાં સપોર્ટ કરે છે અને કોને નહીં જેવી તમામ માહિતી ભેગી કરવામાં આવે છે.

એક રિસર્ચ ફર્મ એપ્ટેકો દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ એપ્લિકેશન સૌથી વધુ ડેટાને એક્સેસ કરે છે. તેમાં ત્રણ એપ્લિકેશન ફક્ત મેટા કંપનીની છે જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ છે. આ સાથે જ લિંક્ડઇન, પિનટ્રેસ્ટ, એમેઝોન અને એલેક્સા, યૂટ્યુબ, X અને પેપલનો સમાવેશ થાય છે.

ઘણી એપ્લિકેશન યૂઝર્સના અલગ-અલગ ડેટાને સ્ટોર કરે છે. તેમાં લોકેશન, કોન્ટેક્ટ્સ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી, ડિવાઇસ ઇન્ફોર્મેશન, નાણાકીય માહિતી વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ડેટા પરથી એક ડિજિટલ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. તેમાં યૂઝર્સની પસંદગી અને રોજની આદતો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

ડેટા લીકથી યૂઝર્સને કેમ ફરક પડવો જોઈએ?

આજના જમાનામાં ઘણાં લોકો એવા છે જેઓ કહે છે કે ફક્ત ડેટા તો છે. તેમાં શું થઈ જવાનું. કંપનીઓ પણ એવું કહે છે કે યૂઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે આ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે એનાથી યૂઝર્સને કોઈ નુકસાન નહીં થાય. જો કે હકીકત એ છે કે ડેટાથી યૂઝર્સને ખૂબ જ નુકસાન થાય છે. આ ડેટાનો ઉપયોગ કરીને કંપનીઓ યૂઝર્સને તેમણે જે દેખાડવું હોય એ જ દેખાડશે અને યૂઝર્સને જે તે વસ્તુ દેખાડી લલચાવવાની કોશિશ કરવામાં આવશે.

ડેટા મેળવ્યા બાદ શું કરવામાં આવે છે?

કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલના નામે એક ઘટના ખૂબ જ જાણીતી છે. આ ઘટનામાં અમેરિકાના યૂઝર્સના ઘણાં ડેટાને એક્સેસ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના ઇમોશન્સ, પોલિટિકલ પાર્ટીની પસંદગી અને તેમના વિચારોને જાણવાની કોશિશ કરવામાં આવી હતી. ઘણાં રિપોર્ટ્સમાં એ કહેવામાં આવી ચૂક્યું છે કે 2016માં અમેરિકાના ઇલેક્શનમાં આ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી આ ડેટાનો ઉપયોગ યૂઝર્સના એપ્લિકેશનના સારા અનુભવ માટે નહીં, પરંતુ યૂઝર્સ પર કન્ટ્રોલ મેળવવા માટે કરવામાં આવે છે.


યૂઝર્સ પોતાનો બચાવ કેવી રીતે કરી શકે છે?

યૂઝર્સ માટે અત્યારે પોતાનો બચાવ કરવા માટે ખૂબ જ ઓછા વિકલ્પ છે, પરંતુ કેટલીક સાવચેતી રાખવામાં આવે તો આ પ્રકારના ડેટા એક્સેસથી બચી શકાય છે.

એપ્લિકેશનની પરવાનગી : યૂઝર્સ જ્યારે પણ નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે ત્યારે તેને પરવાનગી માટે પૂછવામાં આવે છે. આ સમયે જરૂરી પરવાનગી જ આપવી. બની શકે તો જેટલી પણ એપ્લિકેશન હોય તેની તમામ પરવાનગી કાઢી નાખવી. ખાસ કરીને કેમેરા, લોકેશન, માઇક્રોફોન અને કોન્ટેક્ટની પરવાનગી કાઢી નાખવી. જરૂર પડ્યે પરવાનગી આપવી અને એ કામ પૂરું થતાં બંધ કરી દેવી. ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામ પર લોકેશન, માઇક્રોફોન અને કેમેરાની પરવાનગી હંમેશાં આપવી રાખવી જરૂરી નથી. યૂઝર્સ એનો ઉપયોગ વીડિયો કોલ માટે ન કરતાં હોય તો આ પરવાનગી કાઢી નાખવી. એ જ રીતે ફેસબુક સાથે પણ એવું કરવું. વોટ્સએપ પર કેમેરા અને માઇક્રોફોનની પરવાનગી આપવી, પરંતુ લોકેશનની પરવાનગી આપવાની જરૂર નથી. જ્યાં સુધી લોકેશન કોઈને સેન્ડ ન કરવી હોય અથવા તો લાઇવ લોકેશન ન મોકલવી હોય ત્યાં સુધી એનાથી દૂર રહેવું.

કૂકીઝ મેનેજ કરવી : ઘણી વાર કોઈ પણ વેબસાઇટ પર વિઝિટ કરવામાં આવે ત્યારે “એક્સેપ્ટ ઓલ કૂકીઝ”નું ઓપ્શન આવે છે. જો કે એ પસંદ ન કરવું. “મોર ઓપ્શન્સ”માં જઈને જરૂરી કૂકીઝ પસંદ કરવી અને જો ત્યાં “રિજેક્ટ ઓલ” ઓપ્શન હોય તો એનો જ ઉપયોગ કરવો.

આ પણ વાંચો: હું 1203 અબજની સંપત્તિ મારા 100 ‘બાયોલોજિકલ’ સંતાનોને પણ આપીશ... ટેલિગ્રામના સીઇઓની જાહેરાત

ફોટો અપલોડ કરવું બન્યું વધુ મુશ્કેલ

સોશિયલ મીડિયામાં ખાસ કરીને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ ફોટો અને વીડિયો માટે છે. સ્નેપચેટ પર તો દરેક ફોટો જાહેરમાં નથી જોઈ શકાતા અથવા તો જે તે વ્યક્તિને મોકલવામાં આવ્યા હોય એ જ જોઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ પર એવું નથી. ઇન્સ્ટાગ્રામ પર ફોટો પબ્લિક પ્રોફાઇલ હોય તો દરેક જોઈ શકે છે. તેમ જ એને જ્યાં સુધી ડિલીટ કરવામાં ન આવે ત્યાં સુધી એ પ્રોફાઇલ પર રહે છે. આથી નવા નવા ફોટો શેર કરવામાં આવતાં હવે એના પર જોખમ રહેલું છે એવું કહેવાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ટ્રેઇન કરવા માટે હવે આ ફોટોનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવાય છે. આથી યૂઝર્સ જે પણ ફોટો અને વીડિયો આજે શેર કરે છે એ સુરક્ષિત નથી.