Get The App

હું 1203 અબજની સંપત્તિ મારા 100 ‘બાયોલોજિકલ’ સંતાનોને પણ આપીશ... ટેલિગ્રામના સીઇઓની જાહેરાત

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
હું 1203 અબજની સંપત્તિ મારા 100 ‘બાયોલોજિકલ’ સંતાનોને પણ આપીશ... ટેલિગ્રામના સીઇઓની જાહેરાત 1 - image


Telegram CEO Donate His All Fortuen to his 106 Children: ટેલિગ્રામના સીઇઓ પવેલ દુરોવની જાહેરાત બાદ દરેકને આશ્ચર્ય થયું છે. રશિયન અબજોપતિ બિઝનેસમેન પોતાની તમામ સંપત્તિ પોતાના 100 બાયોલોજિકલ સંતાનોને પણ વહેંચશે. ફ્રાન્સના એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં પવેલે આ વાત કરી હતી. પવેલ સ્પર્મ ડોનેશન દ્વારા જે 100 બાળકોનો પિતા બન્યો છે, તેમના નામે પોતાની ₹1203 અબજની સંપત્તિ છોડી જવાનું વિચારી રહ્યો છે.

સંપત્તિનું દાન કેવી રીતે કર્યું?

પવેલ દુરોવે પોતાની ₹1203 અબજની સંપત્તિ તેની ત્રણ પાર્ટનર સાથેના છ બાળકો અને 12 દેશોમાં રહેતા 100 બાયોલોજિકલ બાળકો વચ્ચે વહેંચવાનું નક્કી કર્યું છે. 40 વર્ષના પવેલે છેલ્લા પંદર વર્ષમાં સ્પર્મ ડોનેશન દ્વારા આ તમામ બાળકોના પિતૃત્વનો સ્વીકાર કર્યો છે. પવેલ કહે છે, ‘હું એક વાત સ્પષ્ટ કહી દેવા માગું છું કે હું મારા બાળકો વચ્ચે ભેદભાવ કરવા માગતો નથી. મારા છ નેચરલ બાળકો હોય કે સ્પર્મ ડોનેશન દ્વારા થયેલા, બધા મારા જ બાળકો છે અને દરેકને સમાન હક હોવો જોઈએ. મારી મર્યા બાદ તેઓ ઝઘડો કરે, એ હું ઈચ્છતો નથી.’

પવેલે સંપત્તિ દાનમાં આપી દીધી છે, પરંતુ એ બાળકોને તે 30 વર્ષ સુધી નહીં મળે. પવેલ જણાવે છે કે, ‘હું ઈચ્છું છું કે તેઓ સામાન્ય જીવન જીવે, પોતાનું કરિયરના પાયા ઉપર ઊભું કરે અને પોતાનામાં વિશ્વાસ રાખે. હું નથી ઈચ્છતો કે તેઓ માત્ર બેન્ક બેલેન્સ પર નિર્ભર રહે. મેં હમણાં જ મારી વસિયત લખી છે જેમાં નક્કી કર્યું છે કે બાળકો 30 વર્ષ સુધી મારા પૈસાનો ઉપયોગ નહીં કરી શકે.’

પવેલ દુરોવની લાઇફસ્ટાઇલ

પવેલ દુરોવ માત્ર વેપાર માટે નહીં પણ પોતાની લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતા છે. ટેક્નોલોજીની દુનિયામાં ટેલિગ્રામનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. તેમના 11.1 મિલિયન ફોલોઅર્સ છે અને તેઓ તેમનાં યુઝર્સ સાથે સતત સંપર્કમાં રહે છે. તેઓ રોજ 300 પુશ-અપ્સ અને 300 સ્ક્વોટ્સ કરે છે, તથા આલ્કોહોલ, કોફી અને ચા પીતાં નથી. તેમની કડક ડાયટ માટે પણ તેઓ જાણીતા છે.

હું 1203 અબજની સંપત્તિ મારા 100 ‘બાયોલોજિકલ’ સંતાનોને પણ આપીશ... ટેલિગ્રામના સીઇઓની જાહેરાત 2 - image

પવેલ દુરોવની કન્ટ્રોવર્સી

પવેલ પર તેમના ત્રણ બાળકોની મમ્મીએ આરોપ મૂક્યો છે કે તેમણે બાળકો માટે નાણાકીય સહાય બંધ કરી છે અને ડબલ લાઇફ જીવી રહ્યા છે. તેમ જ એક બાળકને ધક્કો મારવાનો આરોપ પણ મૂકાયો હતો, જેમાં બાળક રૂમના ખૂણા સુધી આવી ગયેલો. વર્ષ 2023 અને 2024માં તેમના વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ નોંધાઇ હતી.

ફ્રી સ્પીચને લઈને રશિયા સાથે વિવાદ લાંબો રહ્યો છે. ફ્રેન્ચ સરકારે પણ આરોપ મૂક્યો હતો કે ટેલિગ્રામ પ્લેટફોર્મ પર સેક્સઅબ્યુઝ અને ચાઇલ્ડ ટ્રાફિકિંગ થાય છે. પવેલે આ તમામ આરોપો ફગાવ્યા અને પછી પ્લેટફોર્મ મોનિટર કરવાનું શરૂ કર્યું.

2017માં પવેલે ઇન્સ્ટાગ્રામ પર ‘પુતિન શર્ટલેસ ચેલેન્જ’ નામની પોસ્ટ કરી હતી જેમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનની મજાક ઉડાવાઈ હતી. તેમણે યુઝર્સને ટોપલેસ ફોટા શેર કરવાની અપીલ કરી હતી. રશિયાના ‘કોન્ટાક્ટે’ નામના પ્લેટફોર્મ પર એક એક્ટિવિસ્ટ ગ્રુપ હતું જેને બંધ કરવા રશિયન સરકારે કડક સૂચના આપી હતી, પણ પવેલે એને નકારી હતી. ત્યારપછી તેમના વચ્ચે વિવાદ વધુ ઊંડો થયો.

આ પણ વાંચો: મિસાઇલથી માઉસ સુધી: ઇરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધની બદલાતી વ્યાખ્યા

પાવેલની સાથે એક ટ્રાફિક ઘટનામાં એક પોલીસ અધિકારીને સામાન્ય ઇજા થઈ હતી. તત્કાલીન સમયે ક્રેમલિન સંકળાયેલ એક કંપનીએ કોન્ટાક્ટેના મોટા ભાગના શેર ખરીદી લીધા હતાં અને પાવેલને પોતાની કંપનીમાંથી બહાર કરાયા હતાં. ત્યારબાદ પવેલે રશિયા છોડ્યું હતું.

ગયા વર્ષે સમરમાં પવેલ પેરિસમાં અરેસ્ટ થયા હતા અને બાદમાં કાર્યવાહી થઈ. પછીના વર્ષ માર્ચમાં તેઓ દુબઇ પોતાના ઘરે પાછા ફર્યા અને હવે તેમની ઉપર ટ્રાવેલ બેન લાગુ થયો છે.

Tags :